કસુરવાર ઠેરવી દીધા, હવે શું કરીએ,
બેગુનાહી નું સબૂત નથી, શું કરીએ;
વાત નું વતેસર કરીને, ફાયદો થાય શું?
પાયા વિનાની વાત હોય તો,શું કરીએ;
મૌનમાં જવાબ છે, લાજવાબ ખરેખર,
શબ્દોની છણાવટ અકારણ, શું કરીએ;
દર્દ ને ઝખ્મોની રમઝટ , વ્યાજબી જ્યા,
મલમી સ્વભાવનું આચરણ, શું કરીએ;
ખૂલા બારણે ટકોરા ,પડ્યા કરે છે નિરંતર ;
ભીતરમાં પ્રવેશ ના કરે, આનંદ, શું કરીએ;