The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#શકિતશાળી જો પ્રણયનાં નામની આ હાથમાં અંકાય રેખા, ભૂંસવા ચાહો છતાંયે ના પછી ભૂંસાય રેખા. હોય છોને પાસપાસે તોય પણ અસ્તિત્વ નોખાં, બિંદુઓ જોડાય બન્ને, તો જ એ કહેવાય રેખા. ભાગ્યરેખાઓ હથેળીમાં નથી હોતી પ્રથમથી, કર્મ ની શક્તિશાળી અંકણી પછી દોરાય રેખા, એક રીતે જોઈએ તો ચિત્રમાં લીટા જ છે બસ, આંખ રેખામય બને તો આ બધી વંચાય રેખા. પ્રેમનાં શાશ્વતપણાંનો 'હિરેન' આ પણ છે પુરાવો, જો હજીય મલકાવ છું સાંભળતાં નામ રેખા.
#માત્ર માત્ર ખાપણ ફૂટી આંખો મહીં અંજન ન હોયે, જીવન નું મોત પર મંથન ન હોયે, સ્મશાનની ખાકમાં શાંતિથી પોઢી, હિરેન અચેત કાય પર કુંદન નહોયે, રૂડા આ વિશ્વના બજાર માંથી, અને સમૃદ્ધ આ સંસાર માંથી, જવાનું સ્મશનમાં લઇ ને ખાપણ એક- એ પણ બનેલું માત્ર ચંદ કાચા તારમાંથી.
#દિલ હું દિલ થી ખુબ કોતરાયેલો માણસ છું, ને ચારેય કોરથી છેતરાયેલો માણસ છું, અશ્રુઓની અવિરત ધારામાં વહુ છું, એટલે દિલથી ખૂબ ઘવાયેલો માણસ છું,
#વધવું રમતમાં જ દિધું બચપણ વિતાવી, જવાની પણ છે મસ્તી માંજ જવાની! ઈચ્છા તો છે સહુ ને અહીં રોકાવાની, જીવન, નદીની નીયતી વધવું વધતી જવાની, જવાની છે તો કરી લે પ્યાર ઓ દીવાની, તો તને પણ જિંદગી સમજાઈ જવાની, પ્રેમ ની વાતો કરી મીઠી યાદો સંઘરવાની, ઘડપણ ના ઘરમાં બેસી એ યાદો વાગોળવાની, હિરેન તુજ હ્રદયમાં મ્હેકતી રહે પ્રેમ ની ધુપદાની, પરીમલ જિંદગી ની જગમાં આમજ પ્રસરવાની.
#માન એમના મોત પર રડતા જોઈ જગત ને, દુઃખી મનમાં મારા વિચાર એ આવ્યો , કે ભટકતો રહ્યો જે આત્મસંન્માન માટે, મળે જો એ માન મર્યા પછી! શું કામનું?
#ભવ્ય આભ રહ્યું છે ઝુકી પૂનમની આ ભવ્ય રાત્રીમાં, -------------------------------------- -------------------------------------- તારલા રહ્યા ટમટમી ભવ્ય આ આભ ચંદર્વે --------------------------------------- --------------------------------------- શીત ચાંદની વર્ષી પૂનમ ની આ ભવ્ય રાત્રીમાં, ------------------------------------- ------------------------------------- પ્યાસ ચાતક તણી બુઝી પૂનમ ની ભવ્ય રાતે. ------------------------------------ ------------------------------------
#આનંદ રમતો એક ગેમ જીંદગીની મળતો જેમાં આનંદ અપાર, પાર કરતો સ્ટેજ એક પછી એક, જેમ જીંદગીમાં દુ:ખ પછી સુખ, ન થાકતો ના થાકીશ કદી આ ગેમ થી, ભલે આવે કઠિન થી વધુ કઠિન પણ સ્ટેજ, નમળે અસફળતા ક્યારેક તો કરીશ ફરી પ્રયાસ ખેલીશ એજ આનંદથી, જીતીશ હું જીંદગી ની ગેમ.
#નિયતિ મહોબ્બત મારી અટવાઇ આ નિયતિ માં નહીં તો એમને પણ ક્યાં ચાલતું મરા વિના. લડતા ઝગડતા પાછા સમ દઇ મનાવતા, ભલા વિસરાય ક્યાં એ મધુર પ્રેમ ની વાતો ખેલ ખેલાયો જ્યારે આ નિષ્ઠુર નિયતિનો અકળાઇ જગતથી તમેજ સમ દય રોક્યો'તો મહોબ્બત મારી અટવાઇ આ નિયતિ માં નહીં તો મને પણ ક્યાં ફાવતું એના વિના.
#આકૃત્તિ સ્મરણો સ્નેહનાં તુજ, વાય છે ચારે દિશાઓમાં, ને તારા કેશની ફોરમ રહી પ્રસરી હવાઓમાં, લચક તુજ દેહની જાણે છે આ લીલી લતાઓમાં, વદનનું છે મશધુરું સ્મિત નવલખ તારલાઓમાં, મને નિત યાદ તારી જાય છે ઘેરી, નિશાઓમાં, તારી આકૃત્તિઓમાં અટવાય છે મનડું વ્યથાઓમાં! ન વીતી જાય હિરેન આ જીવન કંઈ કલ્પના ઓમાં! વીતાવું છું જીવન તુજ આગમની આસ્થાઓમાં.
#દુકાળ લઇ બેઠો હું કલમ કાગળ લખવા ની થઇ ઇચ્છા, ખૂબ વિચાર્યું શોધવા કે લખુ હું ક્યાં વિષય પર. છતાંય ન સુજ્યુ કંઈ લાગે પડ્યો દુકાળ વિચાર નો, ત્યાજ થયો ઝબકાર કે લાવ લખું એજ દુકળ પર. વિષય મળ્યો માહા મેહનતે તો શબ્દોના કાં સાસા! આજેતો ન સ્ફુરી કોઇ સ્ફુરણા લાગે શબ્દનો પણ દુકાળ! છોડ હિરેન તારા શાંત મનમા આજ છે કાંકરીચાળા બહુ, લાગે છે, તારે આજે તો છે શાંતિ નો પણ દુકાળ!!!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser