હળવે હળવે હરજી મારે મંદિર આવ્યાં રે;
મોટે મોટે મોટે મે તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કઈ કામણ કીધું રે ;
લીધું લીધું લીધું મારું મન હરિએ લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફુલી ફુલી ફુલી હું હરિ ને સંગે ફુલી રે.
ફળયા ફળયા ફળયા શ્રી હરિ મને ફળયા રે
મળ્યા મળ્યા મળ્યા મહેતા નરસૈયા નો સ્વામી રે.
નરસિંહ મહેતા પદ રચના ✍
happy janmashtmi ??