The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જો હોય તમારો સંગાથ તો, મુશ્કેલ પરિસ્થિતિને પણ માણવી ગમે મને. આપજો સદાયે આમ જ સાથ, થયા કરે મારા અસ્તિત્વનો અહેસાસ મને.
અભિમાની માણસને ખુશામત ખપે, બેદરકાર માણસને આળસ ખપે. ક્રોધી માણસને અન્યના દોષ ખપે, ઈર્ષાળુ માણસને અન્યની સિદ્ધિ ખપે. જે માણસને અન્યના અવગુણ ખપે, જીવનમાં તેને અશાંતિ જ ખપે. જે માણસને પોતાના દોષ સુધારવા ખપે, જીવનની સાચી સફળતા તેને જ ખપે. ધારા મનિષ ગડારા "ગતિ".
જીવનથી થાકી જવાય ત્યારે વિસામાનું સ્થળ એટલે માં બાળપણ જેની પાસે ફરી જીવતું થઈ શકે તે એટલે માં વાંક હોય છતાં રિસાઈ જાય ને વારંવાર મનાવે તે એટલે માં પોતે કષ્ટ વેઠી સંતાનનું જીવન સુંદર કરવા મથતી એટલે માં સ્વાર્થના સૌ સંબંધમાં નિસ્વાર્થ વ્હાલ વરસાવે તે એટલે માં આખરે,જેના થકી શ્વાસો, આ અસ્તિત્વ મળ્યું તે એટલે માં જગતના બધા સંબંધોમાં ત્યાગ,સમર્પણ ને જતું કરવાની ભાવના કેળવવી પડે.એક માઁ જ પોતે ત્યાગની મૂર્તિ થઈ શકે.દિકરો ગમે તેટલો મોટો થઈ જાય તેના નસીબમાં ભગવાને આ સુખ આપ્યું છે.જયારે, દિકરીના લગ્ન થાય ત્યારે આજ સુધી માંના લાડકોડમાં રહેતી હવે પોતાની જાતને ભૂલીને સૌનું ધ્યાન રાખતી માં બની જાય છે.જેને પોતાનું ઘર કહેતી તે પારકું થઈ જાય અને જે ઘરે તે આવે છે તેના માટે પણ તે પારકી જ રહે છે.આ ભારતીય સમાજનું સત્ય છે.ફક્ત આજના દિવસ માટે નહીં જ્યાં સુધી મારા શ્વાસો છે ત્યાં સુધી તું મારી સાથે રહીશ.વંદન માઁ...... ધારા મનિષ ગડારા "ગતિ ".
શા માટે પોતાના જીવને દુઃખી કરે છે? જાણે છે કે જતું કરવું એ જ જીવન છે. શા માટે દુઃખ આપતી વાતોને ભરીને મનને ભારે બનાવે છે? જાણે છે કે ક્ષમા આપવી જ મનની શાંતિ છે. શા માટે બીજા માટે કરેલા કાર્યોને ઉપકારભાવથી જોવે છે? જાણે છે કે ફરજ નિભાવવી એ તો કર્તવ્ય છે. શા માટે સરખામણી કરીને પોતાનાપણું ગુમાવે છે? જાણે છે કે તારું અસ્તિત્વ જ નોખું છે. ધારા મનિષ ગડારા "ગતિ".
રફ્તાર જોઈએ છે જીવનમાં સૂર્યનારાયણના અશ્વો જેવી, પણ કર્મો છે ગોકળગાયની ગતિ જેવા. જયારે આવકારે છે પ્રકૃતિ સૂર્યનારાયણની સવારીને, ત્યારે નથી ગમતી આપવી વિદાય નિંદરની રાણીને. ગુરૂ બનાવવા સૂર્યદેવને કરી હતી હનુમાનજીએ તપસ્યા, ત્યારે મનુષ્યની તો શી વિસાત? નથી મેળવવો તાલ જીવનની ગતિનો સૂર્યની ગતિ સાથે, ને નિંદ્રાદેવીની સંગાથે સપનાઓ આવે છે આભને આંબતા.
પારકું પોતાનું કરવું સહેલું નથી, સ્ત્રી પોતે પારકી રહીને પણ બધાને પોતાના કરી શકે છે. ધારા મનિષ ગડારા "ગતિ ".
પસાર થાઉં છું હું, જયારે બાળપણની ગલીઓમાંથી, ત્યારે ફરીથી મારું બાળપણ જીવતું થાય છે. મેળવુ છું સાનિધ્ય હું, જયારે માતા-પિતાનું, ત્યારે ફરીથી મારું બાળપણ જીવતું થાય છે. નિરખું છું મારા અંશને હું, જયારે મન મૂકીને મસ્તી કરતા, ત્યારે ફરીથી મારું બાળપણ જીવતું થાય છે. થાઉં છું નિરાશ હું, જયારે હોય જીવન કઠિન ત્યારે ફરીથી મારું બાળપણ કેમ જીવિત નથી થતું?
રોપ્યા છે ઈશ્વરે સારાપાણાનાં બીજ માનવીમાં, છતાં માનવી ના બનાવી શક્યો સતકર્મોનું વટવૃક્ષ. સ્વભાવ છે માનવીનો સ્વતંત્ર, છતાં રોકી ના શક્યો પોતાનો બદલો લેવાની ભાવના. જાણે છે બધા કર્મનાં નિયમને, છતાં રોકી ના શક્યા પોતાના અભિમાનનું વળગણ.
પોતાની જાતને સાબિત કરવાનો સંઘર્ષ ફક્ત સ્ત્રીએ જ કરવાનો છે. પુરુષો સરળ રસ્તે નિષ્ફળ નિવડે છે તો સ્ત્રીની નિષ્ફળતા પણ માન્ય હોવી જોઈએ.તક આપ્યા વગર, અગાઉથી જ ખરાબ પરિણામનો ડર બતાવી સ્ત્રીઓને શા માટે રોકી લેવામાં આવે છે?સ્ત્રી પણ પોતાના સપનાને પુરા કરવા માટે સ્વતંત્ર નિર્ણયની હકદાર છે.
છે જે ધનથી અમીર ને, નથી નિભાવી માનવતા, કહેવાય તે મોટા માણસ. છે જે ધનથી ગરીબ ને, નિભાવ્યો માનવધર્મ, કહેવાય તે નાના માણસ. માણસની માણસાઈ મોટી નથી અહીંયા, છે મોટી નામના માણસાઈથી ગરીબ ધનિકોની. ધારા મનિષ ગડારા "ગતિ".
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser