Quotes by Ramesh Sharma in Bitesapp read free

Ramesh Sharma

Ramesh Sharma

@rameshsharma.987445


યાદ એની રોજ વીંટળાવે મને,
કંઠ પણ રૂંધીને હંફાવે મને.

નાવ રણમાં ઉતારી દીધી અમે,
ઝાંઝવાનાં નીર દોડાવે મને.

ચલઅચલ જેવું કશું પાસે નથી,
હું પણું પણ ક્યાં સુધી ફાવે મને.

સાથ આપીને અલગ પણ થાય છે,
ચાહનાનો મોહ લલચાવે મને.

ચાડથી જીવ્યો છું મારી જિંદગી,
આજ મજબૂરી નહીં ફાવે મને.

- રમેશ શર્મા
10/02/2024

Read More

કેમ તું આજે પણ અર્થમાં અટવાય છે,
ખેવના ખંજર સમી ભોંકાય છે.

ભાન ભુલ્યો પણ ભુલ્યો ના ચેતના,
ચૈતન્ય છેવટ સુધી સમ ખાયછે.

તું કહેતો રાતનો ઓજસ થઉં,
ચાંદ પણ પૂનમ તણો શરમાય છે.

બાણશૈયા પર સુવા મજબુર છું,
છુટકારો એમ થોડો થાય છે.

ચાલવા જાઉં તો પગ છોલાય છે,
એ અહીં આવ્યા પછી વળ ખાય છે.

- રમેશ શર્મા
07/02/2024

Read More

કબરની સોડમાં કાયમ મને જવાનું મળે,
કફનની આડમાં સૂવાનું જો બહાનું મળે.

કરીલો મોજને મસ્તી, અહીં શ્વાસ છે સસ્તી,
ફરી આ રાતની મદહોશીમાં જો જવાનું મળે.

મિટાવી દો બધી ખારાશ જે મનમાં ભરી છે,
જીવીલો જિંદગી ને જો નગર મજા નું મળે.

રડાવીને હસાવી દે છે આ નગર સહુને,
જિદ્દી હવા છે અહીંની દર્પણ દગાનું મળે.

સતત વહેતુ રહે છે આ શહેર મારી અંદર,
કંઈક છે માટીમાં સામેલ ત્યાં જવાનું મળે.

- રમેશ શર્મા
02/02/2024

Read More

મુબારક હો આપને એવી શુભેચ્છા નવા વર્ષે,
લાભવંતુ રહે આપને એવી શુભેચ્છા નવા વર્ષે.

ભલે નવી નવી ગાડીઓ ખરીદો નવા વર્ષે,
કરશો ના કદી ભાવતાલ નાના માણસ સાથે નવા વર્ષે..

તવંગર ભલે કરે લાખોના ધુમાડા ફટાકડામાં,
ક્યારેય કોઈ ગરીબ ભૂખ્યો ન મરે એ જોજો નવા વર્ષે.

મંદિરો માં ભલે ભરાય છપ્પન ભોગ ભગવાનને,
જોજો બહાર ભિખારી કોઈ ભૂખ્યો ના સુવે નવા વર્ષે.

આપણે ઝાકમઝોળથી ઉજવીએ નવા ઉત્સાહથી નૂતન વર્ષ,
બસ એક પાર્થના કરજો ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે નવા વર્ષે.

ભાઈબીજે કેટલીયે બહેનો રાહ જોવે છે સૈનિક ભાઈઓની,
એક સલામ ભરજો દેશીની રક્ષા કરતા જવાનને નવા વર્ષે.

છપ્પનની છાતી વાળો બરાબર જાણે છે પીડા એ ફોજીની,
એટલે તો ઉજવે છે દિવાળી એમની સાથે વિતાવીને નવા વર્ષે.

-રમેશ શર્મા
15/11/2023

Read More

દીપો નો આ પાવન તહેવાર
આપને માટે લાવે ખુશીઓ હજાર,
લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.

🙏 દિવાળી ની શુભકામન🙏. - રમેશ શર્મા પરિવાર

-Ramesh Sharma

Read More

હતા તમે સામે કિનારે, તોયે ન મળી શકાયું,
ઘણાં સાદ કર્યા તમને, તોયે ન સાંભળી શકાયું.

પલક ઝપકયા વિના તાકતો રહ્યો દૂરથી તમને,
એ મદભરી આંખનું દ્રશ્ય કદી ન ભૂલી શકાયું.

નયન થી નયન મળ્યા ને દિલ આપી બેઠા તુજને,
પછી તો ક્યાં કદીએ મન ભરીને મળી શકાયું.

બેસું છું રોજ નદી કિનારે તમારા દીદારની રાહમાં,
તારી ઉર્મિઓની ચાહમાં ક્યાં એકલું પડી શકાયું?

તમારી વેણીના પુષ્પો ખર્યા તે અમે વીણી લીધા,
એમ કરીને પણ સુગંધે સુગંધે તમને મળી શકાયું.

મન ભરીને તમારા મિલનની અધૂરી ઈચ્છાઓ હવે,
ભરપૂર સૌંદર્યને કયાં હજી પૂરેપૂરું માણી શકાયું?


-રમેશ શર્મા
12/11/2023

Read More

છોડીદે બધી ચિંતા ને લગાવ આશોપાલવના તોરણ,
ચાલ સ્નેહના દીવડા જીવનમાં ઝગમગાવી દઈએ,
આવી દિવાળી, ચાલ ઉજવી લઈએ........

બનાવીદે ઘૂઘરા, મઠિયા, ચોરાફળી ને મોહનથાળ,
ચાલ આપણાઓ સાથે સંબંધો મીઠા કરી લઈએ,
આવી દિવાળી, ચાલ ઉજવી લઈએ........

દોરીને સોનેરી સપનાઓની રંગોળી આપણા આંગણે,
ચાલ જીવનમાં મનગમતા રંગબેરંગી રંગો પુરી લઈએ,
આવી દિવાળી, ચાલ ઉજવી લઈએ........

દુઃખોનું રોકેટ, સ્વાર્થનો સુતળી બૉમ્બ, ઈર્ષ્યા નો સાપ બનાવી,
ચાલ સુખની ફૂલઝર વડે આ બધાને બાળી દઈએ,
આવી દિવાળી, ચાલ ઉજવી લઈએ........

કંકુ ના સાથિયા ઉંબરે કરી સરસ્વતીજીને સાથે રાખીને,
ચાલ લક્ષ્મીજી ને આવવાની પ્રાર્થના કરી લક્ષ્મી પૂજન કરીએ,
આવી દિવાળી, ચાલ ઉજવી લઈએ........

-રમેશ શર્મા
09/11/2023

Read More

મેં તમને મારી વ્યથા હજી ક્યાં કીધી,
અમે મનમાં ને મનમાં જ સંઘરી દીધી.

હામ હૈયામાં છે તેથી જ તને ચાહું છું,
બાકી તમે તો હાથતાળી આપી દીધી.

મારી હસ્તરેખાઓ જ મારી સામે પડી છે,
તેથી તો તમે હથેળી જોઈને ના પાડી દીધી.

ભલે ના હોય તો પણ નથી ભુલવાના તમને,
તમે એક સપનામાં આવી અમને હા પાડી દીધી.

આપણે સાથે કર્યું હતું પ્રયાણ આ પ્રેમપંથ પર,
તાણ ઘણું હતું તમારું એટલે ડૂબકી મારી દીધી.

તમે છો દિલમાં ને તમેજ અમારી આંખોનું તેજ,
અમે તો તમારી નાવમાં બેસી સફર લંબાવી દીધી.

હવે તો શું કિનારો ને શું મઝધાર કશી ખબર નથી,
અમે તો 'રમેશ' તોફાનમાં કસ્તી ઉતારી દીધી.

-રમેશ શર્મા
06/11/2023

Read More

કોણ કહે છે હું એકલો ચાલુ છું,
મારો રસ્તો પણ મારી સાથે ચાલે છે.

કોણ કહે છે હું એકલો રડું છું,
મારી આંખો પણ મારી સાથે રડે છે.

કોણ કહે છે હું એકલો દુઃખી છું,
મારુ દિલ પણ મારી સાથે દુઃખી થાય છે.

કોણ કહે છે હું એકલો વાતો કરું છું,
મારુ દર્પણ પણ હંમેશ મારી સાથે વાતો કરે છે.

કોણ કહે છે હું એકલો રહસ્ય જાણું છું,
મારુ મૌન પણ મારી સાથે રહસ્યો જાણે છે.

કોણ કહે છે હું એકલો બેખબર છું,
મારો સમય પણ મારી સાથે બેખબર રહે છે.

કોણ કહે છે હું એકલો સવ્પ્નો જોવ છું 'રમેશ',
મારી આખી રાત પણ મારી સાથે સપના જોવે છે.

-રમેશ શર્મા
05/11/2023

Read More

અહીં સંબંધો તો બાંધે છે બધા,
ને લાગણીઓ સાથે રમે છે બધા.

સપનાઓના મહેલમાં રાચે છે બધા,
અહીં વાસ્તવિકતામાં ક્યાં જીવે છે બધા?

દિલના સોદા તો થોકબંધ થાય અહીં,
ખરો પ્રેમ કોઈનેય ક્યાં કરે છે બધા?

આતો મતલબી દુનિયા, કોઈ કોઈના નથી,
ભરોસો ન કર, અહીં વાત વાતમાં ફરે છે બધા.

લાગે રેતી જેવા સંબંધો દુનિયાના મને,
પકડું તો યે હાથમાંથી સરકતા જાય છે બધા.

કયારેક મજબુરીનો તો કયારેક લાચારીનો,
કાયમ લાભ ઉઠાવવા તત્પર રહે છે બધા.

રોજ ટપકી જાય છે બે ચાર આંશુ એ જોઈને 'રમેશ',
કે આંખની શરમ સરેઆમ હવે મુકતા જાય છે બધા.


-રમેશ શર્મા
02/11/2023

Read More