અકસ્માતનો ભોગ નિર્દોષ જ કેમ?
આજના સમયમાં રસ્તાઓ પર કાર એક્સિડન્ટના કિસ્સા ખૂબ વધી રહ્યા છે. રોજબરોજના સમાચારપત્રોમાં કે સોશિયલ મીડિયા પર અકસ્માતની દુઃખદ ખબર વાંચવા મળે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ અકસ્માતો માત્ર અકસ્માત નથી – એમાં ક્યાંકને ક્યાંક માનવ ભૂલ, બેદરકારી અને બેફિકરાઈ છુપાયેલી હોય છે.
ઘણા કિસ્સાઓમાં ડ્રાઈવર નશાની હાલતમાં હોય છે, જેને કારણે તેમનું ધ્યાન હળવું પડે છે અને તેઓ વાહન પરનો કાબૂ ગુમાવી દે છે. કેટલાંક લોકો મોજમસ્તી માટે જેમ તેમ કાર હંકારે છે, ઓવરસ્પીડમાં ડ્રાઈવિંગ કરે છે અથવા તો જોખમી સ્ટંટ બતાવવાનો પ્રયત્ન કરે છે. દુર્ભાગ્ય એ છે કે કેટલાક માતા–પિતા પોતાના 18 વર્ષથી નાના બાળકોને કાર કે બાઈક આપીને “ડ્રાઈવિંગ શીખવા” દે છે, જ્યારે તે બાળક પાસે પૂરતો અનુભવ કે પાકું નિયંત્રણ જ નથી હોતું. પરિણામે, ભૂલ કોઈની પણ હોય પરંતુ તેનો ભોગ નિર્દોષ લોકો બને છે.
અકસ્માતમાં ફક્ત માણસ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સંપત્તિનું પણ મોટું નુકસાન થાય છે – રસ્તાઓ તૂટી જાય છે, વાહન બળી જાય છે, જાહેર માલસામાનને નુકસાન થાય છે. આર્થિક રીતે તો નુકસાન થાય જ છે, પણ એથી વધુ મહત્વનું છે – માનવજીવનનું નુકસાન, જે ક્યારેય પાછું મેળવવામાં આવતું નથી.
અવસ્થાએ વિચારવાનો સમય આવી ગયો છે કે આવું ક્યાં સુધી ચાલશે? શું હવે જરૂર નથી કે સરકાર આવા કિસ્સાઓ સામે વધુ કડક કાયદા લાવે? શું હવે સમય નથી કે દરેક નાગરિક પોતાના ફરજિયાત નિયમોને માનીને સાવધાનીપૂર્વક વાહન ચલાવે?
આપણે સૌએ મળીને નક્કી કરવું પડશે કે બેદરકાર ડ્રાઇવિંગ, નશો કરીને વાહન ચલાવવું, ઓવરસ્પીડ અને નાબાલિક બાળકોને વાહન આપવું – આ બધાને સમાજમાં સહન ન કરીએ. નહિતર નિર્દોષ લોકો એમ જ ભોગ બનતા રહેશે અને આપણે ફક્ત સમાચાર વાંચતા રહી જઈશું.
સવાલ એટલો જ છે –
શું નિર્દોષોની જાન જતા આપણે જાગીશું કે હજુ રાહ જોશું?
👉 #સુરક્ષિતડ્રાઇવિંગ
👉 #SaveLife
👉 #કારએક્સિડન્ટ
Kartikkumar Vaishnav