The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારું મૃત્યું હું મરી રહ્યો હતો. શિથિલ થઈ ગયેલા મારા ગાત્રો હળવાફૂલ કેમ જણાઇ રહ્યા હશે ? હું વિચારતો હતો; આ અસહ્ય પીડા માંથી એકાએક છૂટકારો કેમ થયો ? આ નિંદ્રા નો અનુભવ તો નથી ને ... પણ મારા વિચારો સતત ચાલી રહ્યા હતા. શ્વાસ લેવા જે હું સતત મહેનત કરી રહ્યો હતો, એ હવે કેમ આટલા આરામથી લઈ શકાતા હશે! મને મારો ભાર પણ જણાતો ન હતો. બધું જ સાંભળતો હતો પુત્ર - પુત્રવધૂની હલચલ, પૌત્ર-પૌત્રી ના વિસ્મિત નેત્રો મારા પ્રિય પાત્રની વિહ્વળતા, હળવું તો ક્યારેક ભારે ક્રંદન , કોઈની ભાગ દોડી, કેમ જાણે, આ વચ્ચે મારા હોઠો નું હાસ્ય ક્ષણે ક્ષણે વધતું જતું હતું ! હું નિહાળતો હતો આ તદ્દન નવો અનુભવ. મારા સમીપીઓના કાર્ય ક્લાપો; મને અર્થ વગરના જણાતા હતા. કેમ ?? શું હું માંગલ્ય પૂર્ણ મૃત્યુનું રહસ્ય જાણતો હતો? કેટલીક ક્ષણો પૂર્વે જેની સાથે મમતા થી જોડાયેલો હું ,અત્યારે તદ્દન વૈરાગ્ય અવસ્થામાં !! આ પરિવર્તન મારા આજીવન તથ્યોનું હતું કે કોઈ નવા જ રસ્તા ના શુભ પ્રયાણે આ થવા કારણે જ હતું , ખેર ! મારા શરીરમાંથી કૂતુહલતા પૂર્વક મને નીકળતો હું જોતો હતો. આસપાસ નજર કરી બધાને જોઈ શકતો હતો, જે સાંભળવામાં તકલીફ હતી એ પણ દૂર થઈ, મારા શરીરમાંથી ઉઠેલો હું ફરી શરીરમાં જવાનો વ્યર્થ પ્રયત્ન કરું છું પરંતુ આ શરીર મારા અધિકાર બહાર જતું રહ્યું છે, આ રુદન મને ભીંજવતું ન હતું; જે ક્યારેય કોઈ સંવેગો થી ભીંજાતો હતો એમ. મારા ગાત્રો ફરી ફરીને જોવું છું, જેમ ફોટો જોતો હોવ તેમ. આ ભ્રાંતિ હતી કે અનુભવ! હું નિંદ્રામાં હતો કે તંદ્રામાં હતો ! ન સત્કાર્યો દેખાયા કે ન દુષ્કૃત્યો. ફક્ત ક્ષણિકતા નો અનુભવ થયો, દુઃખ સાથે જન્મેલો જીવ દુઃખમાં મરે છે એવું લાગ્યા કર્યું...... મારા શરીરને અગ્નિને સોંપાયું ત્યાં સુધીમાં હું આ શાશ્વત નિયતિને સ્વીકારતો થઈ ચૂક્યો હતો . મારા અસ્થિ તો ઘડામાં રાખના ઢગલા રૂપે સ્થિર થઈ ગયા, હુંય ઘરે આવ્યો. સૌની સાથે. મારા ફોટા પર ચડાવેલા પુષ્પોને હું સૂંઘતો હતો . હું બધાને સાંભળતો હતો........ મારા જીવનના કાર્યો ....લાયકાતો..... સિદ્ધિઓ અને મૃત્યુ ના કારણો પર થતી અરુચિકર ચર્ચા. હું હજી ફરું છું..... આસપાસ , પણ મને શેમાંય રસ નથી, ગંતવ્ય ની શોધ થશે નહીં ત્યાં સુધી આમ જ ફરીશ, આસપાસ . ગૌરાંગ ત્રિવેદી 'ઢ' ગોંડલ
એક નવી રચના....
થાશે એ બધું સઘળું, તમારું જે લખાયું છે, ના અફસોસ કરશોએ, પહેલાથી ભખાયું છે. આપે ભાગ્ય જ્યારે, જેટલું બસ એટલું પામો, લાગે ભૂખ તો યે ક્યાં , વળી ચપટી ચખાયું છે? આવે દોડતું સામે, કદી સપને વિચાર્યું હો, લો આનંદ એનો કેમકે, તારું રખાયું છે. છે આકાશ નો વિસ્તાર, સમજ બહારની વાતો , સૂરજ તારલા ને ચંદ્ર, કોનાથી નખાયું છે? ગૌરાંગત્રિવેદી 'ઢ 19.8.20 ગોંડલ
સત્ય છું ,શિવ છું ,તત્ત્વમાં તેજ હું ,વિશ્વે વ્યાપ તો બધો ; હું જ વિસ્તાર છું . બોધ છું, શોધ છું ,ભક્તિનો ભાવ હું ,દિશ-દિગંત દેખતો; હું જ નિરાકાર છું . જ્ઞાન છું, વિજ્ઞાન છું ,અનંતનોય અંત હું ,શોભતો દૂર હું, તેજનો ; નિખાર છું . મર્મ છું ,ધર્મ છું ,કાર્યમાં કર્મ છું, બુદ્ધિ દાતા બધો, હું જ સૌનો ; સાર છું. શસ્ત્ર છું ,અસ્ત્ર છું ,વિદ્યાઓ સમસ્ત છું, જે ભજે જે રૂપે; તેનો હું સ્વીકાર છું. જ્ઞાન માં ,ધ્યાન માં, સાંખ્ય કે વૈશેષ માં,વ્યક્ત થતાં વેદનો; હું જ તો વિચાર છું. દૂર છું ,પાસ છું, ધ્યાની ઓ નું ધ્યાન હું ,સગુણ ભક્તિ મહી ;રૂપ હું આકાર છું . શબ્દ છું ,ભાવ છું ,અર્થની તાકાત છું ,લેખની લખાવતો; હું જ તો આચાર છું. સૂર છું ,સંવાદ છું , સમસ્ત શાસ્ત્રાર્થ થશોછું, નિર્ગુણી નો નાથ એવો; હું જ ૐ-કાર છું . વાદ્ય છું ,આદ્ય છું ,અનાદિ જન્મો પછી, શરીર ધારણ કરી; સગુણ સાકાર છું . ---------ગૌરાંગ ત્રિવેદી 'ઢ ( ગોંડલ )
નવરો લોકો ક્યારેય નહીં હુંધરવાના હે ? હજુ ય ઘરમાં નહિ બેહવાના હે ? પાંચ ,પચ્ચીસ ને પોન્ચ હજારે પૂગ્યું, તોય માનહો નહિ સમજવાના હે ? મોઈકમાં બોલ બોલ કોટલું કીધું, તોય લોકો ટોળા નહિ છોડવાના હે ? બસ લાવ લાવ કાર્યા કોરવાનું , ક્યારેય ખપ પૂરતું તો નહિ લેવાનું હે? આ તમ રખડૂ ની વાંહે તો ... અમ હારા ને ય ડંડા નહિ ખાવાના હે ? કઉંસુ કોરોના સ ઈ વાંહે પડ્યો સ, તારા બાપાએ એને નહીં પુગવાના હે? તો નવરા બેહી બેહી હૂ કરવું ઈમ ! આ વાહણ કપડા નહીં ધોવાના હે ? તને lockdown ક્યાં નડવાનું ભૈ, જેને જિંદગીમાં ઢ' કૈ નહિ કરવાનું હે? ---*--- ગૌરાંગ ત્રિવેદી 'ઢ ગોંડલ
તારી યાદો ને ય પોલીસનો ડંડો પડ્યો છે આમ નીકળી ન પડો ફાવે એમ શહેરમાં.
ક્યાં સુધી? એક ની બસ એક વાતો ક્યાં સુધી ? પાળશો વિષ ઝેર જાતો ક્યાં સુધી ? વાત એ કે અંત જેનો ના મળે , ચરચવાની એ જ ચર્ચા ક્યાં સુધી ? જ્યાં કહો જ્યારે કહો બસ વેદના, સુણનારા પણ રહેશે ક્યાં સુધી ? દુઃખ તારું ગગન જેવું છે ઘણું, કકળવાનું ગગડવાનું ક્યાં સુધી ? સુખ કેવળ કલ્પના છે મોહની, ઝૂરવાનું ઝંખવાનું ક્યાં સુધી ? ઉદ્યમ વગર જિંદગી નો અર્થ શું ? આપશે આશિષ માતા ક્યાં સુધી ? કોણ સુખ પામી ગયો તે નામ દે ? રાચવાનું કલ્પનામાં ક્યાં સુધી ? માણસાઈ જો જશે હે માનવી ! રાખશે ઈશ્વર ભરોશો ક્યાં સુધી ? --------------- ગૌરાંગ ત્રિવેદી 'ઢ ગોંડલ
તમે બેઠેલી ડાળને જ તોડો ! કાંઈ કહેવાય નહીં ? તમે કાચમાં ય ખીલીને ખોડો ! કાંઈ કહેવાય નહીં? જગતભર ના ચિંતકો કહી ગયા વાતો ડાહી, તમે ગધેડા ને કહીદો ઘોડો ! કાંઈ કહેવાય નહીં ?વર્ષોથી સંપેલું કુટુંબ પળવાર માં સળગી ઊઠે, તમે કયો વાયર ક્યાં જોડો ! કાંઈ કહેવાય નહીં ?નહિતર બીજી જગ્યાએથી એ થી હવા જતી રહેશે, તમે લીધેલો શ્વાસ હવે છોડો ! કાંઈ કહેવાય નહીં ? ને છૂટાછેડાનું કારણ નવવધૂએ કીધું મંડપમાં , તમે વરરાજો લાવ્યા મોડો ! કાંઈ કહેવાય નહીં ? સરકારી આવાસમાં ગયેલા નેતા નો ટકો તૂટયો , તમે છીંકયા ને પડ્યો પોડો ! કાંઈ કહેવાય નહીં ? તાળીઓના ગડગડાટ સાથે ઢ' સન્માન થઈ રહ્યું છે, તમે ગણતા ભલેને કોડો ! કાંઈ કહેવાય નહીં? ----------- ગૌરાંગ ત્રિવેદી ઢ' ગોંડલ
તેરે પ્યારે વાદે તૂટ ગયે ઉસ કઈ ખિલૌને કી તરહ જો ઉધાર લાકર દિયે થે બાબુજીને મુઝે હંસાને કે લિયે ગૌરાંગ ત્રિવેદી ઢ'
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser