The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ગઝલ પ્રેમની મારા તું મારી જો નકલ, દર્દ પણ જોવા તને મળશે અસલ, જુલ્મ દેવાની કસોટી હોય તો, આવવાનું કોણ તારાથી અવલ ? સાત સમદર પારથી આવી ખબર, રાખજે શ્રધ્ધા તું મારા પર અટલ. લાગવાની ક્યાં તને કોઈ નજર, મેં તો તારા બારણે ટાંગી ગઝલ. સ્મિતમાં તારા છે આ કેવી ચમક ? ચાંદ પણ જોવા મથે તારી શકલ ! -ધ્રુવકુમાર રાણા.
હરિગીત/નઝમ બંધારણ:-ગાગાલગા-૪ યતિ-૧૪માત્રાએ _રાષ્ટ્રીય સુરક્ષા દિવસ_ કિસ્મત ઉપર ના છોડશું આ તો ફરજ છે આપણી આઘાત ખૂબ જ લાગશે ચૂકી નજર જો આપણી જે સાધનો બક્ષે સુરક્ષા, કરશુ ધારણ એ બધા પોતે અને બીજાં બચે,આ ભાવના છે આપણી ના વાપરો પ્લાસ્ટિક વધારે જોખમી છે જીવને આ ખ્યાલ રાખી ભાવિનો,આદત સુધારો આપણી છોડી શરમ ને વાપરીશું કોથળી કાપડ તણી, પર્યાવરણની માવજત કરવી ફરજ છે આપણી ના નાખશું કચરો ગમે ત્યાં વાપરીશું ટોપલી પ્રેરાય સૌ આ કામથી,આ કામના છે આપણી આ સભ્યતા પણ આપણી,જે સ્વચ્છ રે'વું શીખવે ભારત બને જ્યાં સ્વસ્થ એ ઉમ્મીદ રાખો આપણી. - ધ્રુવકુમાર રાણા
છંદ:-રમલ માત્રા-૨૬ તરહી ગઝલ મિસરો-"આયનામાં જોયું મેં તો આયનો શરમાઇ ગ્યો." પ્રેમના પ્રકરણનો આખો ચોપડો ખોવાઇ ગ્યો બ્હાર આવ્યું સત્ય ત્યાં તો આયનો અટવાઇ ગ્યો. જખ્મ તો મળ્યા છે ઘણા,એ મહેરબાની આપની, જુલ્મ દેખી આપનો,આ વાયરો ફંટાઇ ગ્યો. લ્યો હું તો બદનામ થઇ ગ્યો આપણાં આ પ્રેમમાં, દાવ આવ્યો આપનો,તો કાયદો બદલાઇ ગ્યો ?! એની સામે મેં દલીલો પર દલીલો શું કરી, એટલામાં તો વિરહનો વાવટો લહેરાઇ ગ્યો. એ તો અણધાર્યા મળી ગ્યા એકબીજાને ફરી, ને ફરીથી એમનો આ મામલો ચર્ચાઇ ગ્યો. -ધ્રુવકુમાર રાણા
યાદોમાં યાદ રહી અમરત્વ પામીને આવ્યો, હતી જે પણ શરતો,તેને છોડાવીને આવ્યો. જ્યાં વસંત હોવા છતાં પાનખર જેવો હતો, ત્યાં જ તે ક્ષણોમાં હું ફરીથી ફરીને આવ્યો. જરૂરિયાત તો એ ક્યારેય ન હતા મારી, એ ઈચ્છા પણ હું અધૂરી મૂકીને આવ્યો. આજે કઈ ઓર છે ને ગઈકાલે કઈ ઓર હતો, પૂનમે તો હતો પણ અમાસે છૂપાઈને આવ્યો ! એ જાણનારા પણ ક્યાં સમજી શક્યા મને ?! હતી હૈયે ને નૈને નમી છતાંય હું હસીને આવ્યો. ક્યારેય ન જાણી શક્યા તેઓ ખુદને અને મને, 'ઔદેસી' ફરી ક્યાંથી અજાણ્યો બનીને આવ્યો ? -ઔદેસી.
બંધારણ-ગાલગાગા ગાલગાગા ગાલગા માત્રા-૧૯
રાત તો યાદો મહીં વીતી જશે,
પણ હવે નિંદર મને ક્યાં આવશે.
વાત તો ફેલાય ગૈ એ આવશે,
આવવા દો એનુ પણ સ્વાગત થશે.
છંદમાં લખવાનો પ્રથમ પ્રયત્ન.
સૂચન આવકાર્ય છે.
સારું હતું કે તે સમયે વરસાદ પડતો હતો,બાકી પથ્થરને રડતો જોઈને લોકોને હસવું આવત ! -પથ્થર
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser