#આકૃત્તિ
સ્મરણો સ્નેહનાં તુજ, વાય છે ચારે દિશાઓમાં,
ને તારા કેશની ફોરમ રહી પ્રસરી હવાઓમાં,
લચક તુજ દેહની જાણે છે આ લીલી લતાઓમાં,
વદનનું છે મશધુરું સ્મિત નવલખ તારલાઓમાં,
મને નિત યાદ તારી જાય છે ઘેરી, નિશાઓમાં,
તારી આકૃત્તિઓમાં અટવાય છે મનડું વ્યથાઓમાં!
ન વીતી જાય હિરેન આ જીવન કંઈ કલ્પના ઓમાં!
વીતાવું છું જીવન તુજ આગમની આસ્થાઓમાં.