દિવાળી એટલે *મારા વીર પ્રભુનો નિર્વાણ દિવસ*🪔🪔 🙏🙏
વીર પ્રભુ એ નિર્વાણ પામતા પહેલા છઠ કરીને ૪૮ કલાકની non stop દેશના આપી હતી. 🙏 (જે આપણને *ઉત્તરાધ્યાન સૂત્ર* તરીકે આપણને મળ્યું છે)
જન્મ થયા પહેલા જ, માતા ત્રિશલાને વેદના ના થાય એટલા માટે પ્રભુએ ગર્ભમાં હલન ચલન બંધ કરી દીધું હતું. *ખુદ તીર્થંકર પરમાત્માએ, આપણને માતા - પિતાની કાળજી કેવી રીતે લેવાય તે શીખવ્યું* 🙏
એમની પ્રાણી માત્ર પ્રત્યેની કરુણા , *ચંડકૌશિક* ના પ્રતિબોધ પરથી મળે છે.
*જેમના શાસનમાં એક નહી , બે નહી પણ સાત - સાત ભવ્ય આત્માઓ એ તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું 🙏🙏*
અનેક ઉપસર્ગો સહિને વીર પ્રભુએ , *કર્મસત્તા ની નિષ્પક્ષતા બતાવી*
દીક્ષા લીધા પછી , વીર પ્રભુએ *સાડા બાર વર્ષ સુધી મૌન પાળ્યું હતું અને પ્રભુએ સળંગ બે દિવસ ખાધું નથી.*
હે મારા વીર પ્રભુ, તમે એમને કેવી રીતે જીવવું એ પણ બતાવ્યું અને મૃત્યુ પણ મંગળકારી હોઈ શકે તે બતાવ્યું.
*પ્રત્યેક આત્મા પરમાત્મા બની શકે તેવો માર્ગ એટલે મારા વીર પ્રભુનો માર્ગ* હે પ્રભુ આ માર્ગ ઉપર જો અમે ભટકી જઈએ તો અમારી આંગળી પકડીને સાચા રસ્તે લઈ જજે, ઓ મારા વીર પ્રભુ.
આપ સૌને દિવાળીની શુભકામના 🪔🪔🪔
આપણા સૌ મા અજ્ઞાનનો અંધકાર દૂર થઈને સમ્યક જ્ઞાનનો પ્રકાશ ફેલાય તો જ સાચી દિવાળી ઉજવાઈ કહેવાય.