ફુલો મહેંક ને,પ્રસરાવી જાણે છે,
ઝાકળ બિંદુ , ઝગમગી જાણે છે;
વન વગડાનુ તરણું, અસ્તિત્વ છે,
સમુહમાં હરિયાળી, જણાવે છે;
કંકર સમુહ થી ,સર્જાય છે પર્વત ને,
ટીપે ટીપે સ્ત્રવી , ઝરણું વહાવે છે;
સાગર જેવું વિશાળ , જલધિ તરંગ,
વાદળી સ્નેહભરી રહેમ જગાવે છે;
આનંદ જીવન છે, હકીકતમાં અહીં,
તૃષ્ણા ત્યાગી જીવન ,ઝગ મગાવે છે;