Quotes by ખલક માં એક તું અલખ in Bitesapp read free

ખલક માં એક તું અલખ

ખલક માં એક તું અલખ

@hetalchauhan5759


ખુદથી હારેલું માણસ છું, મને મંઝિલનો મારગ ન બતાવશો..
અંત તો નિશ્ચિત જ છે મારો, મને વ્યર્થ ગોથા ન ખવડાવશો..

મળી જશે હજારો લોકો ખુશીયો માણવા,
વ્યથા ઠાલવવા કોઈ ચોક્કસ વ્યકિત જોઇએ..

શું લખું આજે,
એ જ વિચારતા-વિચારતા સાંજ પડી ગઈ
પછી થયું કે સુરજ વિષે લખું..?
એપ્રિલ મહિનામાં બળબળતો લાગતો ઉનાળો વિષે લખું ?
કોઈની સાથે વિતાવેલી ગુલમહોર સાંજ વિષે લખું ?
કોઈ શિશુ નું રુદન લખું ?
કે પછી ફૂટપાથ ના કિનારે એઠું ખાતાં બાળક નો ઓડકાર લખું?
ચાર આંખો નો બોખો પ્રેમ લખું ?
શમણાં માં જોયેલી પરી ની વાર્તા લખું ?
ઉંબરે ઉભી વાટ જોતી કોઈ નવોઢા ની વાત લખું ?
પછી થયું બસ આટલું જ લખું
કે,
"હું મજા માં છું"....

Read More

ફક્ત દુઃખ કે પીડા જ આંખો ભીની કરી દે એવું નથી...

અચાનક કયારેક તમને નિશાળ ના છોકરાનું ટોળુ દેખાય જાય ને તમને તમારો ભૂતકાળ આવી ને થપ્પો આપે ને જતાં રહેલા મિત્રો યાદ આવી જાય,
.............ત્યારે બે ટીપા સુખદ અશ્રુ પાકકા !!

સમયે લખેલા લેખે બે સગા ભાઇઓ જુદા થઈ જાય, અલગ ધંધો, અલગ ઘર,
એકબીજા સાથે બોલચાલ પણ બંધ,
કયારેક એ જ ભાઇઓ ભૂતકાળ વાગોળે ને પોતપોતાના બાળકો માં પોતાનું વિતી ગયેલું બાળપણ નિહાળે,
............ત્યારે બે ટીપા સુખદ અશ્રુ પાકકા !!

દિકરીને પરણાવી હજી બે ત્રણ વર્ષ સુધી ઘરના ખાલીપા સાથે એડજસ્ટ થતો હોય,
ને ત્યાં જ દિકરી ગર્ભવતી છે એના સમાચાર આવે ને એના જીવનનો એ ખાલીપો ભરાવાના આનંદમાં એ નાનાજી બનવા ઊતાવળો થાય,
ને જયારે એની દિકરી એક દિકરી ને જન્મ આપે ને એ નવજાત ના હાથની પહેલી આંગળીનું ટેરવું નાનાજી ના ગાલ ને અડે,
............ ત્યારે બે ટીપા સુખદ અશ્રુ પાકકા !!

નવજાત બાળકને વહાલથી ઊછેરતી માં રોજ બાળકની સંભાળ રાખતી અને એની મમતા વરસાવતી હોય,
ને જોતજોતામાં એ નવજાત બાળક એકાદ વર્ષનું થઈ જાય ને માં ની નજર સામે એના ખોળામાંથી બહાર નીકળી પહેલી પાપાપગલી ભરે
...........ત્યારે બે ટીપા સુખદ અશ્રુ પાકકા !!

સુખ જયારે આંખો ના રસ્તે થઈ હ્રદય માં સમાઇ જાય ને..
............ત્યારે બે ટીપા સુખદ અશ્રુ પાકકા !!

Read More

ગમે તેવા
નજીક ના કે બિન્દાસ, નિખાલસ સંબંધો હોય
આપણા મનના કોઇ એક ખૂણે કોઈ એવી વાત
ધરબી જ દેતા હોઇએ છીએ....

કોઈ છાનું છપનું પાપ હોય એવુ નથી
પણ દરેક વાત કહી શકાતી નથી
એ પણ
એટલું જ સાચું છે....

કદાચ પ્રસંગ કહી પણ શકીએ
પણ એ પ્રસંગે
અનૂભવેલ લાગણીઓને કહેવા
આખો શબ્દકોશ ટુંકો પડે....

