કામણ વિખેરી...
સુરજની સૃષ્ટિ પર નજર ટકરાણી,
સૃષ્ટિ એ જોઈ હરખાણી,
કામણ વિખેરી થઈ કામણગારી..!!
ગગનની ધરા પર નજર મંડરાણી,
ક્ષિતિજ એ જોઈ હરખાણી,
કામણ વિખેરી થઈ કામણગારી..!!
ભમરાની ફુલ પર નજર અટકાણી,
પાંખડીઓ એ જોઈ હરખાણી,
કામણ વિખેરી થઈ કામણગારી..!!
તારી આંખોમાં મારી નજર પકડાણી,
ધડકન એ જોઈ હરખાણી,
કામણ વિખેરી થઈ કામણગારી..!!
******
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...