#મુલાકાત
જેવા શબ્દો સંરચના માટે આપી, રદયની ઉરમીયોને એક ઓપ આપવાનું નીમીત માત્ર એક બહાનું છે, રદયમાં ભડકે બળતી આગ કે રોળાયેલા સપના, કે પછી એ મધુર સંબંધોમાં થયેલ મુલાકાતો ની છબી પરથી ધૂળને ખંખેરી યાદો ને તાજી કરવાનું બહાનું છે. સાયકોલોજી નો વીષય છે મિત્રો સમજવો બહું અધરો છે. સાહી ના ડાધાથી બનાવેલ એક ઉદી કે કાળી ભાત પરથી મનની કલ્પનાઓને શબ્દોમાં પરોવી વ્યક્તિત્વ ને પારખનાર કસોટીઓ મે જોઈ છે.
આતો આપી દીધો એક ધગધગતી જવાળા જેવો પ્રશ્ન, કોઈ ખુશીઓ પ્રગટ કરશે તો કોઈ રુદન, અજબ ના માણસો તારી આ ધરા પર પ્રભું કોઈ નહી સમજતું હોય? આખરે સવ્પન રુપી જીવન છે આ ભવસાગર, સાથે ચાલ્યું તે સાથી, ધડી વાર સાથે રહ્યું તે એક મુલાકાતી, કેટ કેટલાની ડાયરી રાખશો કે કરશો નોંધ, જીવન પથમાં કેટ કેટલા આવ્યા કેટલાય ગયા સાથી ,અંતે તો જીવ ઝંખે પ્રભું તારી જ મુલાકાતો ,
છુટો પડી જીવ આવ્યો એ પહેલી અને તુજમા મળે તે છેલ્લી મુલાકાતો.
ૐ શ્રી હરી
Raajhemant