એય મનુષ્ય,
દુનિયામાં ભલે ને તારુ નામ ન હોય,
પણ તારી પાસે તો તારુ નામ છે ને.
કામને કર્મ અને કર્મને કામ સમજનાર એય મનુષ્ય,
દુનિયાને ભલેને તારુ કામ ન હોય,
પણ તારી પાસે તો તારા કર્મ છે ને.
નિયમો અને ઉપનિયમોનાં સિધ્ધાંત જાણકાર એય મનુષ્ય,
દુનિયા ભલે ને સીધી ન ચાલે,
પણ તારી પાસે તો તારા સિદ્ધાંતોની ચાલ છે ને.
પૈસો જ પરમેશ્વર જપતો એય મનુષ્ય,
દુનિયા પાસે ભલે ને અઢળક લક્ષ્મી હાથમાં હોય,
પણ તારા મુખમાં તો સરસ્વતી છે ને.
કાળચક્રની બડાઈ મારતા એય મનુષ્ય,
દુનિયાને ભલે ને ઘણા યુગો વીતી ગયા હોય,
પણ તારો હાલ નો યુગ તો તારી પાસે છે ને.
હું તારો ને તું મારી ગુંગુનાવતો એય મનુષ્ય,
દુનિયા પાસે ભલે ને રાજકુમારીઓની કમી ન હોય,
તારી પાસે તો તારા સ્વપ્નની રાણી છે ને.
અધ્યાયોની મજા લેનાર એય મનુષ્ય,
દુનિયા પાસે ભલે ને કથાઓની ભરમાર હોય,
તારી પાસે તો તારી પોતાની ગાથા છે ને.