The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"રંગો ના તરંગો " જીગર કુમાર પંડ્યા ઇડરગઢ "ઈડરિયો ગઢ જીત્યારે આનંદ ભયો " દરેક ગુજરાતી ના મુખે ગવાતું આવ્યું છે .. સદીઓ થી ઉભો ઈડરિયો ગઢ અજેય રહ્યો છે .."ઈલ્વદુર્ગ " ના નામ થી પાંડવ સાથે જોડાયેલ ઇતિહાસ હોય કે ઇડરસ્ટેટ નો ઉજાસ ...કોઈ અજાણ નથી ....અનેક મહાનુભાવો ની જન્મ ભૂમિ કર્મભૂમિ રહી છે આ ધરતી .....આ શિલાઓ ...આ કોતરો .. પણ શું આ ઐતિહાસિક ઇડરગઢ સુંદરતા સચવાય તે પ્રત્યે ની જવાબદારી ઈડરના રહેવાશી ઓ ની જ છે ? લિગ્નાઇટ ની ભૂખ શું શિલાઓ ને કોતરી ખાશે ?? સદીઓ જૂની પાંડવકાલીન શિલાઓ આવનારી પેઢી ને ગુગલ માં સર્ચ કરીને બતાવી પડશે જો સભ્ય સમાજ જાગૃત નહિ થાય તો ...સામાજિક સંસ્થા ઓ અને ઇડર ના રહેવાશી ઓ તો આંદોલન ના માર્ગે છે જ ... મારો પ્રયત્ન ઇડરગઢ બચાઓ આંદોલન ને વેગ મળે , તંત્ર સુધી આર્ટ ઘ્વારા કલર પીંછી થી તંત્ર ને "આવેદન " આપીને મૂંગામોઢે સંદેશો આપના માધ્યમ થી પહોંચે ... વોટર કલર થી હું રોજ એક પેઇન્ટિંગ બનાવી ફેસબુક અને સોસીઅલ મીડિયા માં મુકું છું ...ઇડરગઢ ની ઐતિહાસિક વિરાસત ને પ્રવાસન માં સ્થાન મળે ...વધુ માં વધુ પ્રવાસીઓ આવતા થાય અને સરકાર પણ પ્રવાસન શ્રેણી સ્થાન આપે .. ઇડર ગઢ ની અસ્મિતા ,ઐતિહાસિક વિરાસત ને જનજાગૃતિ માટે પ્રયત્ન શીલ ઇડરવાસીઓ સાથે હું પણ સહકાર આપીશકું ...કલર ..પીંછી ..થી ....... ઇડરગઢ ઉપર વિશાળ પથ્થરો વચ્ચે પ્રવાસ કર્યો ત્યારે મન માં વિચારો સાથે શબ્દો ની સ્ફુર્ણા . "મોં ફાડી ને ઉભો સદી ઓ થી પવનો ની લહેરો વચ્ચે ... સુસવાટા સાથે શ્વાસ લીધા .. જઈ એની બખોલ માં .. હું ઈડરિયો ગઢ છું ...કેટલીયે થપાટો ખાઈ ઉભો છું .... ઘસરકા લાગ્યા સમયે સમયે ... સદીઓ થી જોયા તડકા છાયા કેટલાકે અદભુત કીધું .. ને કોઈકે કીધો પથરો . હા હું ઈડરિયો ગઢ છું ...!!!!! રંગો ના તરંગો જીગર પંડ્યા
ગ્રેટ આર્ટિસ્ટ શ્રી લક્ષ્મણ રે તેમનો પરિચય આપવા માટે શબ્દો ખૂટી પડે ..કલાકૃતિઓનું સતત સર્જન સાથે કલાશિક્ષણ દ્વારા ગુજરાત માં અનેક કલાસર્જકો આપ્યા છે. તેમની કલાકૃતિઓ ગુજરાત ના અગ્રણી અખબારોમાં ફૂલ પેજ માં અનેક વખત સ્થાન પામ્યું છે અને કલા મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અર્થે અસાઇમેન્ટ . રંગો સાથે કલા નો અખૂટ ખજાનો ..... કલાકારો અને કલા રસિકો માટે હરતુંફરતું પુસ્તકાલય ...જાણે કલા ના કુંભ મેળા માં ફરતા હોય એવો અનુભવ આજે તેમની કલાકૃતિનું સર્જન અને તે ક્ષણ ને નિહાળવાનો અવસર મળ્યો ... કલા પ્રતિષ્ઠાનદ્વારા પ્રકાશિત કલાગ્રંથો પહોંચાડવામાટે તેમની સાથે આજની મુલાકાત નું હું ફક્ત માધ્યમ હતો . કલાકાર અને કલાગ્રંથો ની સકારત્મક ઉર્જા નો અનુભવ નો હું સાક્ષી બન્યો . "રંગો ના તરંગો" જીગર કુમાર પંડ્યા
જીગરપંડયા ના ઐતિહાસિક સરખેજ રોઝા ૧૦૦ વોટરકલર પેઇન્ટિંગ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં સ્થાન પામ્યા . અમદાવાદ ના સરખેજ ,ઉજાલા સર્કલ વિસ્તાર માં રહેતા જીગર કુમાર પંડ્યા એ પોતાની મૌલિક કલાકૃતિઓ દ્વારા છેલ્લા બે વર્ષ થી સર્જન કરીને સ્મારકોને ઉજાગર કરી રહ્યા છે . અમદાવાદ તથા ગુજરાત ના અલગ અલગ ઐતિહાસિક સ્મારકો ને વોટર કલર થી કંડાર્યા છે . ઐતિહાસિક સરખેજ રોઝા ને વોટરકલર ના માધ્યમ થી ૧૦૦ દિવસ માં ૧૦૦ ચિત્રો બનાવ્યા છે . સરખેજ રોઝા પરિસર માં આવેલ રાણી મહેલ , તથા તળાવ , બાદશાહ નો મહેલ ,તેમની અંગત મસ્જિદ થી લઈને અંદર ના ભાગ માં આવેલ વિવિધ સ્મારકો ,એક તળાવ માંથી બીજા તળાવ માં પાણી આજે પણ ગળાઈ ને આવે છે તે અદભુત સ્થાપત્ય વરસાદીપાણી સંગ્રહ ના કુવા હોય કે પછી ઝીણી કોતરણી વાળી સુંદર ઝાળી દરેક ખૂણા ને વોટર કલર થી કંડાર્યા હતા .૧૦૦ પેઇન્ટિંગ ૧૦૦દિવસ માં બનાવવા બદલ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા સંસ્થા એ નિરીક્ષણ કર્યું અને તેની નોંધ લીધી . જીગર પંડ્યા ને એકજ ઐતિહાસિક સ્મારક એટલેકે સરખેજ રોઝા ઉપર એકસાથે વધુ માં વધુ વોટર કલર પેઇન્ટિંગ બનાવ્યા તેમાટે એવોર્ડ પ્રમાણપત્ર સાથે મોમેન્ટો ,અને મેડલ આપવામાં આવ્યો છે . ગતવર્ષે ઐતિહાસિક સ્મારક સરખેજ રોઝા અને ગુજરાત ના વિવિધ ઐતિહાસિક સ્મારકોના ૪૦૦ જેટલા વોટરકલર પેઇન્ટિંગ નું સર્જન કરવા બદલ યુનેસ્કો WHV દ્વારા વેલ્યુ સપોર્ટ ફોર હેરિટેજ એવોર્ડ મેળવ્યો હતો તે ઉપરાંત યુનેસ્કો WHV2018 લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધા પાટણ રાણ કી વાવ ખાતે અપ કમિંગ આર્ટિસ્ટ એવોર્ડ મળ્યો હતો . જીગર પંડ્યા ની કલા સાથે ની સફર માં કલાપ્રતિષ્ઠાન અને સંસ્થા ના અધ્યક્ષ અને ચિત્રકાર શ્રી રમણીક ભાઈ ઝાપડિયા નું પ્રોત્સાહન અમૂલ્ય રહ્યું. રાહ ચીંધવાની વાત હોય કે કલાગ્રંથો દ્વારા કલા જ્ઞાન નો ભંડાર ખુલ્લો મુકવાની વાત કે પીંછી રંગો ને કોરાણે મૂકી હોય તેવા કલાકારો ના ઉસ્થાન ની વાત હોય , જીગરભાઈ જણાવેછેકે હું નિઃસંકોચ કહી શકું કે ગુજરાત ના કલાકારો માટે ઈશ્વરીય પ્રેરણા એટલે કલાપ્રતિષ્ઠાન......... ઉપરાંત જાણીતા આર્ટિસ્ટ મિત્ર બિપિન પટેલ નો સતત સાથ મળ્યો , નવી ટેક્નિક , માધ્યમ ચિત્રકારો ની નજીક થી મળવાની અને જાણવાની અને કામ કરતા હોય ત્યારે જોવા ની તક મળી. હેરિટેજ વિષય ઉપર પેઇન્ટિંગ બનાવતા જીગર પંડ્યા ને પૂછ્યું કે હેરિટેજ વિષય કેમ ?? ત્યારે જણાવ્યું કે વિરાસત ની અતીત માં ડોકિયું કરીને ભવ્ય વારસા ને કંડારી ને જોયું .. પથ્થરો સાથે નજર મિલાવી .... કમાનો ની વચ્ચે , ઝરૂખાઓ ઉપર જઈ ચડ્યો જયારે ... આભાસ થયો જાણે મન માં ... આવો ....આવો ...કેમ છો .. અતીત માંથી આવકારો મળ્યો ....
"રંગો ના તરંગો"--જીગર કુમાર પંડ્યા અભિનવ આર્ટ સંસ્થા છેલ્લા ૨૦ વર્ષ થી કલા જીજ્ઞાશુ ,તથા કલા માં રુચિ ધરાવતા સાધકોને તાલીમ આપીને તેમના માં રહેલી સર્જનાત્મકતા ને પોષવાનું કામ કરે છે. 'કલાની સીમા નક્કી નથી હોતી , જો મળી જાય એમાં આપ સૌનો સાથ તો મંજિલ કયારેય દૂર નથી હોતી ચાલવા તો માંડો , રાહમાં ઈશ્વરીય શક્તિની પ્રેરણાની કંઈ કમી નથી રહેતી સંસ્થા ના સંચાલિકા આર્ટિસ્ટ રશ્મિકા નાગર એ એ.ટી.ડી.તથા ડિપ્લોમા ઈન પેઇન્ટિંગ શેઠ સી.એન.ફાઈન આર્ટ માંથી કલા શિક્ષણ મેળવેલું છે. અભિનવ આર્ટ સંસ્થા નું પ્રથમ ચિત્રપ્રદર્શન હઠીસિંહ આર્ટ ગેલેરી નવરંગપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું . આ ચિત્રપ્રદર્શન નું ઉદ્ઘાટન અમદાવાદ ના મેયર બિજલ પટેલ અને પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ એ કર્યું હતું . જાણીતા ચિત્રકારો ની વિશેષ ઉપસ્થિતિ અને કલારસિકો એ કલાકૃતિઓને બિરદાવી હતી . અલગ અલગ માધ્યમ દ્વારા કુદરત ની સમીપે પહોંચતા ચિત્રકારોએ અદભુત કૃતિઓનું સર્જન કરીને આર્ટ ગેલેરી રંગમય કરી હતી. ૩ વર્ષ ના બાળક થી લઈને ૬૫ વર્ષ સુધીના ૭૭ કલાકારોએ મૌલિક કૃતિઓ નું સર્જન અહીં રજુ કર્યું હતું
રોજ નું એક વોટરકલર લેન્ડસ્કેપ સાથે ૧૦૦૦ પેઇન્ટિંગ પુરા કરતા ચિત્રકાર બિપિન પટેલ. ચિત્રકાર બિપિન પટેલે નારગોલ થી ડિપ્લોમા ફાઈન અને બરોડા યુનિવરસિટી માંથી ફાઈન આર્ટ માસ્ટર ડિગ્રી નો અભ્યાસ કરેલો છે . આ ગુજ્જુ યુવાન આર્ટિસ્ટ એ વોટર કલર થી ગ્રામ્યજીવન ,ધબકતું શહેર ખુબ જ સુંદર રીતે કંડાર્યું છે . તારીખ ૧૭/૫ /૨૦૧૬ થી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવાનું શરૂ કર્યું જે તારીખ ૧૦/૨/૨૦૧૯ ના રોજ ૧૦૦૦ દિવસ માં ૧૦૦૦ પેઇન્ટિંગ પુરા થયા છે.જે રેકોર્ડ માટે પણ નોંધ કરાવેલ છે .સોશિયલ મીડિયા ના માધ્યમથી કલાચાહકો સમક્ષ તેમની સુંદર વોટરકલર ની કલા દ્વારા સુપ્રભાત કહેવાનું ચુકતા નથી ,રોજ એક વોટર કલર કૃતિ થી ગુજરાત ની ધરતી ને રંગો થી ધબકતું રાખનાર બિપિન પટેલ ને યુનેસ્કો ઘ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધા 2017માં Best upcoming Artist નો એવોર્ડ અને 2018 માં best artist અને યુનેસ્કો ના વર્લ્ડ હેરિટેજ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ,ગુજરાત ટુરિઝમ સાથે ELLIXIR FOUNDATION WHV2018 ના સંયુક્ત ઉપક્રમે એલ.ડી.એન્જિનિયરિંગ ના કેમ્પસ માં અમદાવાદ હેરિટેજ સિટી વિષય ઉપર પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. તેમાં બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ સળંગ ત્રણ એવોર્ડ unesco WHV ના મેળવ્યા છે . પ્રધાન મંત્રી મોદીજી નું જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલ વોટરકલર પેઇન્ટિંગ દિલ્હી ખાતે PM ઓફિસે શોભા વધારી રહ્યા છે ..એ ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન , ઘ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસબોર્ડ ઘ્વારા આયોજિત સોમનાથ ક્લાયજ્ઞ 2017 ભારત ભર થી આવેલ ચિત્રકારો વચ્ચે વિશેષ સન્માન એવોર્ડ મળ્યો હતો . તાજેતર માં ભારત ની આર્ટ સંસ્થા બિન્દાસ આર્ટ ની વિશ્વકક્ષા ની વોટર કલર સ્પર્ધા માં બીજા નંબરે આવીને ગુજરાત ને ગૌરવ અપાવ્યું છે . આપણા ભારત ના વોટર કલર આર્ટિસ્ટ વચ્ચે બિપિન પટેલ નું સ્થાન એ ગુજરાત માટે ગૌરવ છે .વિધાર્થી માટે 'wet strokes ' water colour ની બૂક્સ પણ બાર પાડી છે ,
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser