Quotes by Kirtipalsinh Gohil in Bitesapp read free

Kirtipalsinh Gohil

Kirtipalsinh Gohil Matrubharti Verified

@thekirtipalsinhgohil
(142)

દુશ્મન બોલ્યો કે ભાગ અહીંથી, નહિતર જન્મ કરશે પ્રશ્ન તારાથી,
દુશ્મન બોલ્યો કે ભાગ અહીંથી, નહિતર જન્મ કરશે પ્રશ્ન તારાથી,
પૂછશે તને તું છે શું આનાથી,
ચલ ભાગ અહીંથી.

થયો છે તું અનાથ બધાથી,
પડ ઘૂંટણિયે આગળ મારાથી,
માંગ ભિક્ષા તો દઈશ દયાથી,
પણ કહે છે દુશ્મન હવે ન આગળ વધ અહીંથી,
ફરી બોલ્યો ભાગ અહીંથી.

થર થર ધ્રુજતી ધરા નીચેની,
કાંપે હૈયું ધબકારા વગરથી,
દુશ્મન બોલ્યો ભાગ અહીંથી.

હવે તો છે લડાઈ આર યા પારની,
જીવથી વધારે આબરૂ છે માનની,
એમ તો હું હારીશ નહિ આનાથી,
હું તો નહિ ભાગવાનો અહીંથી,
દુશ્મન તોય રાડે ભાગ અહીંથી.

છેલ્લો અવસર આપુ છું દયાથી,
નહિતર વેળા જશે જીવવાની હવેથી,
છેલ્લીવાર કહું છું ભાગ અહીંથી.

ત્યાંજ પડ્યો ખભા પર હાથ ક્યાંકથી,
કહે નથી એકલો જરા જો આ બાજુથી,
લે આ તો મારા યાર ઊભા છે દહાડ લગાવી,
બોલ્યા ન કર ચિંતા જીવ ગુમાવવાની,
સમર્થતા છે અમારામાં યમરાજને પણ રોકવાની.

જોઈ યારો ને આવી હિમ્મત પર્વત ઉઠાવવાની,
એય દુશ્મન કહું છું હવે તું ભાગ અહીંથી,
હું નથી ડરતો હવે તારાથી. બોલ તો હવે જરા ભાગ અહીંથી.

Read More

લાલચ, ઈર્ષ્યા, દ્વેષ અને નફરતભરી આ દુનિયામાં તું મગજ શાંત રાખજે,
સાંભળ ઓય...
તું જરા તારું ધ્યાન રાખજે.
😍

-Kirtipalsinh Gohil

Read More

हमारे कार्य से हमें पारितोष मिलता है और कर्म से परिणाम।

એય મનુષ્ય,
દુનિયામાં ભલે ને તારુ નામ ન હોય,
પણ તારી પાસે તો તારુ નામ છે ને.

કામને કર્મ અને કર્મને કામ સમજનાર એય મનુષ્ય,
દુનિયાને ભલેને તારુ કામ ન હોય,
પણ તારી પાસે તો તારા કર્મ છે ને.

નિયમો અને ઉપનિયમોનાં સિધ્ધાંત જાણકાર એય મનુષ્ય,
દુનિયા ભલે ને સીધી ન ચાલે,
પણ તારી પાસે તો તારા સિદ્ધાંતોની ચાલ છે ને.

પૈસો જ પરમેશ્વર જપતો એય મનુષ્ય,
દુનિયા પાસે ભલે ને અઢળક લક્ષ્મી હાથમાં હોય,
પણ તારા મુખમાં તો સરસ્વતી છે ને.

કાળચક્રની બડાઈ મારતા એય મનુષ્ય,
દુનિયાને ભલે ને ઘણા યુગો વીતી ગયા હોય,
પણ તારો હાલ નો યુગ તો તારી પાસે છે ને.

હું તારો ને તું મારી ગુંગુનાવતો એય મનુષ્ય,
દુનિયા પાસે ભલે ને રાજકુમારીઓની કમી ન હોય,
તારી પાસે તો તારા સ્વપ્નની રાણી છે ને.

અધ્યાયોની મજા લેનાર એય મનુષ્ય,
દુનિયા પાસે ભલે ને કથાઓની ભરમાર હોય,
તારી પાસે તો તારી પોતાની ગાથા છે ને.

Read More

પૈસો
ઠેર ઠેર પૈસો જ પૈસો,
પહેલી નજરે પડતો પૈસો,
ડગલે ડગલે ચાલતો પૈસો,
ચારેકોર હાહાકાર પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો...

સુખમાં પૈસો,
દુઃખમાં પૈસો,
જીવનનો આધાર પૈસો,
સૃષ્ટિનો નિરાધાર પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો...

શિક્ષામાં ભણાતો પૈસો,
સજામાં સંભળાય પૈસો,
શિખામણમાં સમાતો પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો...

હવામાં પૈસો,
ધરતીમાં પૈસો,
જીવનની જાણે હવે વ્યાખ્યા જ પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો...

મજબૂરીમાં રડતો પૈસો,
મનોરંજનમાં નાચતો પૈસો,
માણસાઈની બલિહારી પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો...

પહેલા બનાવ્યો માણસે પૈસો,
હવે વારો બનવાનો માણસનો પૈસો,
હાય રે પૈસો હોય રે પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો.

Read More

લગભગ એક વર્ષ વીતી ગયું પરત ફરવામાં. પરંતુ વાર્તાઓનો રોમાંચ દૂર નથી થયો. જલદી આવી રહી છે ફરીથી નવી અનેરી વાર્તાઓ. તૈયાર રહેજો. પસંદ પડે તો હંમેશની જેમ તમારા સુંદર અને સચોટ અભિપ્રાયો આપજો.
આભાર.
🙏🏻

Read More

જીવનમાં બે માર્ગ હંમેશા મળશે. કયો વિકલ્પ પસંદ કરીએ તે આપણા પર છે.
કાં તો લોકોની બનાવેલી દુનિયામાં રહો,
કાં તો પોતાની દુનિયા જાતે બનાવો.

Read More

मत कर व्यर्थ अपने क़ीमती शब्दों को उनके सामने जिन्हें उनकी कदर नहीं,
मत कर व्यर्थ अपने क़ीमती शब्दों को उनके सामने जिन्हें उनकी कदर नहीं,
ज़माने के साथ चलना जरूरी नहीं यदि वो तेरा हमदर्द नहीं।

-Kirtipalsinh Gohil

Read More

જો દુનિયામાં કોઈ સૌથી શ્રેષ્ઠ સગો અને તીખો દુશ્મન હોય તો તે છે: દર્પણ.
તમે કેવા મિત્ર છો,
તમે કેવા પુત્ર/પુત્રી છો,
તમે કેવા પતિ/પત્ની છો,
તમે કેવા માતા/પિતા છો,
અને
છેલ્લે
તમે કેવા મનુષ્ય છો એ તમામ આ દર્પણ નિષ્પક્ષ જવાબ દઈ દેશે.

ક્યારેક સમય કાઢીને દર્પણ સામે મીઠું જૂઠ અને કડવું સત્ય જાણવાની તસદી તો લેજો.

Read More

सवेरे सवेरे दिमाग फ्रेश करते यूं,
कुछ सोचा
चलो कुछ लिखते है यूं।
🌻☺️

सुबह को पहली किरण होती कुछ यूं,
मोबाइल हाथ में लेते यूं,
मेसेज के बिना हाल चाल न चलता यूं,
फिर बचपन की याद इतनी सताए क्यूं?

कॉलेज की एक किताब लेकर निकलते यूं,
स्टाइल, फैशन और स्वैग का ठाठ लेकर चलते यूं,
फिर बचपन की याद इतनी सताए क्यूं?

बेस्टिस, लव और जवानी का तड़का हररोज होता यूं,
फिर बचपन की याद इतनी सताए क्यूं?

सुबह सुबह क्लास में गानों से गूंजते लब यूं,
फिर बचपन की याद इतनी सताए क्यूं?

वादों से भरे नगमे और प्यार से भरे लम्हें होते यूं,
फिर बचपन की याद इतनी सताए क्यूं?

जवानी और जिम्मेदारी की तथाकथित राहों में खोए कुछ यूं,
फिर बचपन की याद इतनी सताए क्यूं?

ब्रेकअप्स, पैचअप, यारी, दोस्ती में होते मशगूल यूं,
फिर बचपन की याद इतनी सताए क्यूं?

वक्त बदला, वक्त ने बदला,
दुनिया देखने निकले कदम ठोकर खाकर संभले यूं,
वो याद, वो यारी,
वो पल, वो संस्मरण,
वो माँ का दुलार, वो पिता की फटकार,
वो भोलेपन का विश्वास, वो बचपन का प्यार,
वो शिक्षक की शिक्षा, वो क्लास की महत्ता,
प्रार्थना की शांति, वो बड़ी सी स्कुलबेग हमारी,
वो दोस्ती का प्यार, वो एक दूसरे का साथ,
वो वादा जो जिंदगीभर निभाना,
वो खुशी के आंसू, वो बिछड़ने के आंसू,
जाना जिंदगी का वास्तविक रूप यूं,
देर हो गई सा अहसास हररोज यूं,
शायद इसीलिए
बचपन की याद इतनी सताए यूं।

- Kirtipalsinh Gohil

Read More