The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બસ એક બીજી વાત કહી દવ.. મારા નામે કંકોત્રી લખે તો મારું નામ ન લખતી.. બસ ખાલી જગ્યા છોડી દે જે... મારા સરનામે પોહચી જશે.. આમ પણ તારા ગયા પછી.. હું એક ખાલી જગ્યા બની ગયો છે.. અથવા માં પૂછાયેલ.. @ઉમેશ..
છલોછલ લાગણીઓમાં ડુબીને મર્યો છું.. એમ નથી કે ફક્ત હું ખાલી ખાલી મર્યો છું.. જીવાય ગયું આખું જીવન ભૂલથી અમસ્થા જ.. બાકી નાવ માં તો ફક્ત ખાલી ખાલી જ તર્યો છું.. લાગી આવ્યું માઠું આજે હવાને પૂછી જો ખબર રોજ સ્પર્શ કરે છે તને છતાં હજી સુધી જીવ્યો છું.. અને જો આવે મારી યાદ તો કરી લેજે યાદ.. બાકી હું તો સઘળું જીવન તારામાં સર્યો છું.. વેદનાનો કાઢ્યો છે આજે વરઘોડો તું આવી જા !! આજે અવસર સારો મળ્યો છે. આવીને ઉભી છે અંતિમ ક્ષણ બારણે "આભાસ.." આ ક્ષણે પણ તારો જ પ્રસંગ નડ્યો છે.... @ઉમેશ
મોરની.. શુ કહી ને તને સંબોધુ? નથી તને હું મારી પ્રિયતમા કહી શકતો કે નથી કહી શકતો "તું". પણ છતાં કેમ મને તારી જ યાદોમાં તરબતર રહેવાની આદત પડી ગઈ છે! શું હશે એ એહસાસ મને ખબર નથી જે મને તારી આટલો તારી નિકટ લાવે છે,અને હું જાણવા પણ નથી માંગતો. પણ તારા હોઠો માંથી નીકળતો એક એક શ્વર મને આ એક જ જિંદગી વારંવાર જીવવા માટે પ્રેરે છે. બની શકે તને મારી આ વાતો ફકત એક આવેગ કે આવેશમાં લખાયેલ લાગે,પણ ખરેખર મારી આ વાતો મારી રોમ રોમ માંથી નિચોડેલ તારા પ્રેમનો રંગ છે.મારા મનમાં હંમેશા પ્રશ્ન થતો હતો કે શું ખરેખર પુન:ર્જન્મની જેમ પુન:પ્રેમ પણ થતો હશે? જોકે મને આ સવાલનો જવાબ તારા માં મળ્યો છે. ક્યારેક તારો ફોટો જોવું છે તો સ્વર્ગની કલ્પના થાય છે. સાચું કહું ને તો કદાચ સ્વર્ગ મળવું સહેલું હશે,પણ તારી સાથે જીવવું કદાચ વિચારોમાં જ શક્ય છે. હું જોકે આમ તો ઘણી બધી બાબતોમાં સ્વાર્થી છું. હું મારી લાગણી હોય કે વસ્તુ હું વહેંચવા માં ખૂબ ખચકાવ છું. હું ખૂબ આત્મમુગ્ધ વ્યક્તિ છું જેને કદાચ પોતાનાથી વધારે વહાલું કોઈ નહીં હોય. પણ એ સત્ય પણ તને મળ્યા બાદ વેરવિખેર થઈ ગયું છે. આ વિચારી ને ખરેખર તારી ઓર ખૂબ ગુસ્સો આવે છે,પણ તારા મોતી રૂપી મેસેજ કે તારા મોકલાવેલ ફોટા જોઈ ને એ બધો ગુસ્સો ક્યાંક ખોવાય જાય છે. ક્યારેક તો એવું થાય છે કે તને તારી જોડે આવીને તારી એક એક ક્ષણને મારા પ્રેમ થી ભરી દવ. પણ બીજી જ ક્ષણે વિચાર આવે છે કે કદાચ તને સ્પર્શ થી કદાચ તારી પવિત્રતા કે માત્યતા અભડાય જાય તો? પણ એ વાત પણ હું કબુલું છું કે મારા જીવ ની મુક્તિ માટે તારો સ્પર્શ પણ ખૂબ જરૂરી છે. તું કદાચ આવી બધી વાતોને મારું પાગલપન કહીશ પણ પ્રેમમાં તો આવું પાગલપન જ પ્રેમને જીવંત રાખે છે. જોકે તારી બાબતે હવે હું થોડો સ્વાર્થી થવા લાગ્યો છું. એને મને એ સ્વાભાવિક પણ લાગે છે. પ્રેમની લાગણીઓ માં હું તને ફક્ત મારી કક્ષાઓ સુધી જ કલ્પી શકું છું. અને આવો થોડો ઘણો સ્વાર્થ પ્રેમમાં તો યોગ્ય જ ગણાય.મને તારી દરેક વાત માં સપના દેખાય છે. હું એ વાયદો નહિ કરું કે હું તને અંતિમ શ્વાસ સુધી પ્રેમ કરીશ..કેમ કે હું નસીબ અને ભવિષ્ય માં નથી માનતો..પણ એટલું જરૂર કહીશ કે મારી ક્ષણ-ક્ષણ માં ફક્ત તારો જ વાસ હશે.સાચું કહું તો હું પ્રેમને ક્યારેય જીવનસત્ય તરીકે સ્વીકાર્યું જ નથી. હું ક્યારે કોઈની પણ સામે નસીબ કે સંજોગની વાત પણ નથી કરી. પણ જ્યારથી તારી સાથે સબંધ બંધાયો છું મને નસીબ જેવું કાંઈક લાગવા લાગ્યું છે. હું એ માનવા લાગ્યો છું કે હા પ્રેમની સંવેદના પ્રત્યક્ષ પ્રાપ્તિ સિવાય પણ સંવેદે છે. હું એ માનું છું કે તારી અને મારી વચ્ચે જે દીવાલ છે એને કદાચ કુદરત પણ ન મિટાવી શકે. કેમ કે એ પણ મનુષ્યો માં વહેંચાય ગયો છે. પણ તું નિશ્ચિન્ત રહેશે મારા પ્રેમના વિકાસ હું ફક્ત તારી એજ ક્ષણોનો ઉપયોગ કરીશ જેનું તારી અસલ જિંદગી સાથે કોઈ લેવા-દેવા નહીં હોય. હું ફક્ત તારા એવા પ્રેમની કલ્પના કરું છું જે ફક્ત કલ્પનામાં જ હોય. હું નથી ઇચ્છતો કે હું એને વાસ્તવિકતામાં લાવી પ્રેમના આવેગને નષ્ટ કરું.
દુનિયા ના સૌથી શ્રેષ્ઠ સબંધો એ છે...જે સરળતા થી તૂટી શકતા હોય... #મોરની ..
થઈ હશે તારી પણ આખો ભીની તું આમ તું દેખાવ ન કર.. નથી જો પ્રેમ તો કર સાબિત તું આમ વગર કહ્યે ઇજહાર ન કર.. કરીને આખો ભીની તું આમ ન જા... તહોમત ન કર ફક્ત મારા પ્રલય ને સખી... એશના તો તને પણ હતા...આમ હવે તું ઇનકાર ન કર... થઈ હશે તારી પણ આખો ભીની તું આમ તું દેખાવ ન કર લાગણી કેરી ફૂટી હતી કૂંપળો ત્યાં ખીલ્યા છે હવે ઝાંખરા... તું પણ આવી હતી ત્યાં પા'વા પાણી મને...હવે આમ અસ્વીકાર ન કર થઈ હશે તારી પણ આખો ભીની તું આમ તું દેખાવ ન કર... સમજાવું છું હૃદયને કે બસ હવે ક્યાં સુધી શાંત રહીશ.... એ ગયા હવે તો એક જોરદાર ધબકારો આપ...તું પણ આવો મને નેધાર ન કર.... થઈ હશે તારી પણ આખો ભીની આમ તું દેખાવ ન કર... ચાલ હવે થોડું પાછું કરવું છે રેશમી સાહસ...સખી... તું હવે ચાલી જા...આમ તારો અધિકાર ન કર... થઈ હશે તારી પણ આખો ભીની આમ તું દેખાવ ન કર... @ઉમેશ
મારી વેદનાઓ તો અમર જ હતી... તું આવી ને બસ એને વિધવા કરી ગઈ.. @ઉમેશ
સાંજ પડી અને તામરી યાદ આવી!!!! બીજો એ પણ વિચાર આવ્યો કે.. એમને પણ સાંજ પડી હશે ખરી? ખરેખર આ સાંજ કોઈ અલગ જ નશો લઈ ને આવે છે ..આમ જોવા જઈએ તો આ પણ એ ક્ષણભંગુર ક્ષણો જ છે જે હંમેશા વીતી જ જાય છે. કયારેય સાથે નથી રહેતી....આમ પણ ક્ષણો ક્યાં મુઠ્ઠી માં પકડાય જ છે. એતો મુઠ્ઠી વાળો ને છટકી જાય. તારું પણ ક્યાંક એવુ જ છે!!!! સાંજ! આમ તો દિવસની અંતિમ ક્ષણો છતાં એ જ એવી ક્ષણો છે જેમાં માળાઓને એમના પક્ષીઓની પાછા આવવાની આશા હોય છે. રાત્રે પથરીમાં જાગતી આંખોએ જોયેલા સપના પુરા કરવા આખો દિવસ જે આખો બેચેન રહે છે એ જ આખો બીડાવવા માટે તત્પર હોઈ છે. પણ એ જ આખો પાછી નવા સપના જોવા લાગે છે અને બેચેન રહે છે. મને સાંજ પહેલેથી બહુ જ આકર્ષે છે. એક મૃગજળની જેમ. જેને પામવા ગમે તેટલા પ્રયત્નો કરો પણ સ્પર્શો તો સમજાય કે આ તો ખાલી આભાસ હતો. 'તારી....જેમ....' છતાં પણ એક વાત કહું!!! જ્યારે પણ મને જોવાની ઈચ્છા થાય ને ત્યારે મને એ પાછા ફરતા પક્ષીઓની પાંખો ની આતુરતામાં જોજો. હું હોઈશ જ ત્યાં. એક થાકેલો પણ પાછો ફરવા આતુર!!! એ સાંજની વાદળીઓમાં જોજો જે વિવિધ આકાર બનાવીને ચાંદ ને આકર્ષે છે. એ બીડાયેલા પુષ્પોમાં જોજો જે કદાચ આ દુનિયાની વાહિયાત માન્યતાનો ભોગ ન બન્યા હોઈ ભલે એ નું જીવન આમ તો ટૂંકું હોઈ છે પણ હર પળ માં એ બીજાને સુવાસિત કરે. હું ત્યાં જ હોઈશ.... પણ................!!!! હવે એ સાંજ એટલી ખુબસુરત નથી રહી. એ સાંજ મને હવે કોઈ જ સપના નથી બતાવતી. મારી અધૂરપ ને વધારે છે એ સાંજ. મન પાછું જાને કોઈ તારી યાદોમાં નૌકાવીહાર કરવા જતું હોય તેમ લાગે છે અને જે હું હવે નથી ઈચ્છતો. તેથી હવે હું સાંજને નથી જોતો. દરેક સાંજનો એ સૂર્યાસ્થ જાને કાંઈક અધૂરું છોડીને જતો હોય તેમ લાગે છે. મારી ડાયરીમાં લખાયેલ તને સંબોધેલ અધૂરા શબ્દની જેમ!! જેછે તો અનંત પણ છતાં અધુરો....કેમ આ સાંજ પડતા જ વિરહ વિકરાળ સ્વરૂપ લઈ લે છે. હૃદય જાને ધબકારા ચુકી જયું હોઈ તેમ લાગે છે. જેમ જેમ સુરજ પોતાનું અસ્તિત્વ ઓઝલ કરતો જાય છે તેમ તેમ મન ખૂબ વિચલિત થાય છે...એક અનામી લાગણીઓ અને સ્નેહ ને વશ થઈ ને. આ શબ્દો આમ તો તારા સુધી કદી પોહચ્યા જ નથી...અને કદી પોહચે પણ નહીં.આમ પણ મારા શબ્દો તારા સુધી ક્યાં પોહચ્યા જ છે...એક અજાણ્યા ની જેમ શરીરને અથડાઈને પાછા ફર્યા છે અને મૃત્યુ પામ્યા છે. આ શબ્દો ભલે તારા માટે ક્ષણભંગુર હોઈ પણ મારા માટે તને સંબોધીને લખાયેલ દરેક શબ્દો અમરત્વ પામેલ છે. રજનીશ કેહતા કે પ્રેમ સામાન્ય લોકો ન જ કરી શકે.... પ્રેમ કરવા માટે પાગલ થવું પડે છે...અને આજે એ પાગલ કહીને પ્રેમ ને તરછોડે છે...કેટલા સમજદાર લોકો છે ને!!!!!! આધુનિક મનુષ્ય કદાચ એટલે જ પ્રેમથી વંચિત રહી ગયો છે...જે પ્રેમમાં પોતાનું અસ્તિત્વ શોધે છે એ શોધતો જ રહી જાય છે અને જે પ્રેમમાં પોતાનું અસ્તિત્વ ને ઓગળી દે છે...એ જ પ્રેમને ઉપલબ્ધ થાય છે. પ્રેકટીકલ લોકો પ્રેમની વાતો કરે છે, શિખામણો આપે છે અને નવલકથાઓ લખે છે અને વેપાર કરે છે અને પોતે ખુદ પ્રેમથી વંચિત રહી જાય છે. @અમીન ઉમેશ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser