The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અલ્ફાઝને પટમાં રોળવ્યાને ઘણો સમય થયો ! સંદેશ મહેબૂબ ને મોકલ્યાને ઘણો સમય થયો ! આજે પારધી સંત બની પધારીયો છે પાદરે, જાળમાં પારેવા ભોળવ્યાને ઘણો સમય થયો ! દર્પણ પણ આજે જાણે રુસાયો છે બરાબરનો, નીરખી તેને કેશ ઓળવ્યાને ઘણો સમય થયો ! લીસોટા જ ભાળશો તમેં વધું નહી ઝાંખો માંહ્ય, હળ અંતર-ખેતમાં દોરવ્યાને ઘણો સમય થયો ! કૈક ઓછું જણાય છે બંધ પડીકે મુજને કદાચ ; તમારી દુકાને પ્રેમ જોખવ્યા ને ઘણો સમય થયો ! પહેલી વાર દીસે છે તમને આ બંદો આજે તો'યે, કેમ લાગે છે તમને ઓળખ્યાને ઘણો સમય થયો !
સત્તને રસ્તે તો મુશ્કેલી સાત નડી ગઈ ! નાની ભાંગતુટ પણ મોટી ઘાત ટળી ગઈ ! ઉંબરે ઉભી ચોમેર નજરો દોડાવી રહ્યો પ્રિયે, ઇન્તેજારીમાં તારી આજ ફરી રાત પડી ગઈ ! અનેક ને પરાસ્ત કર્યા બંદાએ અકારણ જ, તને જીતવાને સ્વયં સાથેજ જાત લડી ગઈ ! 'રે યાદ આવ્યું, કહેવાનું હતું ને તમને કૈક , જોને ખૂણે પડી રહી સઘળી વાત સડી ગઈ ! મમ જેવા થોડા છે એનો રંજ રહ્યો હમેશા, "મયુર" પામી તને જાણે મારી નાત મળી ગઈ !
બધું જ તો જાણો છો, હજું શી માહિતી આપું?! ખબર એ પાકી છે, એની શી સાબિતી આપું?!
કેસરિયા થયા છે આજ પ્રીત પ્રદેશમાં એમને કાજે, કબજે કરવાંને પ્રીત, પાદરની માલિપા ધીંગાણા રમાણાં ! ક્ષણે ક્ષણે જાણે નજરુંનાં જુદ્ધ બેફામ ખેલાણાં, અર્ધી ક્ષણે ઘવાઈને, બીજી અર્ધીએ જખમ રૂજાણાં ! બાપ ગઝલ ને શી ખબર કલમ છોરું શીદ ખોયું, ખોળવા એમને કાજે શબ્દે શબ્દનાં આયખા ટૂંકાણાં ! ગણિત આ શહેરનું જણાય કૈક અળવીતરું કેવુ ? ભાગીને ઈચ્છા સંગ ઉંમર, પસ્તાવાનાં શેષ મૂકાણાં ! જુગારી જીવડો મહ ને દાવ પર પોતાના જ મંડાયેલા જીતને મ્હાત કરી, હારેલી બાજીએ બમણાં કમાણાં !
ભેરૂડા સંગે મળીને ચાલ્યો રમવાને રંગે ત્યારે, આંખના ઈશારાએ મામલા તંગ બનાવ્યા છે ! હોળી ખેલતા જોબન દીઠું છે છોરીનું ત્યારે, મેં પણ તોફાની દુપટ્ટે થોડા રંગ ભભરાવ્યાછે ! મુક ગુફતેગુ ચાલી ગઈ આ પર્વના ઉલહાસમાં, ચંચળ એના સ્પર્શ માત્રે અંગેઅંગ લજાવ્યા છે! બેવ મનડા ઉજવે છે ઉત્સવ આ મિલન તણો, વાસી બારણાં તેમણે નિયમ સળંગ ફગાવ્યા છે !
કોઈનું નામ, તો કોઈનું નામ બોલે છે ! અહીં અલ્પજ્ઞાનીનું અભિમાન બોલે છે ! બારક્ષરી ભીખની બોલે શેઠ મંદિર મહીં, બહાર સત્ પામી સાધુ હરિનામ બોલે છે ! આરોપનામા મંડાયા આ મહેફિલમાં ત્યાં, ગુન્હેગાર છું હું એમ હુસ્નેજામ બોલે છે ! એવો શો કસુંબો પાયો હિમ્મત કેરો "મયુર" છુપાઈને નહીં એ તો સરેઆમ બોલે છે !
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser