મિત્રો સાથે વિતાવેલી હર એક એક પળ યાદ છે
વડ ઉપર થી તળાવ માં મારેલા ભુસકા યાદ છે
વડ વાઇ એ ઝુલતા ઝુલા ને ધમલી પીપળી યાદ છે
ગલી માં રમતાં ખો ખો ને થપ્પો દા યાદ છે
શિયાળા ના મિઠા બોર ને ઉનાળા પિલુડાં યાદ છે
ચોમાસા માં ભીંજાવું ને કાદવ માં કૂદવાનું યાદ છે
એકબીજા સાથે ઝગડતા ને ફરી સાથે રમવાનું યાદ છે
સાયકલ પર ફરવું ને ક્રિકેટ રમવાનું યાદ છે
હવે ગોઠવાઈ ગયા છે પોતાની જવાબદારી ઓ માં
નથી સમય કોઇ પાસે મળવા નો
વાત થાય છે ફોન પર નથી મળાતું રૂબરૂ
#ભુતકાળ માં મિત્રો સાથે વિતાવેલી હર પળ યાદ છે
#ભૂતકાળ