?નમસ્તે..?
?આજે રવિવાર, થોડી મોડી છું..
♦️આજે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવી છે..
જીવનમાં ઘણીવાર અચાનક એવું બને છે, કે જે ખૂબ મનગમતું પણ નીવડે કે ક્યારેક દુઃખદાયક પણ બને..
હવે એવું પણ આપણને થાય કે કાશ એવી કોઈ વ્યવસ્થા હોત કે આપણે એ ન ગમતી ક્ષણ ને સુધારી શકત કે ફરી જીવી શકત..
મને ખબર છે કે આ એક સુંદર પણ અવાસ્તવિક પરિકલ્પના જ છે, પણ દોસ્તો જિંદગી ખુદ એક કલ્પના જ છે જ્યાં સુધી મોત ન આવે..
કોઈ એક એવો મોડ આપણે વળી ગયા હોઈએ અને એનો જિંદગીભર નો અફસોસ કે આનંદ હોય, મને ખબર છે કે સુધારી ન શકાય, પણ એ ક્ષણ યાદ કરી શકાય, ફરી જીવી શકાય,ગમતી કે ન ગમતી કોઈ પણ..
હા, સાચું..
તો આજે સમય ની એ સોઈ ને પાછી લઇ જઈએ અને એ ક્ષણ જે આપણા જીવનનો એક યાદગાર હિસ્સો છે એને યાદ કરીએ..
♣️મારી ક્ષણ:~ 11 મી ના વેકેશન માં 12 માં ના ક્લાસ માં થી ઘરે પાછા આવતા સાયકલ પરથી પડી અને 6 મહિના સ્કૂલે ન જઇ શકી, એટલે ડિગ્રી એન્જિન્યરીંગ માં ન જઇ શકી..
પણ આ બન્યું સારા માટે કે એ પછી ડિપ્લોમા એન્જિન્યરીંગ કર્યું અને આવા જીવનસાથી મળ્યા..
તો જે બને એ સારા માટે એ આમાંથી શીખી, અને એટલે જ એ પણ જાણ્યું કે જિંદગી જેમ મળે એમ જીવવાની, અફસોસ નહીં કરવાનો..
અને એટલે જ...
Love you જિંદગી...♥️
હવે આપ સૌ આપની એવી કોઈ અમૂલ્ય ક્ષણ લખો રાહ જોઉં છું...?