The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અલગની વાત છે... પ્રેમ હું કરતો રહું એ અલગની વાત છે ! મોજથી મળતો રહું, એ અલગની વાત છે ! બંધ રાખે બારણું, સાંજ પડતા ખોલશે ? રોજ હું ઢળતો રહું, એ અલગની વાત છે ! તારલો સમજી મને એ નિહાળે આભમાં, નિત્ય હું ખરતો રહું, એ અલગની વાત છે ! છે સફરમાં સાથ એ, શ્વાસમાં ભળતા રહે, એકલો ફરતો રહું, એ અલગની વાત છે ! એક માળામાં રહી, ગેલ પંખીઓ કરે, સ્વપ્નમાં ઉડતો રહું, એ અલગની વાત છે ! @ મેહુલ ઓઝા
શમણાં... લાગે કે આવે છે પાછા એ હમણાં તો ! ઊગેના વાવેલા આંખોમાં શમણાં તો ? તૃષ્ણા છિપાવાની આશાએ બેઠેલા ! મૃગલા કૈં આવે નાં પાછા એ ઝરણાં તો ? તૂટે આશિયાનો મારા મંજરમાંથી, બીજું તો શું લાગે ફૂટેલા લમણાં તો ! નાનકડી બીના એ જ્વાળા થૈ પ્રસરે તો ! લાગ મળે ઠારેના દાઝેલાં તરણાં તો ! @ મેહૂલ ઓઝા
શમણાંના ભાર ભાર શમણાંના હવે તો વેઠવાના કામ છે, હાર હૈયાના હવે તો ઠેલવાના કામ છે. ગાલને તો વ્હાલ આપી હેતથી હરખાય જે, ભીંજવાતા આંસુઓ તો ઠારવાના ડામ છે. ધ્રૂજતા બે હાથ મારા કંપનો ફેલાવતા, ડાઘ દર્પણનાં હવે તો ભુંસવાના આમ છે. ગીત મારું કંઠમાંથી કેમ એ પોકારવું, સુર મારા તાલ વીના જાંજવાના જામ છે. મોરલાના પંખ જાણી ડાયરીમાં રાખતા, કોતરેલા હેત જાણે ભૂલવાના નામ છે. @ મેહૂલ ઓઝા
મેહૂલો...... આયો રે આયો આતો મેહૂલો આયો, વાદળ ચીરીને આતો ચમકારો લાયો. થનગનતા હૈયામાં એ ધબકારો લાયો, છાયો રે છાયો આતો મેહૂલો છાયો. સુરજ દાદાને કેતો સંતાઈ જાજો, ટેહૂ ટેહૂનાં નાદે મોર મલકાયો, ધરતી ભીંજાવીને એ શ્વાસે રેળાયો, ગાયો રે ગાયો મેતો મલ્હાર ગાયો. બંટીને બબલીની ટોળીમાં જોડાયો, ખાબોચિયામાં એણે ધુબાકો માર્યો, લપસી જાતો ને પાછો મનમાં હરખાયો, કેવો નટખટ એણે નાચ રે નચાયો. કાગળની હોડી જોને હિલ્લોળા ખાતી, વમળોમાં ફરતીને પલળીને સલવાતી, વાછટ ખાઈને પાછી સીધી રે થાતી, લાયો રે લાયો સાથે તરાપોય લાયો. આયો રે આયો આતો મેહૂલો આયો, છાયો રે છાયો આતો મેહૂલો છાયો. @ મેહૂલ ઓઝા
મશ્કરો હસાવી હસાવી રડે છે છુપાવી, તરેપનમુ પાનું કહે છે જુગારી. હશે બે ઘડીનો અભિનય છતાંયે, અદાએ કરે છે નિભાવી ખુમારી. નજરમાં ચડે બાદશાહી ઠઠારી, કળી ના શકો એ પળૉ છે ગુજારી. બધાયે રંગોથી રહે છે સજેલો, જગતના તખતનૉ ખરો એ પૂજારી. @ મેહૂલ ઓઝા
એક સાથ હમે એક સાથ ચલના હૈ, દુશ્મનોંસે કભી ના ડરના હૈ, ભારત કે હૈ હમ નૌજવાન, હમે ઇસકી રક્ષા કરના હૈ. ચાહે જીતને ભી તુફાં આયે, યા હો કોઈ ભી બાંધાયે, તલવાર કોઈ જબ ઉઠ જાયે, હમે ઇસકી ઢાલ બનના હૈ. જાગૃતિ કી મશાલ જલતી રહે, સચ્ચી રહો પે હમ ચલતે રહે, હમે કોઈ જુદા ના કર પાયે, સંકલ્પ હમે યહી કરના હૈ. @ મેહૂલ ઓઝા (22.08.1999)
ઝાળાં બજારની અંદર પણ બજારી કરે છે, વહેવાર બધા જ તું કાળા કરે છે ! ભટકતા મનનમાં રહે છે પલાખાં, ગણીને શું વેઢા તું માળા કરે છે ? નથી જીરવાતી હસી દુનિયાની, અદેખો બનીને તું ચાળા કરે છે ! લપેટવા ઝપેટવા કરે છે ગતકડાં, શિકારી બનીને તું ઝાળાં કરે છે ! @ મેહૂલ ઓઝા
ગઝલ દિશાઓ બધી ધૂંધળી જયારે લાગે, બની રાહબર એ ઉભી છે ગઝલ જો. ફકત રોશનીની કમી જો રહે તો, બની જ્યોત એ ઝળહળી છે ગઝલ જો. વિચારો વમળમાં અટક્યાં કરે તો, ધરી વેષ કલમે ઉતરી છે ગઝલ જો. કદી નાનું બાળક, કદી થાય વૃદ્ધ, પ્રણયનાં પડાવે ખિલી છે ગઝલ જો. @મેહૂલ ઓઝા
માનવ કાગળની દુનીયા ને કાગળનો માનવ, છે ફૂલોની પાછળ નો બાવળનો માનવ. ફુલણશી એ ફુગ્ગો ઊડે છે આસ્માને, ખાલીખમ ફૂંટેલો એ વાદળ નો માનવ. ચોકે આવીને એતો અટવાતો અમથો, દિશાઓ વીનાનો ઊતાવળ નો માનવ. ઈજારાઓ તૂટ્યા કૌરવોના આજે તો, સીમાડા ભૂલેલો ભૂતાવળ નો માનવ. @ મેહૂલ ઓઝા
કવચ હતું જે કવચ એ ઉતારી ગયો છું, બધા ભાર સૌના શમાવી ગયો છું. નથી ચોકઠામાં સમાયેલ કેદી, હૃદયમાં જ ઝાંખી લગાવી ગયો છું. નથી કોઇ હોતું સદાયે સમીપે, જગતના ભરમ સૌ બતાવી ગયો છું. ફકત છેવટે તો થવાનું જ શૂન્ય, સઘન ભાવનાઓ ભૂલાવી ગયો છું. @ મેહૂલ ઓઝા
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser