Quotes by Parmar Bhavesh in Bitesapp read free

Parmar Bhavesh

Parmar Bhavesh Matrubharti Verified

@bhaveshinsgmailcom
(1.8k)

બહુ લખાયું પાનખરનાં વૃક્ષની હાલત ઉપર
આપણે એ બાદની કૂંપળ વિશે લખવાનું છે.

-Parmar Bhavesh

.

-Parmar Bhavesh

એવું નથી કે કોઈ નથી 'ને શૂન્ય થઈ ગયો,
હું શૂન્યની સાથે રહીને શૂન્ય થઈ ગયો!

મહેંદીથી ચિતરેલા એવા દસ્તાવેજમાં,
ખાતે કરી દઇ જિંદગી 'ને શૂન્ય થઈ ગયો.

ખાલીપો લાગતો હતો સામેની ભીંતપર,
લટકાવી ત્યાં ખુદની છબી 'ને શૂન્ય થઈ ગયો.

આખી નવલકથા લખું તો વાર લાગશે,
માટે ગઝલમાં ટૂંકવીને શૂન્ય થઈ ગયો.

ભાવેશને કહેલું ભઈલા સીધો ચાલજે,
એ કેડીઓ સીધી કરીને શૂન્ય થઈ ગયો!


ભાવેશ..

Read More

प्यार को यूँ  ही  पूजता  है  कोई!
ला-दवा  मर्ज़   झेलता   है  कोई!

यूँ तो शायद ही जानता है कोई!
फिर,  मुझे क्यूँ पुकारता है कोई?

हम-नवाई  की  चाह में,  फिर  से,
खुद की परछाई मांगता  है  कोई!

दाग  है   अपने  चेहरे   पे,   और;
आईने  को  ही  तोड़ता है  कोई

नाम  ही  तो  बचा  के  रक्खा  था,
लो!  उसे  भी  उछालता  है  कोई!

-Parmar Bhavesh

Read More

મૂર્તિની માફક આ મનને સ્થિર જો રાખી શકો,
તો પછી ઈશ્વરને બદલે ખુદને ત્યાં સ્થાપી શકો.

સાવ વચ્ચોવચથી દરિયાને તમે કાપી શકો!
તો, સરળ છે કે પછી મારું હૃદય માપી શકો.

પર્વતો છોડી નદીનાં વહેણમાં વહેવું પડે,
એ પછી શિવલિંગનો આકાર પણ પામી શકો.

સાવ સહેલું છે જુઓ નરસૈયો થઈ જાવું અહીં!
રાસ રમતો શ્યામ જોવા હાથ જો બાળી શકો!

ચાંદ-તારા આંબવા પણ સાવ અશક્ય તો નથી,
જો, વિચારોની નિસરણી ત્યાં કને રાખી શકો.

~ ભાવેશ..

Read More

नदी समंदर तालाब है क्या? तुम्हारी आँखों मे क्या है? कह दो,
मैं डूब कर जीना चाहता हूँ, तुम्हारी हाँ, या मना है? कह दो

गुन्हा किया तो पकड़ लो हमको, बिना मुकदमा सजा भी दे दो
या, बाँहोकी कैद दे के हमको, ''ये उम्रभर की सजा है'' कह दो

बहुत बेफ़िक्री सी है ज़हन में,  न जाने क्या हो गया है हम को!
कहीं पे रख कर जो भूल गए हम, हमारा दिल अब कहाँ है? कह दो

नया नगर है नई डगर है, नया नया सा हूँ इस सफ़र में,
मैं ढूंढता हूँ कोई ठिकाना, तुम्हारे दिल में जगा है? कह दो

मैं मुद्दतों से तुम्हारे घर के लगा के चक्कर नहीं थका हूँ!
थका भी था! तो रुका नहीं था, ये सारी बातें "पता है" कह दो

BHAVESH

Read More

આંખો એ બીજું કંઈ નથી,ખ્વાબોનું શહેર છે.
એથી  વધુ  તો  શું કહું !  અશ્કોનું  શહેર  છે!

આવે ને જાય! એવા જ્યાં વ્યવહાર ચાલે છે,
જીવન તે બીજું કંઈ નથી , શ્વાસોનું શહેર છે!

સીધી  મળે  ના  ચાલ , બોલીમાં  મીઠાશ  છે,
ઇન્સાનનું  છે , લુચ્ચાં  શિયાળોનું  શહેર  છે!

બીરબલની   વારતાની  વીંટી   કેમ   શોધવી?
અજવાસથી જ્યાં ભાગતી  રાતોનું શહેર છે!

એકેય   શે'રમાં   ના   શોધો   શેરિયત    તમે,
મારી  ગઝલ  તો  એકલા  પ્રાસોનું   શહેર છે.

~ ભાવેશ..!

Read More

.

-Parmar Bhavesh

ફરે જો હવા તો ધજા પણ ફરે છે,
ફરે આસ્થા જ્યાં, ખુદા પણ ફરે છે.

મળે ન્યાય સરખો એ બનશે કદી ના,
ફરે લાગવગ, તો સજા પણ ફરે છે.

ભલે લોકડાઉન રહ્યું આ શહેરમાં,
ફરે રાજવી ને પ્રજા પણ ફરે છે.

ન શોધો સમયનાં નિશાનો હવામાં,
ફરે સાપ, સાથે લીટા પણ ફરે છે.

ઘણી છૂટ લઈને બનાવો ગઝલ તો;
ફરે ગાલગાગા, લગા પણ ફરે છે.

~ ભાવેશ..

Read More

.