મારો લાડકો...યાદો
એક હોંકારો કરતાજ લાડકો મારો સન્મુખ આવતો,
એની એક એક વાતથી મન ખુશ કરી જતો !
એક એક દિવસ ટૂંકો પડતો જતો,
જાણે લાડકો જીવન જીવંત બનાવી જતો !
એટલેજ, વારે વારે મન હોંકારો કરી જતો,
જીવનમાં નવા રંગ ભરવા ઉતાવળો થઈ જતો !
પણ... હવે,
હોંકારો પણ મારો ખચકતો જાય છે,
જુની એક એક યાદો મને રડાવતી જાય છે !
એક એક દિવસ લાંબો થતો જાય છે,
જાણે જીવનની જીવંતતા છીનવાતી જાય છે !
નવા રંગ ભરવા ઉતાવળું થયેલું મન ઝંખવાતું જાય છે,
સમયને પણ હવે જલ્દી ચાલવાનું કહેવાઈ જાય છે !
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...