બીજા નો ગુસ્સો મારા પર ઉતારી જા હક છે તને
આ ખભા પર તારા આંસુઓ નીતારી જા હક છે તને
હું કરતી રહીશ પુરી તારી બધી ઈચ્છાઓ અને
મારી ઇચ્છાઓ તું નકારી જા હક છે તને
લાગણી થી વધારેલો મારો હાથ ચુકી જા હક છે તને
મારા રડતા હદય પર હસીનો શંખ ફુકી જા હક છે તને
અરે પ્રેમ તો મેં કર્યો તને આમાં તરો શું વાંક
તો ભલે આ પ્રેમ ની રાહ પર મને એકલી મૂકી જા હક છે તને
યાદોની દીવાલ પર તારુ નામ રાખી જા હક છે તને ,
દુનીયાના ડરથી મને છોડીને જા હક છે તને
અંત આવ્યો કહાની નો હવે સાચું બોલી ને જા હક છે તને