અચાનક શબ્દ સ્તબ્ધ થયા,
અલ્પવિરામ પુર્ણવિરામ બન્યું,
અવિરત વહેતું ઝરણું અટક્યું,
સૂર્યાસ્ત થતા અજવાળું છૂટ્યું,
સમયનું ચક્ર એકાએક અટક્યું,
સુંદર ખીલેલું ફૂલ ડાળીએથી ખર્યું,
અનેક નિરાશામાં મન અટક્યું...
ત્યાં જ સ્મરણ કૃષ્ણનામનું થયું
રૂંધાયેલ શબ્દને પણ વાચા મળી,
એક અંત બાદ નવી શરૂઆત મળી,
ખળખળતી નદીને નવી રાહ મળી,
સૂર્યોદય સંગ ઉજાસની રોશની મળી,
અટકેલ સમયને નવી ગતિ મળી,
બંજર ભૂમિમાં ઊગતી નવી કુંપળ મળી,
આશમાં ફરી નવી જીવંતતા મળી.
- ફાલ્ગુની દોસ્ત
જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