The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
फूल ओस की बूंदे गिरे,मैं डर जाता हुँ तोडो़ मत मुझे ,मैं सिकुड़ जाता हुँ शवों पर सजकर बारबार,मैं दहक जाता हुँ तोडो मत मुझे ,मैं सिकुड़ जाता हुँ इतर की डिब्बीमें बंध ,मैं ऊब जाता हुँ तोड़ो मत मुझे ,मैं सिकुड़ जाता हुँ यहाँ वहाँ घुमके, मैं थक जाता हुँ पौधा ही है जगह जहाँ, मैं सँभल जाता हुँ देखो सिर्फ मुझे ,अपना समझकर तोडो मत मुझे ,मैं सिकुड़ जाता हुँ। -मनीषा
ભૂત અજવાળાનાં કલ્પનોને અંધારે પસવારે ભૂત ઉંધા પગલે ઉંધા ચહેરે કેમનું આવકારે ભૂત ડરની ઉંચી દિવાલોનાંબાકોરે લલકારે ભૂત પોચા મનનાં દ્વારને હળવેથી ખખડાવે ભૂત ઉંચે ચઢતું નીચે પડતું શીદને ભરમાવે ભૂત ભ્રમનાં ઓછાયા તળે બુધ્ધિને શરમાવે ભૂત - મનીષા #ભૂત
હિંમત પ્રેમની પેલે પાર જવાની હિંમત તો જો હ્દયે થી કાઢ્યું તીર રમત તો જો લાગણીએ કરેલી ઝીણી મરમ્મત તો જો ફૂટેલા ટશિયા સંતાડવાની કરામત તો જો ભૂલી શકું છું તને મારી હેસિયત તો જો ગઝલોમાં ગૂંથુ છું રોજ મારી કેફિયત તો જો તુ આવ કે ન આવ હવે ક્યાં પડી છે મને અણસારોનાં મહેલ નીચે દાટી છે મમત તો જો શું પ્રેમ શું મહોબ્બત ને વળી ઇશ્ક ઝરમર વરસતી યાદોમાં ગુમ ચાહત તો જો મનીષા
અપ એન્ડ ડાઉન સાવધાન વિશ્રામની પરેડ લોકડાઉન ક્યાક ઓછું તો ક્યાંક વધારે લોકડાઉન પક્ષોની નકરી ખેંચાખેંચ લોકડાઉન લખેલું ભૂંસે ને ભૂંસેલા પર વળી લખે લોકડાઉન પ્રયાસોનાં ગઢ ને ઉકેલોની ગૂંચ લોકડાઉન મુઠ્ઠીથી સરકતી જતી રેત લોકડાઉન આજને કાલ વચ્ચેનું ઘમસાણ લોકડાઉન વિચારોનું વિસ્તરતું રમખાણ લોકડાઉન ઉગ્યું કેવું કે હવે ડામવુ મુશ્કેલ લોકડાઉન માનવીનો પગ ને એનીજ કુહાડી લોકડાઉન -મનીષા #નુકસાન
સંતુલન ટોચ પર બેસવું કે ખીણમાં રહેવું બહુ થાક લાગે છે. મધ્યમાં ક્યાંક છવાવુ જ હાશ લાગે છે તારું સંતુલન ઓ ઇશ્વર ખાસ લાગેછે આજનો કોરોના વિતેલો સાર્સ લાગે છે વિચારોમાં નક્કી તારો વાસ લાગે છે મીંચું જો આંખો તો યે ધ્યાસ લાગે છે સાચુકલો આવે ને બસ પલળ્યા જ કરું ઘડીકમાં કાળુ ને વળી ધોળુ બધુ ભાસ લાગેછે -મનીષા #સંતુલન
અસલી ,નકલી કે પછી કલ્પનાઓની રમત:વેબસીરીઝ સૂર્યનાં અતિપ્રકાશિત વિસ્તારમાંથી હું મારા અપાર્ટમેન્ટમાં પ્રવેશું છું ને પ્રકાશ ઓછો થતાં મારી આંખો ગૂંચવાય છે અને ધીરે ધીરે ટેવાય છે.સમજીવિચારીને મૂકેલું પગલું જ મને આગળ વધારે છે. નહિં તો પગ ક્યાંક ખોટવાય ક્યાંક ગડથોલું પણ ખાઇ જાય.અદ્લો અદ્લ આવી જ લાગણી મને વેબસીરીઝ જોતા થાય.Brain storming એવી આ સીરીઝોનો ખડકલો મને મૂંઝવે.નેટફ્લિક્સ,એમેઝોન પ્રાઇમ,વુટ...કેટલાં બધા વિકલ્પો.