Read More

મુઠ્ઠી ખોલી ત્યારે પડી ખબર
સમય,તું,
કઈ જ
અકબંધ નથી ...

whatsapp block
facebook પર unfriend
ખાસ તારીખો તારા વગર...

તારું ભૂલી જવું
કદાચ routineનો ભાગ
કે
નોખી કળા
યાદ રાખવાની !!
ખબર નહિ ....

પણ ખરે જ -
પુરુષોને કળવા
બરફના તોફાનો જેવું,
possessive ને
ચહેરે હળવું સ્મિત......!!!

તારા ગયા પછી
' ' રહી ના શક્યા .....
ખોતર્યો ભૂતકાળ ...
જાણે મારી -તારી યાદો પર
આધિપત્ય એમનું!!!

ચિત્કારી ઉઠ્યું મન
મારો પ્રેમ વસ્તુ નહોતી
ના હું બગીચાનું ફૂલ.....

કહ્યું મેં વર્તમાન ને
ભવિષ્ય તમારું ....
પણ
પણ શબ્દો આઝાદ નીકળ્યા ...

આંખમાં આંખ પરોવી
કહ્યું'તું, સમુદ્ર જેટલો ઊંડો હતો .....
'એ' મારો પ્રેમ,

ને એમની આંખોએ
નિકટતાની પરિભાષા સમજવાની છોડી જાણે ....
કેમ સત્ય એ ગુનો ગણાય??
કેમ એક વ્યક્તિ
જ્યાં ના હોય
ત્યાં પોતાની જગા શોધે?
કેમ ?
તું મને વાંચજે ...
જ્યાં હોય ત્યાં ....

તને ગુમાવવાનું દુ:ખ કરતા
મારા શબ્દોને તારી આંખો ના મળી
એનો વસવસો
'એકાકીપણા' કરતા વધતો જાય છે ....

Read More

દરેકનાં જીવનમાં એક પાત્ર તો એવું હોય જ છે.
જયારે તમે નવરાશની પળોમાં એને વિચારી શકો.
પછી ભલે તમારા જીવનમાં બીજું પાત્ર હોય,
તો પણ એની હાજરીમાં એ પ્રેમ ક્યાંક છુપાઈ જાય છે.

તમે ભલે તમારા પાર્ટનરને
ખુબ જ પ્રેમ કરતા હોવ,
એના માટે બધું જ કરતા હોવ,
પણ તમે એને તો ક્યારેય ના જ ભૂલી શકો,
જે એક વાર તમારા હર્દયને સ્પર્શી ગયા હોય.
પછી ભલે એણે તમારી સાથે દગો કર્યો હોય,
તો પણ તમે એને ભૂલી તો નથી જ શકતા.

તમે એક વાર કોઈનાં સાચા
પ્રેમમાં પડ્યા હોવ અને એ પાત્ર ગમે તેટલું ખોટું હોય,
તમારી સાથે ગમે તેટલું ખરાબ વર્તન કર્યુ હોય,
તો પણ તમે એને ભૂલી તો નથી જ શકતા.
તમે જયારે પ્રેમ કર્યો ત્યારે તમે સંપૂર્ણપણે એને સમર્પિત થઈને પ્રેમ કર્યો હોય પછી ભલે સામેનું પાત્ર તમારામાં સ્વાર્થ શોધીને તમારો ઉપયોગ કર્યો હોય,
તો પણ તમે એને ભૂલી તો નથી જ શકતા.
કોઈની છાપ અંતર પરથી ક્યારેય ભુલાતી નથી.
ભલે તમે જીવન કોઈ બીજી વ્યક્તિ સાથે વ્યતીત કરો પણ તમારા મન ને સાથ તો તમારા ભૂતકાળની યાદો જ આપતી હોય છે.

જે પ્રેમ હદયમાં સમાતો હોય છે.
એ જ સાચો પ્રેમ હોય છે.
કોઈ પ્રત્યે તમને અનહદ પ્રેમ હોય પણ એ મનમાં જ સમાયેલો રાખવો જોઈએ.
હકીકતમાં એની લાગણીઓ અને પ્રેમનાં તરંગો જેના પ્રત્યે પ્રેમ છે એ તો સમજી જ શકે છે.

આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે કોઈને અનહદ ચાહતા હોય છે.
અને એક નથી થઇ શકતા એ લોકો દુનિયાની નજરમાં તો જુદા પડી જ જાય છે.
પણ પ્રેમ ની દુનિયામાં, યાદોની દુનિયામાં હંમેશા સાથે જ રહે છે.
એકબીજાના શરીરમાં શ્વાસ બની ધબકાર લેતા હોય છે.

Read More

તુ કોઈ વોડકા, વાઈન, બીયર, કે વિસ્કી નથી જે ને જોઈ ને હું ખુશ થઇ જઉં,
તું બરફ નો એ પહાડ પણ નથી જેનાં પર ચડી ને હું સેલ્ફી ખેંચું,
તું ઉછળતી કુદતી એ નદી નથી જેને જોઈ ને મન ને ઠંડક થાય...

તું તો તપતા રણ માં મળેલું એક ગ્લાસ ઠંડુ પાણી છે..
તું એક નાનકડું સાદું સિમ્પલ ઘર છે...
તું જુન ના ખરા બપોર માં મારા હાથ માં રહેલો કોટન નો રૂમાલ છે..

તને જોઈ ને મારી ધડકન ઉછાળા નથી મારતી,
શ્વાસ પણ ઉપર નીચે નથી થતો,
તું છે તો આ દિલ ધડકે છે પુરા બોત્તેર વખત..
તું છે તો શ્વાસ લેવા માં અનુકુળતા છે..

તું પાસે ના હોય તો પણ
મને રત્તીભાર ફરક નથી પડતો,
તું હંમેશા મારી સાથે છે.. એજ મારી અમીરી છે..

તૃપ્તિ નો સૌથી સુંદર અહેસાસ તો એજ છે કે
તું મારા જીવન માં એક મિત્ર તરીકે આવી..

તને હું દિવસ રાત યાદ નથી કરતો,
બસ હું તો તારી સાથે જીવું છું..

હું સંતુષ્ટ છું તારી સાથે,
બસ મારે તો તને આટલું જ કહેવું છે..

મારે નથી જાણવું કે તારા જીવન માં મારું શું મુલ્ય છે,
બસ મારે તો મેં આકેલું તારું મુલ્ય માણવું છે..

Read More

મને તારી જરૂર હોય છે.
દરેક ક્ષણે.......
દરેક પરિસ્થિતિમાં.....
દરેક સમસ્યામાં......
દરેક સંજોગોમાં......

મોઢામાંથી ‘આહ’ નીકળે ત્યારે પણ અને ‘વાહ’ બોલાઈ જાય ત્યારે પણ.....
હું કોઈ સુંદર દૃશ્ય જોઉં ત્યારે મારે તને એ દૃશ્ય બતાવવું હોય છે.....

હું ઇચ્છું છું
કે મેઘધનુષ જોઈને
મારી જેમ તારો ચહેરો પણ ખીલી જાય.....

મને માત્ર મારી ઉદાસીમાં જ તું નથી જોઈતી,
મારી ખુશીમાં પણ
મને તારું સાંનિધ્ય જોઈએ છે......

મને ખબર છે કે તું મને ખૂબ પ્રેમ કરે છે.
મને જરૂર હોય ત્યારે તું ખડેપગે હોય છે.
આમ છતાં,
મને સવાલ થઈ આવે છે કે ત્યારે જ કેમ?

મને માત્ર
મારાં આંસુ લૂછવા માટે જ નહીં,
મારી સાથે ખડખડાટ હસવા માટે પણ તું જોઈએ છે.

Read More

કોઈને ન કરી શકાય એવી વાત જેને હું કહું છુ.
જેની સાથે હસી શકું અને સામે રડી પણ શકું છું....
જેને કોઈ પણ વાત કરતાં પહેલાં
ભૂમિકા બાંધવી પડતી નથી..

જે મારા વિશે સૌથી વધુ જાણે છે ..
તું એવી વ્યક્તિ છે જેની પાસે તમામ સવાલોના જવાબ છે અને દરેક જવાબના સવાલ છે..!!
તું મળે ત્યારે વાતોના વિષયો શોધવા પડતા નથી. બસ વાતો થતી રહે છે.

ક્યારેક પ્રેમની,
ક્યારેક વિરહની, ક્યારેક ઝઘડાની,
ક્યારેક દર્દની, ક્યારેક સુખની અને દુઃખની. ..
અને ક્યારેક કોઈ જ કારણ વગરની વાતો.....

તું મળે એ ક્ષણ કંઈક જુદી હોય છે, એ ક્ષણો આપણી પોતાની હોય છે.
તું એવી વ્યક્તિ કે જેની સાથે વિતાવેલી દરેક પળ જીવન ની અમુલ્ય અને અવિસ્મણીય પળ બની જાય..

આપણા પ્રેમનો આધાર પણ આજ મિત્રતા છે .
આપણી મિત્રતા આજીવન આજ રીતે મહેકતી રહે.......

For someone special......

Read More