શમણાં...
લાગે કે આવે છે પાછા એ હમણાં તો !
ઊગેના વાવેલા આંખોમાં શમણાં તો ?
તૃષ્ણા છિપાવાની આશાએ બેઠેલા !
મૃગલા કૈં આવે નાં પાછા એ ઝરણાં તો ?
તૂટે આશિયાનો મારા મંજરમાંથી,
બીજું તો શું લાગે ફૂટેલા લમણાં તો !
નાનકડી બીના એ જ્વાળા થૈ પ્રસરે તો !
લાગ મળે ઠારેના દાઝેલાં તરણાં તો !
@ મેહૂલ ઓઝા