એવું નથી કે કોઈ નથી 'ને શૂન્ય થઈ ગયો,
હું શૂન્યની સાથે રહીને શૂન્ય થઈ ગયો!
મહેંદીથી ચિતરેલા એવા દસ્તાવેજમાં,
ખાતે કરી દઇ જિંદગી 'ને શૂન્ય થઈ ગયો.
ખાલીપો લાગતો હતો સામેની ભીંતપર,
લટકાવી ત્યાં ખુદની છબી 'ને શૂન્ય થઈ ગયો.
આખી નવલકથા લખું તો વાર લાગશે,
માટે ગઝલમાં ટૂંકવીને શૂન્ય થઈ ગયો.
ભાવેશને કહેલું ભઈલા સીધો ચાલજે,
એ કેડીઓ સીધી કરીને શૂન્ય થઈ ગયો!
ભાવેશ..