રોજ સવારે પૂર્વમાં જોવું હું,
રોજ લાગતું વાતાવરણ સોહામણુ,
આકર્ષતો મને પંખીઓનો એ કલરવ,
જોવુ હું એ ખુલ્લા ગગન કેરો માહોલ!
રોજ સવારે..........
રોજ સવારે આવી જતા આછેરા વાદળો,
ઉડતા આકાશે કિલ્લોલ કરતા પંખીઓ,
આકાશના આંગણામાં લીંપણ કરતા રે વાદળો
બાળરૂપી આવી પગલીઓ પાડતા વિમાન!
રોજ સવારે.................
રેલાતો સૂર્ય નો પ્રકાશ અનેરો,
જાણે દરિયામાં પડતો એનો છાયો અનેરો,
આંગણામાં પાથરે પ્રકાશના સોનરા કિરણો
પાછળ આવી ઘરમાં,ડોકિયું કરતા લાગે રૂપરો
રોજ સવારે............