યાદોમાં યાદ રહી અમરત્વ પામીને આવ્યો,
હતી જે પણ શરતો,તેને છોડાવીને આવ્યો.
જ્યાં વસંત હોવા છતાં પાનખર જેવો હતો,
ત્યાં જ તે ક્ષણોમાં હું ફરીથી ફરીને આવ્યો.
જરૂરિયાત તો એ ક્યારેય ન હતા મારી,
એ ઈચ્છા પણ હું અધૂરી મૂકીને આવ્યો.
આજે કઈ ઓર છે ને ગઈકાલે કઈ ઓર હતો,
પૂનમે તો હતો પણ અમાસે છૂપાઈને આવ્યો !
એ જાણનારા પણ ક્યાં સમજી શક્યા મને ?!
હતી હૈયે ને નૈને નમી છતાંય હું હસીને આવ્યો.
ક્યારેય ન જાણી શક્યા તેઓ ખુદને અને મને,
'ઔદેસી' ફરી ક્યાંથી અજાણ્યો બનીને આવ્યો ?
-ઔદેસી.