The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
.. ................... થોડો આમાં પણ ખોવા જે........ ... માનવ તું તો પંખી છે. મુક્ત ગગનમાં વિહરવું એ તારું લક્ષણ છે .માનવ તું તો ગુલાબ છે સૌને ખુશ રાખવા ને સૌના ચરણ કમળ માં રહેવું એ જ તારી મોટાઈ છે ...તારું અંતરમન મોબાઈલ જેવું છે તે ગમે ત્યારે પ્રભુની સાથે વાત કરી શકે છે... .....પણ??.. તું તો બસ ક્યાં ખોવાયો છે? પૈસા કમાવાની હરીફાઈમાં? મોટો માણસ બનવાની ઈચ્છા માં? બંગલા ગાડી ને સોના-ચાંદીની ની લાલચમાં? ....ચાલો જીવન જીવવા માટે આ પણ જરૂરી ગણો..... ...પણ... જીવનમાં પ્રેમ. દયા. વિશ્વાસ. સત્યતા. ન્યાય. નીતિ. સહકાર .શીલતા. સહનશીલતા. સંયમ. ....સૌમાં શોભે તેવું ...વાણી વર્તન અને વ્યવહાર . બીજાના દુઃખે દુઃખી ને બીજાના સુખે સુખી .... ...આટલામાં પણ થોડો થોડો ખોવા જે .... કારણ કે અંતે તો હેમનું હેમ જ હોય.... .એટલે કે ...ગમે તેટલું હોય પણ આ જીવનમૂલ્યો જ જીવનમાં કામના.. બાકી બીજું બધું નકામું. નકામું . નકામું . કવિ શ્રી મકરંદ દવેની આ પંક્તિ અહીં ટાંકવી ગમે ....નોટ ને સિક્કા નાખ નદીમાં... ધૂળિયે મારગ ચાલ... ધૂળિયે મારગ ચાલ... ધૂળિયે મારગ ચાલ.....
ભારતીય ઈતિહાસમાં 23 માર્ચ 1931 નો દિવસ ગોજારો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે આપણા ક્રાંતિવીરો કે જેમણે લોકોમાં એક ક્રાંતિની ભાવના પેદા કરી હતી .વર્ષો જૂની અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે લોકોમાં પ્રાણ પૂરયા હતા .રાષ્ટ્રમાં પ્રાણ પૂરયા હતા .લાલા લજપતરાય કે જેમનું અંગ્રેજોના લાઠીચાર્જના કારણે મૃત્યુ થયું હતું .તેવા ક્રાંતિકારીઓ માટે પણ લડનાર એવા આપણા ક્રાંતિવીરો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેમને આ દિવસે ફાંસી આપવામાં આવી હતી. અંગ્રેજો ભારતમાં આવ્યા અને આપણા જ લોકો ને ગુલામ બનાવ્યા. તેમના અન્યાય સામે લડનાર આપણા જ દેશના ક્રાંતિવીરો ને દેશ ક્યારેય ભૂલશે નહીં અને તેમનું બલિદાન રાષ્ટ્ર નો દરેક નાગરિક ક્યારે પણ ભૂલી શકે તેમ નથી. અમારા હૃદયમાં આ ક્રાંતિવીરોની છબી હંમેશા યાદ રહેશે અને ભારત દેશના પ્રત્યેક ઘરમાં ભગતસિંહ ,સુખદેવ અને રાજગુરુ જેવા યુવાનો તૈયાર થશે જે આ ક્રાંતિવીરોએ જગાવેલી ક્રાંતિની રાષ્ટ્રભાવના ને સદાય પોતાના હૃદયમાં રાખશે. આજે દેશ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ત્રણે શહીદવીરોને લાખ લાખ સલામ અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપે છે. જય હિન્દ .જય ભારત. ઇન્કલાબ જિંદાબાદ
દિલને દરિયો આટલા વિશાળ કેમ? ને જગત ની આટલી વિશાળતા નો ખેલ કેમ? ને પળવારમાં તેના વિનાશની વાત કેમ? ખારું પણ પ્યારુ લાગે છે આમ કેમ? હે પ્રભુ! સફળ તો બધે જ છું ......પણ.......... તમને મેળવવામાં નિષ્ફળ કેમ? બનાવી આ વિશ્વને અણુએ અણુમાં વસ્યા છો ,ખુદ અમારામાં પણ વસ્યા છો ......પણ........... આ ઓળખ આપવામાં.. પણ ...આટલી બધી વાર કેમ?