મારા સ્ત્રીસહજ સ્વભાવને અનુલક્ષીને સસ્તુ,સ્વચ્છ અને ઉચ્ચ કક્ષાનું મનોરંજન શોધવાનો પ્રયત્ન કરું પરંતુ મારી આંગળી પ્રત્યેક ચેનલ પર ટ્રેમર થાય ને હું કોઇ એક જગ્યા પર મરજી નામરજી અટકું કે ઢળી પડું .મારે શું જોવું કે જોવું જોઇએ એના બદલે શું જોવા મળશે એ બદલ ભયંકર અનિશ્ચતતા.આ વાદળીઓનાં વરસાદમાં ક્યાંક કરા ક્યાંક ઝરમર તો ક્યાંક કાળો વરસાદ(અપશબ્દોનો)એની કોઇ શાશ્વતી નહિ. હું દેડકાની જેમ સીરીઝો પર ઠેકડા મારું.સુજીત સરકાર જેવી સ્વચ્છ કોરી પાટી પર લખાતું સંવેદનાઓનું જગત સારી સંભાવનાનાં વિશ્વની આશા જગાવે .કેટલાક ભૂમિતળેના એપિસોડ્સ અંધારાનો કેર વરતાવે.હોલિવુડની લાં.....બી ચાલતી સીરીઝ દાયકાઓમાં વિસ્તરતું,મ્હોરતું ,પછડાતું જગત દેખાડે.એની સામે બોલિવુડની ટચુકડી સીરીઝ કન્ટેન્ટ,એક્સપેન્સ અને ક્વોલિટીમાં ઝીંક ઝીલ્યા કરે.મહદઅંશે નિષ્ફળ રહે.પરંતુ વિવિધ સ્તરના પ્રેક્ષકોને લક્ષમાં લઇ થતું સર્જન ઓગણીસ વીસનાં પ્રમાણથી બનાવવાની મજબૂરી હેઠળ હોય છે.આ એક વિશાળ પડદો એક્ટર્સને પોતાનું કૌવત બતાવવાનું મજબૂત પ્લેટફોર્મ જરુર પૂરું પાડે છે.પરંતુ જીવનને લગતી કેટલીક ચીજો સાદડી તળે છુપાયેલી જ યોગ્ય હોય છે. જાહેરમાં એ વિસ્ફોટ જ કરે છે.ભારતમાં ટેલિવિઝન એ લિવિંગરુમનું ઘરેણું છે.એથી પૂર્ણ પરિવાર સાથે બેસી આ મનોરંજન માણી શકતો નથી.મનોરંજનવો છેદ ઉડાડવો તેના પ્રત્યેનો અભિગમ બદલવો કે બધું સમય પર છોડવું એ જે તે જ નક્કી કરે. -મનીષા
ભીનું સંકેલવાની એ તારીરીત હતી પોપચાની નીચે અશ્રુએની ભાત હતી મનીષા #ભીનું
#કટું કટુ તપાસવા સત્ય કેટલા ઉંડુ ઉતરવું પડ્યું સપાટી પર હતુ સુખ તો યે મૂળ સુધી જવું પડ્યું મરણ કટુ હશે કે નહિં કેમ સમજાય છેવટના શ્વાસ માટે કેટલું જીવવું પડ્યું - મનીષા
ઝડપી ઝડપી ચાલે ચાલી યાદોને પડકારુ હું સુંવાળા અંધારાને સ્વપ્નમાં પસવારુ હું ઘૂંટેલા શબ્દોને વળી પાછા મઠારું હું ભૂલોના સરવાળાને વારંવાર સુધારુ્ હું મનીષા #ઝડપી
ચાલ મા, શાળાએ ચાલ,શાળાએ ચાલ તુ ચાલ મા,શાળાએ ચાલ,શાળાએ ચાલ તુ શક્તિ સઘળી હવે તારી,શબ્દોમાં છલકાવ તુ સહારો સર્વેનો,એક અડીખમ દિવાલ તુ સમસ્યાના તમામ મૂળોને હચમચાવ તુ સુખનો ઉગી ગયો છે સૂરજ થઇ ગઇ છે લાલ તુ દુ:ખની શી છે મજાલ પાટી પર પેન ચલાવ તુ જીન્સ અને ટી શર્ટમાં ફરે છે આજકાલ તુ પાલવને બદલે હવે પવનનેજ લહેરાવ તુ સમાજના સૂરોની વચ્ચે એકમાત્ર તાલ તુ ડીજેની દોંગાઇને આજે શરમાવ તુ સૃષ્ટિસૌંદર્યના નયન, હોઠ અને ગાલ તુ ચહેરા સાથે તારા શિક્ષણને પણ ચમકાવ તુ ભારતની ગઇકાલ , આજ અને આવતીકાલ તુ ચાલ મા, શાળાએ ચાલ, શાળાએ ચાલ તુ મનીષા
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser