શુષ્ક પર્ણ તણી હું , ધ્યાનની ધરા પ્રભુને શોધું,
અંદર દૈદિપ્યમાન દિપ્તી, થકી ભાવસમાધિ ધરું.
ચાખી ભક્તિ રસનો ઘૂંટડો, નિજ પ્રારબ્ધને પાથરું,
દુર્લભ અવતાર મુજનો, વિસરી જગત તુજને સ્મરું.
જીવ સાથે એકાકાર , થવા નિશદિન પગલાં ભરું,
પકડી હાથ તુજનો , સંપૂર્ણ સંસાર સાગર તરું.
ઝેરનો પ્યાલો પીને , સ્વ આનંદમાં સાધના કરું,
પ્રેમપૂર્ણતાથી ભવમાં , પૂર્ણતાની પરિપૂર્ણતા પૂરું.
ધરી કરતાલ કીર્તન , બંધ આંખોથી ભજન કરું,
"શ્રીકૃપા" કરો ગિરધર, મીરાં બનવાની શરુઆત કરું.
દિપ્તી પટેલ "શ્રીકૃપા"