આજે પણ યાદ છે..!!
આજે પણ યાદ છે..! એ તારી
વિહ્વળ આંખો બારણે ટકેલી,
પ્રેમનાં નવા નવા ઉન્માદમાં
એ લાગણીઓ મારામાં ભળેલી..!!
આજે પણ યાદ છે..! એ તારી
યાદો બારણેથી મારામાં જડેલી,
સપના પુરા કરવાનાં ઓરતામાં
આપણી નજર કેવી ટકરાયેલી..!!
આજે પણ યાદ છે..! એ તારી
આપણા સ્નેહની વાતો કરેલી,
જીવનના આ સુખ પટલમાં
તારી મુલાકાતો મારી બનેલી..!!
આજે પણ યાદ છે..! એ તારી
ચિંતાતુર નજર બારણેથી પડેલી,
શહેર મને બોલાવતું હતું ત્યારે
તારી આંખો બીકથી હતી ડરેલી..!!
આજે પણ યાદ છે..! એ આખરી
મુલાકાતમાં તું કેવી રડેલી,
તોય મારા પ્રેમના ભરોસે
તું દુનિયા સામે કેવી લડેલી..!!
આજે પણ યાદ છે..!! આખરે
આપણા પ્રેમની જીત થયેલી,
મારા ઘરનાં બારણામાં રૂમઝૂમ
પગલે આવી તું જીવનમાં વસેલી..!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...