"ઉનાળાનો સૂરજ"
ઉનાળે સૂરજ તપે એટલે; વરસ્યાની આશ,
આ આશથી જોડાય, વર્ષની ઈચ્છાઓ.
ઇચ્છાઓથી જોડાય મહત્વકાંક્ષાઓ
મહત્વકાંક્ષાને પૂર્ણ કરવા,
સાથ થાય પુરુષાર્થનો.
આ પુરુષાર્થને પહોંચી વળવા,
જોઈએ કામની લગન.
બસ, આ જ લગન લઈને,
પુરુષાર્થથી સૂરજ ઉનાળે તપે છે,
અને જીવનની ભઠીમાં નિખરે છે;
સૌંદર્ય માનવીનું!
#કામ