વદવુ વેદ વાણી સમું, નિર્મળ મન રાખીને સદાય,
સત્ય આચરણ સદૈવ, મન પ્રફુલ્લિત રહે સદાય;
ખિલખિલાટ હસતાં ફુલો પર રહેવું ઝાકળ જેવું,
કુરબાન જીવન શરણાગતિ માં, કરતાં રહે સદાય;
ભાગ્ય કહો બળવાન, કર્મ જ તમારા છે ખરેખર,
સંચિત ક્રિયમાણ કર્મ ,નિરંતર કરતા રહેવું સદાય;
દિવ્યતા માં તરબતર , રહે મન ના સંકલ્પ વિકલ્પ,
આત્મચેતના માં વિશ્રાંતિ એ જીવન રાખવું સદાય;
આનંદ સ્વરૂપ છે હકીકતમાં આપનું જાણી જ લેવું,
સુખ દુઃખ લાભ હાનિ માં , સ્થિર મન રાખવું સદાય;