મન મયૂર નાચે , તાતા થૈયા,,
ખેલ દુનિયાદારી, તાતા થૈયા;
તૃષ્ણા ના તાલે, જીહ્વા સ્વાદે,
બાંધી જાતને. , રસના રચૈયા;
મનમોજી, મસ્તીમાં નાચે એ,
રંગ રાગમાં, અનુરાગી સવૈયા;
ભવસાગર મધ્યે , ડૂબ્યા સદા,
કહે પ્રાણ બચાવો ઓ, ખેવૈયા;
દસ્તક દેતા , દુઃખના એ માર્યા,
આનંદ ચુક્યા, ભવરોગ નચૈયા;