મેહૂલો......
આયો રે આયો આતો મેહૂલો આયો,
વાદળ ચીરીને આતો ચમકારો લાયો.
થનગનતા હૈયામાં એ ધબકારો લાયો,
છાયો રે છાયો આતો મેહૂલો છાયો.
સુરજ દાદાને કેતો સંતાઈ જાજો,
ટેહૂ ટેહૂનાં નાદે મોર મલકાયો,
ધરતી ભીંજાવીને એ શ્વાસે રેળાયો,
ગાયો રે ગાયો મેતો મલ્હાર ગાયો.
બંટીને બબલીની ટોળીમાં જોડાયો,
ખાબોચિયામાં એણે ધુબાકો માર્યો,
લપસી જાતો ને પાછો મનમાં હરખાયો,
કેવો નટખટ એણે નાચ રે નચાયો.
કાગળની હોડી જોને હિલ્લોળા ખાતી,
વમળોમાં ફરતીને પલળીને સલવાતી,
વાછટ ખાઈને પાછી સીધી રે થાતી,
લાયો રે લાયો સાથે તરાપોય લાયો.
આયો રે આયો આતો મેહૂલો આયો,
છાયો રે છાયો આતો મેહૂલો છાયો.
@ મેહૂલ ઓઝા