The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ગઝલ / લાગે છે. સ્મિતનો આફતાબ લાગે છે, રાત પણ લાજવાબ લાગે છે. પ્લાસ્ટિકમાં ભરો ન પાંણીને, પોલીસોને શરાબ લાગે છે. તેં સજાવ્યા છે જે કબાટોમાં, મારા પગમાં ખિતાબ લાગે છે. કંઈ કરે છે ને કાંઈ બોલે છે, એની આદત નકાબ લાગે છે. એક બે દિનની દોસ્ત એકલતા, આદમીને અઝાબ લાગે છે. તારી ભક્તિમાં દમ નથી 'સિદ્દીક', કાંઇ ખોટો હિસાબ લાગે છે. સિદ્દીકભરૂચી. .
તમામ સુજ્ઞ,પ્રિય શુભેચ્છકોને દિવાળીની હાર્દિક હાર્દિક અઢળક શુભેચ્છાઓ. સિદ્દીકભરૂચી
ગઝલ / ડરીને નીકળી રહ્યા છે પગલા, ઘરથી ડરી ડરીને, માનવ જીવી રહ્યો છે જાંણે મરી મરીને. આંખો મળી ગઈ છે , નિંદર ઊડી ગઈ છે, ઈચ્છાનો અંત આવ્યો, તારા ગણી ગણીને. રસ્તો જડી ન શક્યો, રાતોમાં માનવીને, માણસગીરીના નામે પુસ્તક લખી લખીને. આવ્યો'તો રાઈ જેવો અપરાધ જીંદગીમાં, મોટો અમે જ કર્યો , એને હસી હસીને. સોડાની બોટલો શા , મળ્યા'તા કામ કરવા, ઊંઘી ગયા પછી તો , ચર્ચા કરી કરીને. સિદ્દીકભરૂચી
ગઝલ/જશે ફૂલશે ફૂગ્ગો , પછી ફૂટી જશે, આદમી છે શબ્દથી તૂટી જશે. સાત સાગર પાર કરશે પણ કદી, જ્યાં કિનારો આવતાં ડૂબી જશે. ચાહશે તો " પ્રેમથી" હારી જઈશ, દોસ્ત, મુજને એમ તુ જીતી જશે. ખુરશીઓ એવું કહે છે પ્રશ્નને, આપશો લાલચ તો એ ઊંઘી જશે. આંધીઓ એક વય સુધી હંફાવશે, કાલ એનો પણ નશો ઉતરી જશે. શોશયલ મિડીયાનું ભૂખ્યું પેટ છે, વાઇરલ થઇ ને ખબર આવી જશે. આજ જે નકશો જુએ છે ગામનો, કાલ સીકલ જોઈને થ્રીજી જશે. દાસ "સિદ્દીક" તુ પ્રસિદ્ધિનો નથી, જે તને ભણશે તરત જાંણી જશે. સિદ્દીકભરૂચી.
ગઝલ / સનમ દિવસ છે , ન તારા બતાવો સનમ, આ ઓળખ તમારી ન આપો સનમ, સફરનું ઈંધણ ક્યાંક ખૂટી પડે, અમારી ગઝલ સાથ રાખો સનમ. મુલાયમ તબિયતની સડકો થઈ, તમે ચાલશો તો ઘવાશો સનમ. વિષય, પાત્ર, ઘટના અને છંદ લય, તમારા જ ઘર છે પધારો સનમ. ખુલીને પ્રણય કરતા,મળતા હતા, ગયા ક્યાં જમાના વિચારો સનમ. મને ચીતરે છે , ફકત મિત્રતા, તમે જેમ ચાહો ઉછાળો સનમ. ઘરે ખાલીપાની વસે છે નીશા, નવી રોશની લઈને આવો સનમ. ગઝલમાં બનાવી છે મેં નાયિકા, નિમંત્રણ સદાનું સ્વિકારો સનમ. સિદ્દીકભરૂચી.
ગઝલ/શક્તા નથી દિલને એ રોકી /લખી શકતા નથી, લાઇકથી આગળ વધી શકતા નથી. વાડનો સંબંધ રાખે છે ફૂલો, એવા ભવસાગર તરી શકતા નથી. હા,અમે એ વ્રુક્ષના પર્ણો છીએં, એ જગા પાછા ઊગી શકતા નથી. શીસ્તથી હર એકને મળ્યા અમે, એ અમારાથી મળી શકતા નથી. કાપનારા પાંખ કાપીને કહે, "લાભ આપો" જે ઉડી શકતા નથી. લાખ માનો કે " સિતારાઓ" નથી, પણ પ્રદાનોથી મરી શકતા નથી. સિદ્દીકભરૂચી.
ગઝલ / સિદ્દીકભરૂચી. નજરમાં લઇ પળોને કેદ કરજે, 'હતા' ને 'છે'ની વચ્ચે ભેદ કરજે. કહ્યું, જાણે હશે વરસાદને -કે, સખત ખાડા કરીને ખેદ કરજે. તને આ કોંણ સારા બોધ શીખવે?, નીકળતા ચાંદથી મતભેદ કરજે. મહોબ્બતમાં ઘરોની સંમતિ લે, નહિતર ઈશ્કનો સંવેદ કરજે. કહે છે કોંણ આ" સિદ્દીક"નગરમાં? મળે બે મિત્ર ત્યાં વિચ્છેદ કરજે. સંવેદ-અનુભવ
ગઝલ / જાય છે. રાત તો શું દિનમાં છોલી જાય છે, માનવી માનવને તોલી જાય છે. હું તને સાચો ગણી શકતો નથી, તું કળાથી જૂઠ બોલી જાય છે. આ ધવલ,લીલા કે ભગવા રક્તકણ, ચેક કરતા , ભેદ ખોલી જાય છે. આજ ઘરની વાત પાદરમાં મળી, કોણ શેરી માંથી 'ઢોલી' જાય છે? આખુ ફળિયું બ્હાર આવી જાય છે, રોડ પર એક નાર ભોલી જાય છે. દાન ઈશ્વરને નથી જે આપતા, પક્ષીઓ ખેતરને ફોલી જાય છે. સિદ્દીકભરૂચી.
"ગઝલ", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
ગઝલ / હલાવીએં જો બોલવું ન હોય તો માથું હલાવીએં, કેમે કરીને આપણે ઉત્તર તો આપીએં. એ દુશ્મનોને દોસ્તોનું નામ આપવા, દિલને નહિં પણ ટેવથી માઠું લગાડીએં. સ્વાગત પછી નહિં રહે ફૂલોની કિંમતો, એક શે'રથી મ્હેમાનની કિર્તી વધારીએં. કઠપૂતળી સમાન અમે મીડીયા બની, શીખી લીધું સમાજમાં બસ જૂઠ બોલીએ. સામે મળીને દોસ્તો, શરમાવ્વું પડે, બે હાથ ના મળે તો હ્રદયને મીલાવીએં. બ્હેરા થયા છે કાન સિયાસતનીભીંતના, ધીમેથી ના સુણે તો જરા મોટે બોલીએ. મારાજ નામ જેવો વિચારે છે મુજ વિશે, પંખી વધુ ઉડે છે તો પર એના કાપીએં. સિદ્દીકભરૂચી.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser