#આનંદી
મૌનમાં સઘળું સમજ્યા ,પછી શું કહીએ ?
આંખના ઉલાળા માં, નિશદિન રહેવાનું છે;
તુટીને વિખરાઈ નહીં, સ્નેહ ભર્યા તાંતણા,
સંબંધો ના સથવારે, આનંદ માં રહેવાનું છે;
મૌનમાં સક્રિય , અને સાબૂત રહેવાનું છે,
અકથ્ય. વેદના માં , તડપતા રહેવાનું છે;
ભાવમાં ડુબકી લગાવી,. મઝધારે જીંદગી,
પ્રેમાસ્પદ સ્પંદનો માં, મળતા રહેવાનું છે;
ખોવાઈ જાય અસ્તિત્વ, સઘળું એકાંતમાં,
એકત્વ અનુભૂતિ માં, ભળતા રહેવાનું છે;
શૃંગાર સજીને પ્રકૃતિ, વસંતોત્સવ ઉજવે,
પતઝડ મિજાજ માં, સજતા રહેવાનું છે;
આનંદ સહેજ માં, પ્રાપ્ત છે અનાસક્તિમાં,
અનુરાગી રંગરાગ મા , હસતા રહેવાનુ છે;