શીર્ષક: ખાંભીયું બોલે ખમીરની
(દુહો)
ધડ ધીંગાણે જેના ઢળ્યા, ને માથા મેલ્યા મોળ,
ઈ તો લોહીથી લખી ગયો, શૌર્ય તણી સાચી ઓળ.
(કવિતા)
કે હાકલ પડી સે સીમાડે, ને રૂંવાડે પ્રગટ્યું શૌર્ય,
માં ભોમકા સાદ પાડે, ત્યાં કોણ જુવે છે દોર?
ઘર-બાર ને માયા મેલી, બાંધ્યા માથે કફન,
આ તો મરદ મુછાળાની જાત, જેને વ્હાલું ભારત વતન...
સામી છાતીએ ઘા ઝીલવા, જરાય કંપે નહીં કાય,
ધગધગતી ગોળીયું વરસે, તોય ડગલું પાછું ન ભરાય.
સાવજ જેવી ત્રાડ નાખી, રણ મેદાને ઘૂમતો,
લોહીની ધારાયું છૂટે તોય, 'જય હિન્દ' બોલી ઝૂમતો...
પોતાના શ્વાસની આહુતિ દઈ, ઈ તો અમર રાખી ગયો શાન,
ભૂખ-તરસ ને ઊંઘ વેચીને, રાખ્યું ધરતીનું માન.
સીમાડે જેની રાખ ઊડે, એમાં કેસરિયો છે રંગ,
દુશ્મનને તો ધ્રુજાવી દે, એવો વીરોનો છે જંગ...
તારા લોહીના ટીપે ટીપે, આ આઝાદી છે આબાદ,
યુગો સુધી ગુંજતો રે’શે, તારો આ અમર સિંહનાદ.
ધન્ય ધરા ને ધન્ય જનેતા, જણ્યા આવા જોધ,
ઇતિહાસના પાને કોતરાયેલી રહેશે, "સ્વયમ’ભુ" તારી શહાદતની શોધ...
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"