......... ..............માણસ દુઃખી કેમ?......... પ્રકૃતિના તત્વો તો એના એ જ છે જે પોતાનો ગુણ અને સ્વભાવ છોડતા નથી .જે આપણને મદદરૂપ થાય છે ભલે આપણે ગંદો કચરો સ્વચ્છ પાણીમાં નાખીએ છીએ છતાં પણ તે પાણી કચરાને કિનારે લઈ આવે છે. વહેતા પાણીમાં સ્વયં સાફ કરવાની ક્ષમતા હોય છે .વૃક્ષ ને ભલે આપણે ભલે પથ્થર મારી એ છતાં પણ તે આપણને ફળ આપે છે, શીતળ છાંયડો આપે છે, સુરજ પણ સ્વયં પ્રકાશિત થઈને દુનિયાને પ્રકાશ આપે છે .ધરતી પર પણ આપણે કેટલી ગંદકી કરીએ છીએ . છતાં પણ આપણને તે તેના પર રહેવા દે છે કારણ એટલું જ છે મિત્રો લોકો કહે છે કે ...જમાનો બદલાયો છે પણ ના જમાનો નહીં પણ માણસ બદલાયો છે .માણસ ખોવાયો છે આજની આ દોડધામ ભરી દુનિયામાં માણસ ખોવાયો છે. જરૂરિયાત કરતા વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને. માણસ એક ક્ષણ પણ પોતાની જાત સાથે રહી શકતો નથી પ્રકૃતિનો આનંદ માણી શકતો નથી.............. ઉનાળાના બળબળતા તાપમાં આપણે ક્યાંક ચાલતા જઈ રહ્યા હોઈએ અને ત્યાં અચાનક એક વૃક્ષ મળી જાય તો આપણે વૃક્ષ નીચે આરામ કરવા બેસીએ છીએ પણ આપણને ત્યાં પણ શાંતિ નથી. સમજવાની વાત એ કે જો બળબળતા તાપમાં ઊભેલું વૃક્ષ આટલું શાંત છે તો તેની નીચે બેસેલો માણસ આટલો વ્યાકુળ કેમ? કારણકે માણસે પોતાના જીવનમૂલ્યો ન્યાય, નીતિ ,દયા પ્રેમ ,સહકાર ,ઉદારતા ,બીજાના દુઃખે દુઃખી, બીજાના સુખે સુખી થવાની ભાવના, આ વ્યક્તિ તરીકેના માનવતાના મૂલ્યો આજે ગુમાવી રહ્યા છે માટે દુખી છે .તેનું કારણ તે પોતે જ છે. જે કામ કરવાનું છે તે આજે તે ભૂલી ગયો છે અને જે નથી કરવાનું તે કાર્ય તે આજે કરી રહ્યો છે માટે દુઃખી છે ઉત્તમ જીવનમૂલ્યોને બદલે માણસે આજે કામ ,ક્રોધ, મદ મોહ, લોભ ,અહંકાર. બીજાને છેતરવા ની ભાવના, બીજાને દુઃખી કરવાની ભાવના રાગ-દ્વેષ, ઈર્ષા, જેવા સંકુચિત વિચારો ની બાબતમાં પોતાની જાતને ખોઈ નાંખી છે . કવિશ્રી રાજેશ વ્યાસ મિસ્કીન ની એક સુંદર પંક્તિ અહીં યાદ આવે છે.. પાત્રતા એ જ છે સાચી સાવ ખાલીખમ થા, આવડે એટલા સહજ ખુલ્લા અવાજે ગીત ગા, કોઈ ભૂલ ચૂક થી કે કોઈ શાપ થી તું ડર નહીં... ખોટી મથામણ કર નહીં...... પણ આજે આપણે એટલી બધી મથામણ કરીએ છીએ કે ન પૂછો વાત. આ બધામાં ક્યારેક સાવ ભટકી જવાય છે. ખરેખર તો અંદરથી ખાલી થવાનું છે . ખુલ્લા મને ગીત ગાતા શીખવાનું છે પણ આપણે તો આ ખુલ્લા થવાની વાત છોડીને ભારે થવાની અને બધું ભરતુ જવાની વાત જ કર્યા કરીએ છીએ ખરુંને? આવો આજે આપણે આ ધુળેટીના પાવન પર્વ થી માનવતાનાં મૂલ્યો દયા, પ્રેમ, હુંફ ,ઉદારતા, માનવ સેવા