Quotes by Shaimee oza Lafj in Bitesapp read free

Shaimee oza Lafj

Shaimee oza Lafj Matrubharti Verified

@shaimeeprajapati214542
(761)

પ્રાચીન ગરબાને સ્વ અવાજમાં ગાવાનો પ્રયાસ

epost thumb

ગૌરીવ્રત નિમિત્તે માતા પાર્વતીની ચરણ વંદના...
--------------------------------
જય મૈયા પાર્વતી,જય જગજનની ભક્તો કે સંકટ હરની હિમાવનરાજ ને દક્ષજી આપતા પિતા કહેવાતા,શંકર પાપા તમારા સ્વામી કહેવાતા,ગણેશજી કાર્તિકેયજી આપના લાડલા બાળકો કહેવાતા
પાપા શિવ શંકર ત્રણેય લોકના મહારાજા,જે શરણે પ્રેમથી શિશ ઝૂકાવે,
પાપા ભક્તો કાજે દોડી દોડી જાતા ભક્તો કાજે હળાહળ પાન કરી,
નિલકંઠની ઉપાધી પામી,આખુ જગત છે,આપની માયા,
ગૌરીવ્રત તમારા પ્રિય હોતાં,મોળાકત તરીકે ઓળખાતા,કન્યાઓ હોશે હોશે આપને પૂજતી.
કુંવારી કન્યા ઉપર ખમ્મા તમે કરતાં,મનગમતા ભરથારના વરદાન આપી અધુરા કોડ તમે પુરતા,જે કોઈ કન્યા આપને પૂજતી,લગ્નજીવનમાં ખુશીહાલી રહેતી,જય પાર્વતી જય મંગલકારીણી.
અનાથોની માડી માત્ર તુ એક આધાર,સીતા રુક્મિણીજીને જેવા ફળ્યા તેવા માડી સૌને ફળજો,સુહાગણ સ્ત્રીઓ ની સદા ચૂડી ખનકતી રાખજો,જય પાર્વતી જય જગતંબા તમે મહારાણી,
બ્રહ્મા વિષ્ણુ તમને પૂજતા,બ્રહ્મા તુ માં અંબા તુ મહાકાળી,તુંસરસ્વતી,તુ લક્ષ્મી,તું સંતોષી,તુ વૈષ્ણવી માતા ત્રિપુરા  સુંદરીથી આપ ઓળખાતા સંસારના સૌ જીવોમાં આપ વિચરતા,સુર્ય ચંદ્ર આપના આધિન છે.
ભક્તોના દુઃખ જોઇ વ્યાકુળ થઈજાતા,
ત્રણલોક આપના ગુણ ગાવે,હૈ અન્નપૂર્ણા,
હૈસિધ્ધિદાત્રી,જે સ્વરૂપે ભક્તો આપને પુકારે,તે સ્વરૂપે આપ દર્શન દેતી,નારદજી પાસે શિક્ષા લીધી,પાપા શંકરને પતિરૂપે પ્રાપ્ત કરવા,કઠીન તમે તપસ્યા કીધી,ઘાસ પાંદડા પર રહી તપ જો કીધાં તપ ફળરુપે પાપા શિવને
કંથરુપે પામ્યા,હૈ મહામાયા પાર્વતી રાણી તમે છો સૌની ભાગ્ય વિધાત્રી,જે કોઈ વિધિવત આપને પૂજતુ,રૂઠેલુ ભાગ્ય પળમાં સુધરતુ,આપના નામજાપથી પીડા ભાગે,
બ્રહ્માજી પણ આપને ઓળખવામાં રહ્યા કાચા 
મહિષાસુર હરનારીની જય જય,રક્તબીજના રક્તપાન કરનારી મહાકાળી સ્વરુપાની જય જય,શિવપ્રિયા તરીકે આપ  ઓળખાતા,આપને પિતાશ્રી પ્રેમીઓની પ્રેરણા છો,આપ છો દાતા આખુ જગત છે ભિખારી,અમે ગમે તેવા પણ આપના બાળકો,હૈ પ્યારી પાર્વતી માત ભવાની સદા આશીર્વાદ રાખજો જય જગતંબા પાર્વતી મહારાણી...

શૈમી ઓઝા "લફ્ઝ"
(યાદેવિશ્રર્વ ભુતેષુ પાર્વતી રુપેણ સંષિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ)

Read More

મોરી વિનંતી સુનો સંતોષી મહારાની....વિદાય કવિતા..

જય ગણેશ વિધ્નહર્તા,દેવોમાં પ્રથમ પૂજાતા
જય માં પાર્વતી સદાય ભક્તો ઉપર મમતા વર્ષાવતી,
જય શિવ શંકર દેવાધિ દેવ તમે સૌ ભક્તોને
સમાન નજરે જોઈ,ભેદભાવ ન કરતાં.

તુ ગણેશજી ભ્રાતાની લાડલી દિકરી
પાપા શંકરની તું છે પ્યારી,મૈયા પાર્વતીની
રાજદુલારી,તારી રિધ્ધિ સિધ્ધિ છે માત,
અમે તો ભૂલા પડ્યા...

ઓ મૈયા સંતોષી મૈયા જય જગજનની,
તારા નામ છે, હજાર અમે તો ભુલા પડ્યા.
ભુલચુક થઈ હોય તો ક્ષમા કરજો,
બેટી માની મારું વ્રત વધાવજો...
જય જગતંબા ઓ મહારાણી
આ જગત છે તારો દરબાર
અમે તો ભુલા પડ્યા...

તુ જગતંબા, તું માં પાર્વતી
તું લક્ષ્મી, તું સરસ્વતી,દ્રુષ્ટ સંહાર
હેતુ પ્રગટિ માં કાલી,મૈયા તારી છે નિરાલી.
જે સ્વરૂપે અમે ભજતાં,એ સ્વરૂપે દર્શન આપી
તમે અમને ધન્ય જો કરતાં,તુ હૈ જગત પાલનકર્તા,
તું પળભર માં માડી સંહાર કરતાં,
તમને ઓળખવામાં માં
અમે તો ભૂલા પડ્યા....

સોળ શુક્રવાર છે તને પ્યારા,
જો કોઈ ભક્ત સોળ શુક્રવારનો સંકલ્પ લેતા,
અટકાયેલા કામ પુરણ થાતાં,તુ તો છે માં
ભાગ્યવિધાતા,દુઃખનું દમન કરી સુખ સમૃદ્ધિ પ્રદાનકર્તા,
તુ તો ભક્તોની ખાલી ઝોળી ભરતી,શરણાગતને કદી નિરાશ ન કરતી,ત્રણેય લોકની તુ પુજ્ય ગણાતી,
અમે તો ભુલા પડ્યા માં તને ઓળખવામાં...

ગોળ ચણાના ભોગથી માતા પળમાં રિઝાતી,
જે ભક્તો પર તું હાથ રાખે તો એ ભક્તની
કદી હાની ન થાતી,સુર્ય ચંદ્રને તારા માં તેજ
પૂજ છે,જેમ સુહાગણ તારું વ્રત જો કરતી
સંતાન,સૌભાગ્યને સુહાગનુ સુખ પામતી,
જો કોઈ કન્યા શ્રદ્ધાભાવે તને પૂજે મનગમતો
ભરથાર જો પામે,તારા આશીર્વાદથી કદી
બેઉ પતિ પત્ની ક્યારેય જૂદા ન થાય,બેઉ વચ્ચે તું
પ્રેમની ગાંઠ જો બાંધતી,તુ ન હોય તો માડી
આ સર્વ સુખ છે અર્થહીન,જ્યારે સમય સાથ છોડે
ત્યારે આ સુખો પળમાં છીનવાય છે,તારા વગરના
દરેક સંબંધ માડી છે,એક તુચ્છ માયાજાળ
જ્યારે આશિર્વાદ તારા હોય ત્યારે વળતી વેળા થાય છે,
તારા આશીર્વાદથી માતા મડદાં જીવિત થાય છે,
હૈ શક્તિ સ્વરુપિણી શ્રી ગણેશસૂતા તારા વગર
આ જીવન અસાર છે.

મારી સહેલી સંતોષીરાની આતે કેવી ધડી આવી.આમ અચાનક ખાસ સહેલીથી વિદાય આવી એવી ખબર કોણે હતી?માડી આશીર્વાદ આપજે,દુઃખીયાના દુઃખ હરી માં દયાની શરણ આપજે,સૌનું તુ કલ્યાણ કરજે,તારી દયાથી
કોઈ ભૂખ્યુ ન સુવે,એનું તું સદા ધ્યાન રાખજે
કણ કણમાં તુ રમણ કરતી,
ધૈર્ય સંતોષ બધાં જીવોને પ્રદાન કરતી.
દુખ પાપ કાપીમાં ભાગ્યરેખા બદલી નાંખતી,તારી જે કોઇ પૂજા કરે એને મોહ,માયા,લોભ,છળ,કપટ કદી ન સ્પર્શે જય સંતોષી પરમેશ્વરી,તુ રૌદ્ર રુપ ધરનારી માત ભવાની...
આતે કેવી વહમી વિદાય આવી,જોત જોતાં એકવીસ શુક્રવાર પૂરા થયાને ખબર ન રહી,આમ વિદાયની વેળા આવી,આંખો રડે આપની યાદમાં આવી ઘડી કેમ આવી
તને ઓળખવામાં હું ભૂલી જો પડી હોવ તો ક્ષમા માંગુ છું,

તમારું મંદિર વરદાનનો ખજાનો,ભક્તિ શ્રદ્ધાથી કોઈ
તમારું મન જીતતા,હું આપના ચરણોમાં થોડી જગ્યા માંગુ
આ તે કેવી ધડી માં આવી,આપથી આમ જુદા પડવું પડ્યું,
પાંચ મહિના તમે સાથે રહ્યા ને અનેરો સંબંધ બંધાઈ ગયો
કોઈ આમ મિત્રતાની દોહાઈ આપી આમ ચાલ્યું જાય માં ?
આ તે કેવી માયા ત્રિભૂવન સુંદરી,અવગુણો હરી ગુણ પ્રદાન કરજો માં,સંતોષીજી તમારું સંતાન ગણી સદા આશીર્વાદ વર્ષાવજો,મારા મનની વાત હું કોણે કહે,આમ આવી અણધારી વિદાય આવશે એવી કોણે ખબર હતી,

શૈમી ઓઝા "લફ્ઝ"

Read More

પાર્ટીસિપેન્ટ સર્ટિફિકેટ છે આ યુવા સાહિત્યકાર તરીકે મળેલો ગવર્મેન્ટ તરફથી એવોર્ડ હર હર મહાદેવ જય માતા પાર્વતી જય માતા સંતોષી....ખુબ ખુબ આભાર ભારત સરકાર નરેન્દ્ર મોદી દાદુ...માતા પાર્વતી અને પાપા ભગવાન શિવ તો મારા પુજ્ય છે એમના આશીર્વાદ વગર તો હું અધુરી છુ🙏🙏🙏🙏ખાસ કરીને આભાર શક્તિ સ્વરુપ મારી સાથે ઢાલ બની ઉભા રહેનાર પિન્કી માં નો ખુબ આભાર મારા વાચક મિત્રો ના પ્રેમથી તો હું આ દિવસ જોઈ શકી છું આપ સર્વેનો ખુબ ખુબ આભાર....

Read More

"ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની પરિક્ષા કઈ રીતે લેવી જોઈએ?",
કોરોના કોરોના કરીને શિક્ષણ વ્યવસ્થા ની અને જનતાની પથારી ફરી ગઈ,મેન્ટલી અને શારીરિક રીતે વિદ્યાર્થીઓ અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન કરશો પરીક્ષા લેવાની છે નથી લેવાની જે હોય તે ચોખ્ખે ચોખ્ખું કહી દો.આમ બાળકો કે વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે રમત ન કરો.બેકારી વધી તો ભુખમરો વધશે ભુખથી ભૂડી વસ્તુ બીજી કોઈ નથી ભૂખ સંતોષવા લોકો ચોરી અને ગુનાઓ આચરશે અને અરાજકતા અને અંધાધૂંધી ફેલાશે.અને ઓનલાઈન શિક્ષણ માં કોઈ વિદ્યાર્થીઓ ધ્યાન નથી આપતાં આ હકીકત છે.આવું ને આવું જો ચાલતું રહ્યું તો તેમને આગળ જતાં તકલીફ થશે....અને આજ થતું રહ્યું તો આપણે બાગ્લાદેશ પાસે દાન માંગવુ પડશે,પાકિસ્તાન થી પણ ખરાબ હાલત આપણી થશે...બસ હવે બહુ ભવાઈના ખેલ નિકળ્યા હવે અહીં થી જ અટકાઈ જાવ તો સારું છે....

Read More

"ઉડાન


-શૈમી ઓઝા "લફ્ઝ"", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

ગણગોર વ્રતનો મહિમા

પ્રેમી જોડી સદા અમર રહે,
દિલના અધુરા અરમાનો પુરા થાય,
પ્રેમસંબંધને કોઈ ચોક્કસ સ્થાન મળી જાય,
પાપા ભગવાન શિવ માતા પાર્વતી જેવી
અખંડ જોડી બની જાય,
ગણગોરની પુજા એવી ફળી જાય,
ખોવાયેલા બે યુવાન હૈયા મળી જાય,
સદા આપના આશીર્વાદ મળી જાય,
દુનિયા ભલે સંબંધ જોઈ અદેખાઈ કરે,
કોઇ ચાહે છતાંય જોડી કદી ન ખંડિત થાય,
સુહાગણ સ્ત્રીઓનો અમર ચૂડી ચાંદલો રહે,
કોડીલી યુવતીઓ જેના ભાવી જીવનસાથી
તેમને નક્કી છે,અથવા તો જેમની સગાઇ
આપને સાક્ષી માની પરિવારે કરાવી છે,
તેમના સદા સુખી રાખજો દાંમ્પત્ય જીવન,
તે કદી વિખુટા ન પડે તેવી શિવ ગૌરી એવી પ્રેમની
ગાંઠ લગાડજો,તમારા જેવી અંખડ જોડી બનાવજો,
ખોવાઈ ગયેલાં યુવાન હૈયા મળી જાય,
ભવભવનો સાથ મળી જાય,ગણગોરના વ્રત એવા
ફળી જાય,લાખ પ્રયત્નો છતાંય તેઓ એકમેકથી
કદી વિખૂટા ન પડે એવા એમના મધૂર સંબંધો બનાવજો,
એવી ગણગોર તહેવાર નિમિત્તે પાપા ભગવાન શિવ
અને માતા પાર્વતીને મારી સાચાદિલથી પ્રાર્થના છે,
દિલમાં ઘણાં અરમાનો છુપાયેલા છે,
કોઈને કહી ન શકાય એ પ્રભુ અને જગતમાતા
આપ સમક્ષ રજુ કરું છું,ફૂલ નહીં તો ફૂલની પાખંડી આપની સાચા દિલથી ગણગોર પૂજા કરું છું,
મારી આ અંતરથી કરેલી પૂજા સ્વીકારજો,
ભૂલચૂક અમારી ક્ષમા કરજો,અમે તમારા સંતાનો
અમારી આ ગણગોર પૂજાને આપ ફુલડે વધાવી લેજો,
આપ સમક્ષ પોતાના અંતરમનની વાતો આપને કહું છું,
ગણગોર પૂજા આપની શુભફળદાયી રહે,એવી
અભ્યર્થના કરું છું,રાજસ્થાન પરિવારની
આ પરંપરાગત ગણગોર પૂજા શુભેચ્છાઓ પાઠવું છું

શૈમી ઓઝા "સત્યા"

Read More

પ્રથમ નવરાત્રી શૈલપુત્રી માતાનો મહિમા,

હૈ પ્યારી માતા શૈલપુત્રી, તમે નમન કરું વારંવાર,
હિમાવન રાજાએ કરી યુગોયુગો સુધી તપસ્યા,
રાજા હિમાવન અને મેનાવતીની તપસ્યાથી થઈ પ્રસન્ન
જગત કલ્યાણ માટે માતા ધર્યો,પર્વતરાજ હિમાવન
ને ત્યાં કન્યા રુપે અવતર્યા,સફેદ શણગાર તને ભાવે,
સફેદ પ્રસાદ ને સફેદ ફુલથી પળમાં રિઝાતી માં,
એ..પ્યારી શૈલપુત્રી માં....
જગત માં માતા પુજાયા પાર્વતી ઉમિયા નામ...
હૈ શૈલપુત્રી માં અમે બાળ શરણે આવ્યા
તુ તો કરૂણામયી માં,અમે ગાંડાઘેલા તો પણ તારા બાળ,
સંતાનો કુ સંતાન થાય માતા કુમાતા ન થાય,
હૈ પ્યારી શૈલપુત્રી માં અમને સંકટથી ઉગારો,
એ પ્યારી માં પાર્વતી અમે આપો શરણે સ્થાન,
હૈ પ્યારી શૈલપુત્રી માં તમારા ચમત્કાર છે,ઘણા
માતાના કયા શબ્દોમાં કરું માં ના વખાણ
માતા શરણે તમારી રાખો ઓ પ્યારી શૈલપુત્રી માં,
બાળ અવસ્થામાં માં યે હણ્યા તાડકાસુરના દુત,
જેની ઉપર માં ના હોય આશિષ એનું કંઈ ન
વાળ ન વાકો કરે યમદૂત,હૈ પ્યારી શૈલપુત્રી માં
તમે કોરોના નામક અસુર હણી અમને આપો અભયદાન
નવરાત્રીના પરમપાવન દિવસે માતાનો થાતો જયજયકાર,
અમે તમારા બાળ ઘેલુડા તમારા મમતાભર્યા આંચલમાં
અમને આપો સ્થાન,હૈ શૈલપુત્રી માં એ પ્યારી માં
તમે કરૂ નમન વારંવાર

    શૈમી ઓઝા "સત્યા"

Read More

નવરાત્રીના બીજા દિવસે માં બ્રહ્મચારીણી માતાનો મહિમા,

હૈ માં બ્રહ્મ ચારિણી માત ભવાની,
તમે છો પ્યારા માં પાર્વતીની અલૌકિક શક્તિ,
જમણા હાથમાં કમંડળ શોભે ડાબા હાથમાં માળા શોભે,
હૈ પરમેશ્વરી માત ભવાની,તમે છો જગતમાં જ્ઞાની,
અમે રહ્યા તમારા અજ્ઞાની બાળક તમે છો આખાય જગતના ગુરુ મમતાભર્યો હાથ અમારી ઉપર રાખો
એ પ્યારી દુલારી ભવાની તમે છો પરમકૃપાળુ
જે કોઈ મુડ બુદ્ધિ શરણ તમારી આવે,આપની કૃપાથી
જગતમાં યશ,કિર્તી,ઐશ્વર્ય પામે,ગળે રુદ્રાક્ષને સફેદ
વસ્ત્રોથી શોભાયમાન છો તમે,જપ તપસ્યા તમને ભાવે,
આખાય વિશ્વ માં પરિભ્રમણ કરતાં, જ્ઞાનનો ઉપદેશ ફેલાવતા,નવરાત્રીનો બીજો દિવસ તમને વ્હાલો,
જો કોઈ ભક્ત આપનું ધ્યાન જો ધરે,
અષ્ટસિદ્ધી,નવનિધી,દશમહાવિદ્યા પામતાં,
સંયમ,જપ,તપ,સદાચાર મનુષ્ય મનમાં જો ધરતાં
એ ભક્ત આપના વ્હાલા થાતા,હૈ માં પાર્વતી જગ કલ્યાણી
આપની બ્રહ્મચારિણી શક્તિ છે નિરાલી,આપની કૃપાથી કુંડલિનિ શક્તિ જાગૃત થાતી,આપ છો યોગીઓની યોગમાયા,અસ્થિર મનના ભક્તો જો આપની પૂજા રે કરતાં,આપની દયાથી અનોખી સિદ્ધિ પામતાં,
આપના આશીર્વાદ જે કોઈ પામે,સફળતા એની ગુલામ બની જાતી,મુર્ખ ભક્તો બુદ્ધિમાન થાતા,સદા આપના ચરણો ની સેવા ને મમતાના હકદાર થાતા,
હૈ પાર્વતી પ્યારી માતા,આપ એક હજારો નામથી પુજાતા,
ક્યાં નામથી ગાથા ગાવું, ગાથા ગાતાં માં મારા શબ્દો ખૂટે,
હૈ બ્રહ્મચારિણી માત ભવાની તમે તો છો જ્ઞાનની મુર્તી,
માં પાર્વતીની દ્રિતીય શક્તિ આપને મારા સત સત વંદન

શૈમી ઓઝા "સત્યા"

Read More