પર્સનલ લાઇફમાં જરાક ઉંડેથી જોશો તો બે વાત ઊડીને આંખે વળગશે : એક , દુઘેથી ઘોયેલું કોઈ નથી અને.
બે , છીંડે ચડયો તે ચોર . એમની વાત તો ખુલ્લી પડી ગઈ. તમારી કે બીજાની વાતો ખુલ્લી નથી એટલે તમે શાહુકાર ગણાય રહયા છો. અને એ ચોર . અને ક્યારેક તો એમણે પોતે જ સામે ચાલીને તમને પોતાનાં સ્ખલનોની , પોતાની ચોરીઓની વાત કરી હશે . તમારા પાર વિશ્વાસ રાખીને , પોતાનું મન મોકળું કરવા . હવે જો તમે આ સામે ચાલીને કહેવાયેલી વાત બદલે એ વ્યક્તિને દોષિત ગણશો તો એણે તમારા પર મુકેલા ભરોસાનો તમે વિશ્વાસઘાત થયો ગણાશે.....chirag.