એજ પ્રભુ સેવા, પ્રકૃતિ ના કલ્યાણ માટે ની ભાવના, જેવા મૂલ્યો જીવનમાં ઉતારી જીવનને નવ પલ્લવિત બનાવીએ અને સમાજ ગામ રાજ્ય રાષ્ટ્ર ને વિશ્વ કલ્યાણની ભાવના સૌ અપનાવી માનવતાનું કાર્ય કરી પ્રભુને અર્પણ કરીએ.... .. . એક માટીનો દીવો જે આપણે આપણા ઘરમાં પ્રગટાવીએ છીએ. તે જ દીવો આખી રાત અંધારા સામે સતત લડીને ઘરમાં આપણને પ્રકાશ આપે છે. તો તું શા માટે ડરે છે.? તું તો પરમ કૃપાળુ પરમાત્માની પ્રગટાવેલી જ્યોત છે તારે કોઈનાથી ડરવાની જરૂર નથી... .. ગઝલકાર મરીઝ કહે છે કે.. બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે પણ જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે... ... હરિઓમ તત્સત...
.......પ્રભુ માનવજીવન આમ કેમ.... બાળપણમાં હસાવીને તું ક્યાં રહ્યો આમતેમ........ યુવાનીમાં હું રંગબેરંગી તું ક્યાં રહ્યો આમ તેમ ........ અરે ઘડપણમાં તુજને સંભારું તું તો ક્યાં છે જ આમતેમ............ ચડ્યો જ્યારે ચિતા પર હું જેમ તેમ.. છેલ્લો શ્વાસ હતો મારો જેમતેમ... સળગતો મૂકી પ્રિયજન મારા ચાલ્યા ગયા આમતેમ..... એક દિવસ મને યાદ કરી બધા ફરતા થયા આમતેમ.. જિંદગી આખું જેમને સુખ આપવા ભટક્યા કર્યો આમતેમ.... તેજ આજે મારા મરણ પછી ફરે છે આમતેમ... યાદ પણ મને નથી કરતા કહેતા હતા આમતેમ.... ઘરની છબીમાંથી હું જોઉં છું તેમને તે જુએ છે આમતેમ... જીવતર વધુ ચાહ્યા કર્યો જેમને આમતેમ.. અરે એમણે જ મને છોડી મૂક્યો અંતિમ ક્ષણે જેમતેમ... મૃત્યુ પછી પણ આખરે દીધો દગો તમે આમ કેમ.. મૃત્યુ પછી પણ આમ દિલ તોડવાની વાત કેમ... હે પ્રભુ સમજાતું નથી તું છે કેમ... હું તો માનવ બનીને પસ્તાયો તને અહીં બોલાવું કે કેમ?... માનવ છું માટે બધું સહન કરું છું આમતેમ... તારી જ આ દુનિયામાં તને બોલાવું પછી પૂછ્યું તું છે કેમ?
........... ચાલને મારા ભારતને વિશ્વ રાષ્ટ્ર બનાવું ......રંગો લઈ બેસી જાઉં ભાતભાતના. શૂન્યથી સર્જન કરી શિક્ષણની કેડી કંડારું. સમાજ ગામ રાજ્ય ને રાષ્ટ્રમાં માનવતા કેરા મૂલ્યો જગાવું .ચાલનેમારા ભારતને વિશ્વ રાષ્ટ્ર બનાવું... વિશ્વમાં મહેકાવું મૂલ્યો માનવ ધર્મના. શિક્ષણ દ્વારા બાળકમાં શ્રદ્ધા અને સફળતા જગાવું. વિદ્યાર્થીને જીવનની નવી આશાઓનો ઉત્સાહ આપુ. ચાલને મારા ભારતને વિશ્વ રાષ્ટ્ર બનાવું... શિક્ષણ દ્વારા સૌને સ્વની ઓળખ નો વિચાર આપુ. અજ્ઞાનતા ને અવિદ્યા ના દોષો દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપુ. ચાલને કાલે મારા ભારતને વિશ્વ રાષ્ટ્ર બનાવું...
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser