The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એ દીલ શા માટે જીદ કરે છે હું ભુલી જાવ એને ખબર જ છે હું નથી પામી શકવાનો એને બસ એની યાદ સાથે રહેવા દે મને કાશ કાંઈક ચમત્કાર થાય ને એ આવી જાય એ દીલ આ ઉમ્મીદ સાથે જીવવા દે મને પ્રેમ કરું છું ને કરતો રહીશ બસ આજ ખ્યાલ સાથે જીંદગી જીવવા દે મને એ દીલ તું ગમે એટલી કોશિશ કરે નહી ભુલી શકું એને એને બસ સપનામાં પામવાની કોશિશ તો કરવા દે મને એના માટે જીંદગી ગીરવે મૂકી દવ બસ એકવાર આવવા દે એને......
હા પછીની ના તને પરવડે તો આવજે ભાંગલો વે’વાર છે,પરવડે તો આવજે એકલું ઓજસ નથી જિંદગીનાં ઓરડે ક્યાંક અંધારૂં ય છે,પરવડે તો આવજે આજ છે જે આપણાં એમનું નક્કી નથી પારકા પણ નીકળે પરવડે તો આવજે ! બહુ બધું બદલી ગયું ‘ને હજૂ બદલાય છે માનસિક્તા એજ છે પરવડે તો આવજે દ્રષ્ટિશાળી આંખ, ‘ને કાન સરવા રાખવા જોખમી સાબિત થશે પરવડે તો આવજે ! ટાળવાની ટેવ ભારે પડે, એવું બને સત્ય છે, કડવું હશે પરવડે તો આવજે ! ભૂખ વેઠો કે તરસ ફેર કંઇ પડતો નથી જીવતા રે’વું પડે પરવડે તો આવજે !
આપણા સંબધનું નામ એટલે કેલેન્ડરમાંથી તમે ફાડી નાંખેલું અને મેં વાળીને રાખેલુ પાનું ક્યાં ભૂલ થઈ..?? સમજાવી જા ને . ક્યાં પ્રેમ ઓછો પડ્યો..? ? ગણાવી જા ને . હોઈ કોઈ ખોટ મારી લાગણીઓ માં, તો બતાવી જા ને .. .તને પ્રેમ ન કર્યો હોય ... એવો એક દિવસ તો બતાવી જા ને ! અહીં તો ક્યાંક અજાણ્યા સાથે પ્રેમ પણ થઇ જાય છે, તો.. ક્યાંક કોઈ પ્રેમ કરીને પણ અજાણ્યા થઇ જાય છે.. અમે તો એ ખોયુ જે કદી અમારું હતું જ નહીં, પણ તે તો એ ખોયુ જે ફકત તારું ને તારું જ હતું. જિંદગી માં કંઈ જ નક્કી નથી ક્યારેક અણગમતું વ્યક્તિ પણ જિંદગી બદલી જાય છે. અને ક્યારેક મનગમતું વ્યક્તિ પણ જિંદગીની પથારી ફેરવી નાખે છે... સાચું કહ્યું છે કોઇક કે. સમય ની સાથે બધા બદલાય જાય છે.... ભુલ એમની નથી જે બદલાય ગયા છે ભુલ આપડી છે કે... આપડે પહેલા જેવા જ રહી ગયા... ના રડો કોઈના માટે, ખબર એ વ્યકિત બીજા સાથે હસવામાં વ્યસ્ત હોય. સાજા થવું હોય તો જેનાથી બીમાર થયા હોય, એનો ત્યાગ કરવો પડે. પછી એ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે વિચાર હોય... નજર સામે આવે તો યાદ આવે, પણ જૉ આવે જ ના, તો સહેલું થઈ જાય,ભૂલી જ જવાય, તમારા મોબાઇલ માં પણ whatapp નાં fist page એના કોઈપણ msg નાં રાખશો, કેમ કે જોશો તો યાદ આવશે એટલે સેકન્ડ page all contect માં રાખો, અને તમારો Number એ જ સામે થી Delete કરી દે તો બહું જ સારું, કેમ કે ફાયદો એને ભૂલવાનો તમારો જ થશે.. વ્યસ્ત રહો, મસ્ત રહો !! કોઈ આપણું મૂલ્ય ન આંકી શકે, આપણે કેટલા કેરેટનું સોનું છીએ એ આપણને ખબર હોવી જોઈએ. જો ભૂલવું જ હોય તો દૂર રહો દરેક એ વસ્તુ, વિચાર,જગ્યા કે વ્યક્તિ .. કેમ કે ... #Life_is_task &, રમી ગયા તો જીતી ગયા, નહીં રમો તો,#new_task_is_verry_tuff
જિંદગીએ એક વાત તો શીખવી દીધી કે આપણે ક્યારેય કોઈ માટે હંમેશા ખાસ નથી હોતાં. આદત લગાડીને ક્યારેય કોઈને છોડી ના દેતા સાહેબ કેમ કે તમે તો છોડી ચાલ્યા જશો પણ સામે વાળું અંદરથી સાવ તૂટી જાય છે સાહેબ... અહીંયા તો સંબંધ સંબંધમાં ફેર હોય છે, કયાંક લાગણીની જરૂર હોય છે, તો કયાંક જરૂર હોય ત્યાં સુધી જ લાગણી હોય છે..!! મારી કોઈ માંગણી નથી તો ય એને કોઈ લાગણી નથી .. માણસોની આ દુનિયામાં બસ આ એક જ રુદન છે, લાગણીઓ પોતાની હોય તો લાગણી અને બીજાની હોય તો રમકડું.!! ના બનાવશો કોઈને ટાઈમપાસ માટેનું રમકડું એ પણ માણસ છે એને પણ દુ:ખ થાય છે.. તૂટેલું દિલ ઘણું બધું શીખવાડે છે, પણ તેની ફી બહુ ઉંચી હોય છે.. તારા બદલાઈ જવાનું દુઃખ નથી મને,પણ તારા પર કરેલા ભરોસાનો અફસોસ થાય છે, મને તને પામવાના ચક્કરમાં મેં એટલું બધુ ગુમાવ્યું છે કે જો તુ મળી પણ જાય તો પણ હવે મળવાનો અફસોસ થશે. પ્રેમ શબ્દ સાંભળવામાં જ સારો લાગે.. કરી તો જુઓ અડધી રાતે રોવડાવશે... જે લોકોની વેલીડીટી, OTP જેટલી હોય, એવા લોકોને પરમેનેન્ટ, Password ક્યારેય ના બનાવો. બની શકે તો મને માફ કરી દેજે, કેમ કે હવે હું તને માફ નહીં કરી શકું !! 💔❤️💔
યાદ આવે છે તું ભગવાનની માફક માંગુ છું હું તને દુવાની માફક.. રોગી છું તારા પ્રેમનો એટલે લઉં છું તારું નામ દવાની માફક.. રહે છે દિલ, દિમાગ, ધડકન, અને હદયમાં તું હવાની માફક.. 💛🧡❤️
ઘણીવાર આપણે ઘણાને કહેતા સાંભળતા હોઇએ કે જીવનમાં તકલીફ, વેદનાઓ અને દુઃખનો અંતજ નથી આવતો. કોઈ આવું કહે ત્યારે હું એકજ વાત કહું છું કે સમય ક્યારેય એકસરખો રહેતો નથી. એ સમય છે, બદલાશે જ. હા, પણ એને બદલવા માટે પ્રયત્નો ચાલુ રાખવા પડે. જીવનમાં એવો સમય પણ આવી શકે જ્યારે આપણને બધી બાજુથી નિરાશા ઘેરી વળે. એક પછી એક મુસીબત આવ્યા જ કરે. બધીજ જગ્યાએ આપણે હારનો સામનો કરતા હોઈએ એવું પણ બને. જયારે આવુ બને ત્યારે એ યાદ રાખવુ કે, તમારો પોતાના પરનો વિશ્વાસ અને શ્રદ્ધાની કસોટીનો આ સમય છે. જેઓ પોતાના પર વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા રાખી શકે છે તેઓ ગમે તેવી મુશ્કેલીઓમાં થી પણ પસાર થઈ શકે છે. કોઈપણ અણગમતી પરિસ્થિતિ આવે ત્યારે તે માંથી નીકળવાની મથામણમાં આપણે આપણી અંદર રહેલ શક્તિ ને પડકારીએ છીએ. એ પડકારના પરીણામે આપણી આંતરીકશક્તિ જાગૃત થશે. આ શક્તિ, ક્ષમતા, વિશ્વાસ જ આપણને પરાજય થવાના ડર માથી મુકત કરશે. એકવાર આ ભય જતો રહે એટલે ઘણા નવા રસ્તાઓ દેખાશે, જેના પર ચાલી આપણે આ મુસીબતોની ઘટમાળામાં થી બહાર નીકળી શકયે. આપણને અહી એમ પ્રશ્ન થાય કે તો શું પહેલા રસ્તા નહોતા? રસ્તા તો પહેલા પણ હતા, પણ ભયને કારણે આપણે તે જોઇ નહોતા શકતા અથવા જોઇ શકતા હોઈએ તો પણ પરાજીત થવાના ડર થી તેના પર ચાલવાની હિમ્મત ના કરી શકતા હોઈએ. કોઈપણ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા તમે સક્ષમ છો, શરત બસ એટલી છે કે તમારી શક્તિઓ ને જાગૃત કરી તેનો સદુપયોગ કરો અને પોતાના પર અને જીવનની પ્રક્રિયા પર વિશ્વાસ રાખો.
પ્રેમ અને ભરોસો ક્યારેય ન ગુમાવો કારણ કે પ્રેમ દરેક માટે નથી હોતો અને વિશ્વાસ દરેક પર હોતો નથી.. અઢળક સવાલોની વચ્ચે રાધા કૃષ્ણને પૂછે કે "પ્રેમ એટલે શું?" ત્યારે કૃષ્ણ હસીને જવાબ આપે છે કે "બધા મારી પાસે આવે અને હું તારી પાસે !!" ચાર મિનિટ વાત કરવા માટે ચોવીસ કલાક સુધી હસતાં હસતાં..રાહ જોઈ શકે એ જ વ્યક્તિ કોઈને પ્રેમ કરી શકે. સમયના બંધન નથી હોતા ખરી ગયેલા પાન ફરી લીલા નથી થતા, કહે છે લોકો બીજો પ્રેમ કરી લો, કોણ સમજાવે એમને કે સાચા પ્રેમના અલ્પવિરામ નથી હોતા... જે વ્યક્તિ તમને ખરેખર પ્રેમ કરતી હશે એ વ્યક્તિ તમારી હજારો ભૂલો કે હજારો ખામી જાણવા છતાં પણ તમને છોડીને નહિ જાય..!! લેખ લખનાર વિધાતા પણ ત્યારે રોયા હશે જ્યારે રાધા કૃષ્ણ એ છેલ્લી વાર એકબીજાને જોયા હશે.. મનુષ્ય ને પ્રેમ નુ મુલ્ય સમજાવા માટે વિધાતાએ પ્રેમ સાથે બીજી પણ બે રચના કરી છે અને એનુ નામ આપ્યુ છે 'વેદના' અને 'વિરહ' જે મળે છે એનો મનમેળ નથી, જ્યાં મનમેળ છે, એને મળવાનો મેળ નથી... ઇશ્વરે આનું નામ પ્રેમ રાખ્યું છે... “#સાચાપ્રેમ નો અંત નથી થઈ શકતો કેમકે સાચો પ્રેમ કદી ખતમ નથી થતો રાધા અષ્ટમી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌને 🙏 જય શ્રી રાધે કૃષ્ણ જી 🙏🙏
સાચી વાત છે વ્યક્તિના હાથમાં જ હોય છે..પણ, સાચા નિઃસ્વાર્થ વફાદારી સાથે આજીવન ટકીને રેહવામાં માનતા હોય એવા વ્યક્તિના હાથમાં જે સંબંધ અને વ્યક્તિ ની કદર imp izzat respect કરતા અને સમજતા હોય.. બધી જગ્યા એ ટાઇમપાસ કરી સંબંધ લાગણીઓ વ્યક્તિ સાથે રમત રમતા હોય એવાં લોકોનાં હાથ બહારની વાત છે એક વ્યક્તિ સાથે વફાદારી ઈમાનદારી સચ્ચાઈ ને સાચી લાગણી સાથે આજીવન ટકી રહવું ને સંબંઘ ને નિભાવવું... એવા લોકોને કોઈના હોવા ના હોવા રહેવા નાં રહેવા થી ક્યારે રત્તીભર ફરક નથી પડતો એક સાથે દરેક જગ્યા એ ટાઇમપાસ કરતા હોય હજારો વિકલ્પો હોય એક જાય હાજર આવે એવી માનસિકતા ને સ્વભાવ સાથે જીવતા બિન્દાસ cold heart વ્યક્તિ પણ દુનિયામાં બિન્દાસ પોતાની લાઈફ એન્જોય કરતા હોય છે.. એવાં લોકોની સમજની બહાર છે સાચો સંબંધ, સાચી લાગણી અને સાચી વ્યક્તિ.. કારણ એ પોતે જૂઠા, સ્વાર્થી, મતલબી, વિશ્વાસઘાતી disloyal હોય છે...!
ગણતરી તો અમે પણ રાખી હતી, ફરક એટલો હતો કે, તમે ભૂલો ગણી ને અમે લાગણી... હિસાબો માં કાચા છીએ એવું નથી સાહેબ, પણ સંબંધોમાં ગણતરી સારી ના લાગે... હું કેવો છું.. એ પણ તમે તમારી જાતે જ નક્કી કરી લીધું એટલે હવે.. તમે કેવાં છો.. એ નક્કી કરવાની જરૂર જ ના રહી મારે.. કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કે ધિક્કારવા સિવાયનો ત્રીજો અને સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે. તેને સમજવાનો. સમજણથી હટીને જ્યાં લાગણીઓનું ગણતર છે, સમજી લેવુ સાચા સંબંધોનુ ત્યાં પાક્કું ચણતર છે. સંબંધ જો એક વાર પોતાની કિંમત ગુમાવી દે પછી પહેલા જેવા ક્યારેય થતા નથી.. એક વાત કહું... સંબંધો ઓછા બનાવો પણ તેને દિલથી નિભાવો. ♥️♥️🙏 જય શ્રી કૃષ્ણ 🙏
હજારો દુઃખો ની વેદના હોય છે, ફક્ત એક મુસ્કાન ની પાછળ... સમંદર આખો સંઘરાય દર્દ તણો, આંખોની એ ઝુકેલી પાંપણ ની પાછળ... જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવે છે કે જ્યાં કોઈ વાત કરે તો પણ ઠીક છે અને ન કરે તો પણ સારું. અંતે સમય બધું બતાવી જ દે છે, કે કોણ શું હતું અને આપણે શુ સમજતા હતા.... શબ્દોનું મહત્વ સમજુ છું, એટલે જ ક્યારેક મૌન રહી જાઉં છું, પણ સ્વમાનનું મહત્વ પણ સમજુ છું, એટલે ક્યારેક મૌન તોડી દઉં છું. ભાર લઇને ફરવું એના કરતા જતું કરીને મુક્ત થઇ જવું વધુ બહેતર છે. જયારે બહુ ગમતી વ્યક્તિનો મોહ છૂટી જાય, ત્યારે સમજી લેવું કે તમને જીવતા આવડી ગયું!.. સંબંધોમાં આજે કંઇ ખૂટતું હોય તો એ છે, પારદર્શિતા... જયાં ટ્રાન્સપરન્સી નથી હોતી ત્યાં ટેન્શન રહેવાનું જ છે. શરત પર આધારિત સંબંધ વધુ ન ટકી શકે સંબંધમાં જીવવાનું હોય, જીતવાનું ન હોય. અનહદ લાગણીઓની જ્યારે હદ નક્કી કરાય છે ત્યારે લાગણીની સાથે માણસ પણ બેહદ પીસાય છે. 💔♥️💔
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser