ગઝલ
પ્રેમની મારા તું મારી જો નકલ,
દર્દ પણ જોવા તને મળશે અસલ,
જુલ્મ દેવાની કસોટી હોય તો,
આવવાનું કોણ તારાથી અવલ ?
સાત સમદર પારથી આવી ખબર,
રાખજે શ્રધ્ધા તું મારા પર અટલ.
લાગવાની ક્યાં તને કોઈ નજર,
મેં તો તારા બારણે ટાંગી ગઝલ.
સ્મિતમાં તારા છે આ કેવી ચમક ?
ચાંદ પણ જોવા મથે તારી શકલ !
-ધ્રુવકુમાર રાણા.