Quotes by Mahesh Vegad in Bitesapp read free

Mahesh Vegad

Mahesh Vegad Matrubharti Verified

@newinmy1gmailcom
(423)

કેવી સુંદર છે તારી મારી પરિભાષા ,
હું શબ્દ ને તું અર્થ ,
તારા વગર હું વ્યર્થ !
અડધી ચા , આખી વાતો ,
શમી સાંજ , થમેલી યાદો ,
ક્યાંક તું , ક્યાંક હું ,
મળ્યું શું , ગુમાવ્યું શું ,
સવાલ ઘણા , જવાબ એક તું ,
તું ચોપડી , હું એનું પાનું ,
ક્યાક તારી વાત , ક્યાંક એમાં મારી યાદ ,
તું ચા , હું પ્યાલી,
તું સવાર , હું રાત
તું પુનમ નો ચાંદ , હું અમાસ ની રાત ,
હું હ્રદય , તું ધબકાર ,
હું વાદળ , તું વરસાદ...
- મહેશ કે વેગડ

Read More

༺꧁ Զเधे Զเधे ꧂༻
ત્રણ શ્રેષ્ઠ જવાબો

1. સફળતાનું રહસ્ય શું છે?

જવાબ: સાચો નિર્ણય

2. સાચો નિર્ણય કેમ લેવાય?

જવાબ: અનુભવથી

3. અનુભવ કેવી રીતે મેળવાય?

જવાબ: ખોટા નિર્ણયથી
@samaay_no_sparsh
#Time

Read More

ઝાપટીને માંડ સુકવ્યા હતા શમણાઓ નેણની અગાશી પર ,

માવઠું હળવું જરાક સ્મૃતિ નું આવ્યુ અને ફરી બધા ભીના થઈ ગયા...

Read More

એક સારો શિક્ષક કેવો હોય?

1. ઊંડી સૂઝ બૂઝ ધરાવતો હોય.

2. પોતાનાં વિષયનું યોગ્ય જ્ઞાન ધરાવતો હોય.

3. વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિપૂર્ણ વર્તન કરતો હોય.

4. 'પોતે જ શ્રેષ્ઠ છે' એવું અભિમાન ન હોય.

5. બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જન્માવનાર હોય.

6. વિદ્યાર્થીએ પુછેલ પ્રશ્નનો એને સંતોષકારક ઉકેલ આપવા સક્ષમ હોય.

7. હંમેશા ઉત્સાહથી ભરપૂર હોય.

8. મોં કાયમ હસતું હોય. ઉદાસીન કે ગુસ્સો ભરેલો ચહેરો બાળકને પસંદ નથી હોતો.

9. કોઈ પણ બાળકને નબળું કે હોશિયાર ન ગણતાં બધાને એકસમાન ગણે.

10. ક્યારેય કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ન કરે.

11. બદલાની ભાવના બિલકુલ ન રાખે.

12. પોતાની સાથેના અન્ય શિક્ષકો કરતાં પોતાને ચઢિયાતા સાબિત કરવાનો પ્રયત્ન ન કરે. એનું કામ જ એને યોગ્ય પદવી આપશે.

13. કોઈ પણ વિદ્યાર્થીને શાંતિથી સાંભળવાની ધીરજ ધરાવતો હોય.

14. વર્ગમાં કોઈ વિદ્યાર્થી અચાનક ઉદાસ દેખાય તો એ બાબત એનાં ધ્યાનમાં આવવી જોઈએ.

15. એની પોતાનાં મુદ્દાઓ સમજાવવાની પદ્ધતિ એકદમ સરળ હોવી જોઈએ.

16. વર્ગમાં ક્યારેય પણ પોતાનાં તાસનું યોગ્ય અધ્યયન કર્યા વગર જવો ન જોઈએ.

17. માત્ર પરીક્ષાલક્ષી ભણાવવાનો આગ્રહ ન રાખતાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજૂતી આપે.

18. બાળકોને માત્ર પુસ્તકમાં હોય એટલું જ જ્ઞાન આપવાને બદલે ક્યારેક દુન્યવી જ્ઞાન પણ આપે.

19. કોઈક દિવસ એવો પણ રાખે કે જ્યારે એ બાળકોને થોડા સામાન્ય જ્ઞાનને લગતાં મુદ્દાઓની ચર્ચા કરે. આનાથી બાળકોને એક વિરામ મળી જશે અને તેઓ ફરીથી તાજગી અનુભવી વધુ ધ્યાન કેન્દ્રિત રાખી શકશે.

20. બાળકોને પ્રેરણા આપતી કોઈ વાર્તા કે પ્રસંગની ચર્ચા કરે... ✍🏻 ✨

Read More

✨'અજ્ઞાની' દરેક વ્યક્તિ હોય છે...માત્ર 'વિષય' અલગ અલગ હોય છે... ✍🏻✨ મહેશ કે વેગડ
https://www.instagram.com/p/C1Od5RWt5E3/?igsh=ajVya3dqMW54NWQ2

આભાર માનવાની ટેવ પાડીએ

રામાયણનો એક પ્રસંગ છે. દશેરાના દિવસે રાવણનો
વધ કર્યા બાદ, દિવાળીના દિવસે રામ પોતાનો વનવાસ
પૂરો કરીને જ્યારે અયોધ્યા પાછા આવ્યાં ત્યારે
સૌથી પહેલા કૈકેયીને મળવા ગયાં. આ એ જ કૈકેયી, જેના કારણે રામને રાજગાદીને બદલે ૧૪ વર્ષનો વનવાસ મળ્યો હતો...!!! કૈંકૈયીને ચરણોમાં પ્રણામ કરીને રામે કહ્યું, "મને વનમાં મોકલવા બદલ ઘણો ઘણો આભાર...! જો તમે મને વનમાં ન મોકલ્યો હોત તો પિતાના પ્રેમની,ભરતના સ્નેહાદરની, લક્ષ્મણના સેવાભાવની, સીતાના પતિધર્મની અને રાવણના બળની મને ખબર જ ન પડી હોત...!!! રામાયણનો આ પ્રસંગ એક સરસ સંદેશ આપે છે કે, કોઈ તમારું બૂરુ ઈચ્છે કે અહિત કરે તો પણ એવું જ સમજવું કે ક્યાંક ને ક્યાંક આપણું સારું જ થવાનું હશે. આપણી મરજી મુજબ થાય તો ગમે, પણ મરજી મુજબ ન થાય તો એમ સમજવું કે ઉપરવાળાની મરજી મુજબ થાય છે એટલે આખરે સારું જ થશે. ક્યારેક તો અન્ય દ્વારા જે દુ:ખ કે તકલીફ વેઠવી પડે એનાથી આપણે વધારે સક્ષમ બનીએ છીએ; એટલે વેરભાવ રાખ્યા વગર, અહિત કરનારનો પણ આભાર જરૂર માનીએ..!

Read More

" સુંદરતાના વખાણ તો થવાનાં જ મહેફિલ માં ,
કરચલીઓનાં વખાણ થાય તો સમજી લેજો પ્રેમ છે.!! "

તું મને શબ્દો માં ગોતે છે
પણ તને ક્યાં ખબર છે હું તો તારી લાગણીઓ માં હોવ છું કયારેક થોડી લાગણીઓ ને પણ સમજી જો
જે ક્યારે પણ કહેવાતી નથી
બસ એને અનુભવી પડે છે... ✍🏻 "સમય"

Read More

" *ચાલશે* "

અટપટો રસ્તો હશે તો ચાલશે,
ભોમિયો સાચો હશે તો ચાલશે.

જે બતાવે, હોય કેવળ સત્ય તો,
આયનો નાનો હશે તો ચાલશે.

પર્ણ લીલું હોય કે પીળું, ફકત,
ડાળથી નાતો હશે તો ચાલશે.

સહેજપણ હો છાંયડાની શક્યતા,
માર્ગમાં તડકો હશે તો ચાલશે.

મેળવું જો જાત રાખીને અખંડ,
રોટલો અડધો હશે તો ચાલશે.

ખુદને મળવા શું વધારે જોઈએ..?
ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.

આખું સરનામું ન આપો, કાંઈ નહિ,
વહાલનો નકશો હશે તો ચાલશે... "સમય" ✍🏻

Read More

પોતાનાં થયા સૌ પારકા
હું એક ભૂલ કરી બેઠો,
'સારું' કહેવાનું હતું ત્યાં
ભૂલથી 'સાચું' કહી બેઠો...✍🏻