કાગળના કોરા મેદાન પર,
જ્યારે લાગણીઓ યુદ્ધ કરવા ઊતરે છે,
ત્યારે કોઈ છંદની શિસ્ત નથી હોતી,
કે નથી હોતી પ્રાસની કોઈ પરવા.
કવિતા એટલે...
માત્ર સજાવેલા શબ્દોનું સરઘસ નહીં,
પણ ભીતરમાં ચાલતા
અસંખ્ય અવાજોનું એક લયબદ્ધ ગુંજન.
ક્યારેક એ ઝરણાંની જેમ ખળખળ વહે,
તો ક્યારેક પથ્થરની જેમ સ્થિર થઈ જાય.
કલમ તો બસ એક માધ્યમ છે,
ટેરવાં અને કાગળ વચ્ચેના સેતુનું.
સાચું કાવ્ય તો ત્યારે રચાય છે,
જ્યારે ગળામાં અટકેલો ડૂમો,
શાહી બનીને કાગળ પર વિસ્તરે,
અને વાંચનારને સંભળાય...
શબ્દોની પેલે પારનું,
"સ્વયમ’ભુ’"એક અદ્રશ્ય ગુંજન!
–અશ્વિન રાઠોડ"સ્વયમ’ભુ’"