Quotes by મકાણી અભિષેક in Bitesapp read free

મકાણી અભિષેક

મકાણી અભિષેક

@indianpoliceservice1584


સાંકડી કેડી પથ્થરનો મારગ
ઉઘાડા પગે હું કશુંક શોધવા નીકળ્યો,

બંદ મુઠી ને આશાનાં પવને
કાંકરા સાથે અથડાતો મલકાતો નીકળ્યો,

નજર તેજ સાથે બધું જોતો
બધું જોયું ને અંતરને ઠારતો નીકળ્યો,

મુઠી ખોલીને ખોબો ભર્યો
ફૂલોના સુગંધ, ભમરાનો અવાજ લઇને નીકળ્યો

હવે તો સંધ્યા ટાણું થયું
વળતી વેળાએ મેં કેડી પર પગલી છોડીને નીકળ્યો...

Read More

મધદરિયે હું નાવ લઇને જાવ છું,
મારી ઓકાતને માપવા;

દરિયાથી કિનારો લઇને જાવ છું,
એનાં વિરહનું દુઃખ પામવા;

મુઠી ભરી મીઠું લઈને જાવ છું,
મારી કડવાસને ડુબાડવા;

નાનું બંદ છીપલું લઈને જાવ છું,
દરિયાનું મોતી શોધવા;

દરિયાને નાવની સાથે લઈને જાવ છું,
એને માણવા ને મને પામવા...

Read More

કપડું લાગે તને તન પર સોના જેવું
બુદ્ધિનું આંક માપ્યું તો ખોબા જેવડું !

સોનાનું કપડું ઘસીશ તો થશે ગાભા જેવું
મગજ તારુ ઘસીશ તો થશે આભ જેવું ,

મતિ ઘસી કપડું ફાટ્યું તન રહી ગયુ મેલું
તન ઘસી મેલ કાઢ જીવન થશે સાધુ જેવું...

Read More

આ વર્ષે તો વરસાદ જાણે કે મન મુકીને વરસ્યો ,
ધરતી આનંદિત થઈને નદી સ્વરૂપે જોને પાછો આપ્યો !

રંગોની પોતાની અદ્ભૂત કળા છે...
ઉડે તો આભ રંગીન,
પડે તો ધરતી રંગીન.
બંને વચ્ચે પડેલું આપણું શ્વેતજીવન ,
જો એમાં રંગ પડે અને ઉડે તો રંગીનજીવન..
એટ્લે જ
"फिके पड़े हुए सूखे वक़्त में मिलादो कई रंग ,
भूल जाओ सबकुछ और लगाओ अंग अंगमें रंग।"
#HAPPY HOLI
#JAY SHREE KRISHNA
#Life

Read More

દિવાલમાં આટલાં કાણાં શા માટે ?
નક્કી લોકો શાણા થઈ ગયા લાગે ,

બધી ગુપ્ત માહિતી બહાર શા માટે ?
નક્કી આપણી સરહદ તુટી ગઇ લાગે ,

ધર્મ-ધર્મ વચ્ચે આટલો વેરભાવ શા માટે ?
નક્કી આપણી રાષ્ટ્રભાવના ખૂટી ગઇ લાગે ,

ઇતિહાસ બદલવાની તૈયારી શા માટે ?
નક્કી આપણાં ઇતિહાસકારો મુંગા થઈ ગયા લાગે ,

રાષ્ટ્રનાં ટુકડા-ટુકડાની વાતો શા માટે ?
નક્કી ભારતનાં ઘડવૈયાનાં લોહી સુકાઈ ગયા લાગે ,

ઇતિહાસ આપણો ભૂતકાળ શા માટે ?
ઇતિહાસ આપણું આજ અને ભવિષ્ય છે...

Read More

હશે કઈંક આસપાસ જુઓ તો ખરાં
ના શું પાડો છો જોયા વિના !

અસત્ય પહેલા સત્યને પારખો તો ખરાં
હા શું પાડો છો જાણ્યા વિના !

જૂની વાતને બહું થયું હવે છોડો તો ખરાં
હા શું પાડો છો અનુભવ વિના !

બધાંમાં હા-ના પહેલાં પુસ્તકોને પારખો તો ખરાં
ડંફાસ શું મારો છો પુસ્તક ખોલ્યા વિના !

Read More

ચાલજે તું હૃદયને આશ્વાસન આપીને
રૂપિયાઓની ગડ્ડિમાં બાંધીશ નહીં,

મુંજાશે કદાચ બહારનું વાતાવરણ જોઈને
તું તારા ધબકારાને બાંધીશ નહીં,

અફસોસ થશે પહાડ પર લોકોને જોઈને
તું તારું એકપણ પગથિયું છોડીશ નહીં,

અચરજ થશે તને દરિદ્રને કાંપતો જોઈને
એને મદદ કરવા સહેજે ગભરાતો નહીં,

નથી આપ્યું તને કાંઇ થશે બીજાનું જોઈને
આ પ્રકૃતિ તારી જ છે તું મુંજાઈશ નહીં,

બસ તું ચાલ્યા કર વિશાળ દરિયો જોઈને
હૃદયને આશ્વાસન આપવાનું ભૂલતો નહીં...

Read More