મારી સાયબી નખરાળી...
દુનિયાની અજાયબી શું જોવું..!?
જોવું તારી આ ચાલ લટકાળી,
હું જાણું મારી સાયબી "તું" નખરાળી..!!
શ્રુષ્ટિ નું સર્જન શું નિહાળું..!?
જોવું તારી આ આંખ ભમરાળી,
હું જાણું મારી સાયબી "તું" નખરાળી..!!
કોઈના શબ્દોમાં શું રાચું..!?
તારા અધરે જાણે શ્રુષ્ટિ શરમાણી,
હું જાણું મારી સાયબી "તું" નખરાળી..!!
કોઈના દેહ માં શું નિહાળું..!?
તારા આ સુડોળ દેહે આંખ અટકાણી,
હું જાણું મારી સાયબી "તું" નખરાળી..!!
દુનિયાના બંધનમાં "હું" શું પામું..!?
મારી દુનિયા તારા આલિંગનમા સમાણી,
હું જાણું મારી સાયબી "તું" નખરાળી..!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...