થાકી છે રાત પણ થઈ ગઈ છે ભોર,
હવે વિસામાનો સમય નથી હાથમાં.
થાક્યા હાથ પાડી પરસેવો પરિશ્રમનો,
હજુ વધારે ઘૂંટવાનો દમ નથી જાતમાં.
એથીયે પામી જવાય છે શાતા થોડી.
બોલે પાસે આવી ધીમેથી કો' કાનમાં.
રચ્યા તો હોવા જોઈ મહેનતાણા ફળ.
તેથી ચાલ્યા કરીયે છીએ એક વાટમાં.
રાહ ખાલી એટલી જોવા છે આર.ડી.
મળવાની વાર છે, જે આવ્યું નથી હાથમાં.
:|:|:|: